AIR INDIA ની દિલ્હી-વોશિંગ્ટન ફ્લાઈટ વિયેનામાં અટકાવી દેવાઈ, જાણો કારણ...
- AIR INDIA ની દિલ્હીથી વોશિંગ્ટન જતી ફ્લાઈટને રદ કરાઈ
- ઓસ્ટ્રિયાના વિયેનામાં Refueling મામલે ફ્લાઈટ રદ કરાઈ
- 2 જુલાઈના રોજ ફ્લાઈટ નંબર AI103 દિલ્હીથી ટેકઓફ થઈ હતી
AIR INDIA : 12મી જૂને અમદાવાદમાં લંડન જતી ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અવાર નવાર એર ઈન્ડિયા વિષયક સમાચાર હેડલાઈન્સમાં પ્રસારિત થતા રહે છે. હવે એર ઈન્ડિયાની દિલ્હીથી વોશિંગ્ટન જતી ફ્લાઈટને ઓસ્ટ્રિયાના વિયેના (Vienna) માં રદ કરી દેવામાં આવી છે. હાલ પૂરતુ કારણ ફ્લાઈટના રિફ્યુઅલિંગ (Refueling) આપવામાં આવી રહ્યું છે. 2 જુલાઈના રોજ ફ્લાઈટ નંબર AI103 દિલ્હીથી વોશિંગ્ટન જવા રવાના થઈ હતી. આ ફ્લાઈટ રિફ્યુઅલિંગ માટે ઓસ્ટ્રિયાના વિયેનામાં રોકાઈ હતી. જ્યાં આ ફ્લાઈટને રદ કરી દેવામાં આવી છે.
મુસાફરો માટે કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્લાઈટને વિયેનામાં રિફ્યુઅલિંગ કરાવવાનું આયોજન હતું. જો કે ફ્લાઈટના રેગ્યુલર ચેકિંગ બાદ લાંબા સમય સુધી વિયેનામાં રોકાઈ હતી. આ જ કારણ છે કે વિયેનાથી વોશિંગ્ટન ડીસી (Washington DC) જતી ફ્લાઈટને રદ કરવામાં આવી હતી. પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે, વોશિંગ્ટન ડીસીથી વિયેના થઈને દિલ્હી જતી ફ્લાઈટ AI104 પણ રદ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં મુસાફરી કરનારા મુસાફરોને વૈકલ્પિક ફ્લાઈટ્સ પૂરી પાડવામાં આવી અને સંપૂર્ણ રિફંડ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Patanjali ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ કોઈપણ નકારાત્મક જાહેરાત પ્રસારિત ન કરે - દિલ્હી હાઈ કોર્ટ
અનેક ફ્લાઈટમાં થઈ રહી છે સમસ્યા
એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI103 બુધવારે બપોરે 12.45 કલાકે ટેકઓફ થઈ હતી. જે આજે ગુરુવારે રાત્રે 8.45 કલાકે વોશિંગ્ટન પહોંચવાની હતી. આ ફ્લાઈટને વિયેનામાં રદ કરવામાં આવી હતી. બધા મુસાફરોને વૈકલ્પિક ફ્લાઈટ અને રિફંડના ઓપ્શન આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટના પછી એર ઈન્ડિયા સતત સમાચારમાં છે. ટોક્યોના હનેડા એરપોર્ટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટને ગયા રવિવારે કેબિનમાં સતત ગરમ તાપમાનને કારણે કોલકાતા ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે, એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિમાન સુરક્ષિત રીતે ઉતર્યુ છે. આ પહેલા શનિવારે ચેન્નાઈ જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટને કેબિનમાં બળવાની ગંધ આવવાને કારણે મુંબઈ પરત ફરવું પડ્યું હતું.
આ પણ વાંચોઃ Madhya Pradesh : બાગેશ્વર ધામમાં ટેન્ટ તૂટી પડ્યો, એક ભક્તનું મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ