Air India Flight: યે હો ક્યા રહા હૈ...પુણે આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ બાલ બાલ બચી..!
- પુણે આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ બાલ બાલ બચી
- ફ્લાઇટ ઉતરતા પક્ષીઅથડાયાનું નિદાન થયું
- એર ઇન્ડિયાની ફ્લાઇટ ધડાધડ રદ
Air India flight : એર ઇન્ડિયાની ફ્લાઇટ(Air India flight) ધડાધડ રદ થઇ રહી છે.આજે કુલ 8 ફ્લાઇટ એરલાઇન્સે જ રદ કરી..પરંતુ હવે એર ઇન્ડિયાની પુણેથી દિલ્હી જતી ફ્લાઇટ આજના દિવસ પુરતી રદ કરવામાં આવી છે. ફ્લાઇટ કેન્સલ થવાનું કારણ છે કે પક્ષી અથડાયુ હતું.એરલાઇન્સ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને પુણેમાં ઉતરાણ કર્યા પછી પક્ષી અથડાયાનું નિદાન થયું હતું.
સુરક્ષિત રીતે કરાયુ લેન્ડ
હાલ ફ્લાઇટને પુણેમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી છે. પુણેથી દિલ્હી પરત ફરનાર ફ્લાઇટને કેન્સલ કરાઇ છે. એન્જિનિયર્સની ટીમ પ્લેનની તપાસ કરી રહી છે. પુણેથી દિલ્હી જતી ફ્લાઇટ AI2470 પક્ષી અથડાવવાને કારણે કેન્સલ કરવામાં આવી છે. પક્ષી અથડાયુ હોવાની જાણ પુણેમાં ફ્લાઇટ લેન્ડ કર્યા પછી થઇ. હાલ એરપોર્ટ પર પેસેન્જર્સને રહેવાની અને ભોજનની વ્યવસ્થા એરલાઇન્સ દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -Vande Bharat ટ્રેનમાં બારી પાસે બેસવા ના મળતા ધારાસભ્ય ભડક્યા, સમર્થકોને બોલાવી મુસાફરને માર માર્યો
વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે- એરઇન્ડિયા
એરલાઇન્સે એમ પણ કહ્યું કે યાત્રીઓ પાસે ટિકિટ કેન્સલ કરાવવા તથા બીજી વખત બુક કરાવવાનો વિકલ્પ રહેશે. જો કોઇ યાત્રી મુસાફરી નથી કરવા માગતા તો તેઓ માટે રિફંડની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જ યાત્રીઓને દિલ્હી લઇ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -PM Modi Bihar visit : 'પંજા અને લાલટેને મળીને બિહારને લૂટ્યું,હવે મોદી કામ કરશે'
એર ઇન્ડિયાએ આ ફ્લાઇટ્સ રદ કરી
- દુબઈથી ચેન્નાઈ - AI906
- દિલ્હીથી મેલબોર્ન - AI308
- મેલબોર્નથી દિલ્હી - AI309
- દુબઈથી હૈદરાબાદ - AI2204
- પુણેથી દિલ્હી - AI874
- અમદાવાદથી દિલ્હી - AI456
- હૈદરાબાદથી મુંબઈ - AI-2872
- ચેન્નાઈથી મુંબઈ - AI571