ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Air India Fligh :1 સપ્ટેમ્બરથી દિલ્હીથી વોશિંગ્ટન જતી તમામ ફ્લાઈટ રદ,જાણો કારણ

એર ઈન્ડિયા તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું સપ્ટેમ્બરથી દિલ્હીથી વોશિંગ્ટન જતી તમામ ફ્લાઈટ રદ જુના વિમાનોમાં નવા ઇક્વિપમેન્ટ લગાવાનું કામ શરૂ વિમાનોનું કામ 2026 ના અંત સુધીમાં પૂરુ થશે Air India Flight: એર ઈન્ડિયા તરફથી એક નિવેદન જારી...
05:38 PM Aug 11, 2025 IST | Hiren Dave
એર ઈન્ડિયા તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું સપ્ટેમ્બરથી દિલ્હીથી વોશિંગ્ટન જતી તમામ ફ્લાઈટ રદ જુના વિમાનોમાં નવા ઇક્વિપમેન્ટ લગાવાનું કામ શરૂ વિમાનોનું કામ 2026 ના અંત સુધીમાં પૂરુ થશે Air India Flight: એર ઈન્ડિયા તરફથી એક નિવેદન જારી...
Air India to suspend services

Air India Flight: એર ઈન્ડિયા તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે.અને કહેવામાં આવ્યું છે કે 1 સપ્ટેમ્બરથી દિલ્હીથી વોશિંગ્ટન ડીસીની ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી રહી છે. એરલાઈન દ્વારા કહેવામાં આવ્યું કે આ નિર્ણય કેટલાક ઓપરેશનલ ઈશ્યુને કારણે લેવામાં આવ્યો છે. એર ઈન્ડિયા(Air India Flight) તરફથી એ પણ કહેવામાં આવ્યું કે દિલ્હી અને વોશિંગ્ટન ડીસી વચ્ચેની ફ્લાઇટ્સ એટલા માચે સસ્પેંડ કરવામાં આવી કે એર ઈન્ડિયાની વિશ્વસનીયતા લોકોમાં અકબંધ રહે. નોંધનીય છે કે એર ઇન્ડિયાએ તાજેતરમાં તેના બોઇંગના જૂના વિમાનોમાં નવા ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરવાનું કામ શરૂ કર્યું

જુના વિમાનોમાં નવા ઇક્વિપમેન્ટ લગાવાનું કામ શરૂ

વિમાન કંપની તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યુ અને કહેવામાં આવ્યું કે દિલ્હી અને વોશિંગ્ટન ડીસી વચ્ચેની ફ્લાઇટ્સ એટલા માટે સસ્પેંડ કરવામાં આવી કારણ કે એર ઈન્ડિયા તેના પૂરા નેટવર્કની વિશ્વનીયતા જાળવી રાખે.ખાસ વાત તો એ છે કે એર ઈન્ડિયાએ તેના બોઈગ કાફલાના જુના પ્લેનમાં નવા ઇક્વિપમેન્ટ લગાવાનું કામ શરૂ કરી દીધુ છે. Air India તરફથી જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે દિલ્લીથી વોશિંગ્ટન ડીસીની ફ્લાઈટને બંધ કરવામાં આવી છે.

આ પણ  વાંચો -Pakistan : આસિમ મુનીરની પરમાણુ ધમકી પર ભારતનો જવાબ

વિમાનોનું કામ 2026 ના અંત સુધીમાં પૂરુ થશે. (Air India Flight)

એરલાઇન્સે જણાવ્યું હતું કે ખાસ કરીને એર ઇન્ડિયાના કાફલામાં વિમાનોની અછતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઇન્સે ગયા મહિને તેની 26 બોઇંગ 787-8 ફ્લાઇટ્સમાં નવા ઉપકરણો સ્થાપિત કરવાનું કામ શરૂ કર્યું હતું. જૂના વિમાનોમાં નવા ઉપકરણો સ્થાપિત કરવાનું કામ લાંબા સમય સુધી ચાલશે, તે પૂર્ણ થવામાં 2026 ના અંત સુધીનો સમય લાગશે. એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ મોટા રેટ્રોફિટ કાર્યક્રમનો હેતુ મુસાફરોના અનુભવને સુધારવાનો છે.

આ પણ  વાંચો -Supreme Court : દિલ્હી-NCR ના તમામ રખડતાં કૂતરાને પકડવાનો SCનો આદેશ

પાકિસ્તાનનું એરસ્પેસ બંઘ થતા હાલાકી

વિમાનોના ઓવરહોલિંગને કારણે 2026 ના અંત સુધી ઘણા વિમાનો એકસાથે ઉપલબ્ધ નહીં રહે. વિમાનોની અછત અને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર સતત બંધ થવાને કારણે, લાંબા અંતરની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ રહી છે. એરલાઇન કંપનીએ કહ્યું કે આ બંને કારણોસર, એર ઇન્ડિયાની લાંબા અંતરની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ રહી છે. આના કારણે, ફ્લાઇટનો માર્ગ લાંબો થઈ રહ્યો છે અને સમસ્યા પણ વધી રહી છે.

Tags :
air india washington flightAir-IndiaDelhi to Washington DCGujrata Firstoperational factorsSeptember 1suspending operations
Next Article