એર ઇન્ડિયાએ લીધો મોટો નિર્ણય, UAE જતી તમામ ફ્લાઇટ્સ કરી રદ,હજારો મુસાફરો અટવાયા!
મિડલ ઇસ્ટ ચાલી રહેલા યુદ્વના લીધે હજારો મુસાફરોના પ્રવાસના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે લીધેલો આ આકસ્મિક નિર્ણય માત્ર એક એરલાઇનનો નિર્ણય નથી, પણ મધ્ય પૂર્વમાં તોળાઈ રહેલા ગંભીર સુરક્ષા જોખમની એક ચેતવણી છે. જ્યારે એરપોર્ટના રનવે સુમસામ બન્યા છે અને ટિકિટો રદ થઈ રહી છે, ત્યારે મુસાફરો માટે હવે ઘરે પરત ફરવું કે ગંતવ્ય સ્થાને પહોંચવું એ એક મોટો પડકાર બની ગયો છે.
Advertisement
- મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય (Air India Express UAE Flights Cancelled)
- 15 માર્ચ 2026 સુધી દુબઈ અને અબુ ધાબીની અનેક ફ્લાઈટ્સ રદ કરાઈ
- UAE એરપોર્ટ ઓથોરિટીની સૂચના મુજબ એડ-હોક ઓપરેશન્સમાં ઘટાડો
- ફ્લાઈટ કેન્સલેશનને કારણે હજારો આંતરરાષ્ટ્રીય મુસાફરો એરપોર્ટ પર અટવાયા
મધ્ય પૂર્વ (Middle East) માં સતત વકરી રહેલા યુદ્ધ અને તણાવપૂર્ણ સ્થિતિની સીધી અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ સફર પર પડી રહી છે. ભારતની અગ્રણી એરલાઇન્સ એર ઇન્ડિયા (Air India) અને એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) દ્વારા તેમના ફ્લાઇટ શેડ્યૂલમાં નોંધપાત્ર ઘટાડો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 15 માર્ચ, 2026 સુધી દુબઈ (Dubai) અને અબુ ધાબી (Abu Dhabi) જતી અનેક નિયમિત ફ્લાઇટ્સ રદ (Flight Cancellation) કરવામાં આવતા હજારો મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે.

