Air lines : શ્રીનગરથી પરત ફરતા મુસાફરોને રાહત, એરલાઈન્સે ભાડામાં કર્યો ઘટાડો
Air lines: પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીર ફરવા ગયેલા પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે. આ દરમિયાન એરલાઈન્સ કંપનીઓ દ્વારા શ્રીનગરથી દિલ્હી આવતી ફ્લાઈટ્સનું ભાડું Flight fare હવે ઘટાડ્યું છે. સરકારના હસ્તક્ષેપ બાદ શ્રીનગરથી દિલ્હી આવતી ફ્લાઈટ્સનું ભાડું 24 એપ્રિલના રોજ ઘટીને 10,000થી ઓછું થઈ ગયું છે.
સંકટના સમયમાં સરકાર અને એરલાઈન્સે મળીને સ્થિતિને કાબુમાં રાખવાની કોશિશ કરી હતી. ભાડું ઓછું થવું,(Flight fare) કેન્સલેશન Cancelation ચાર્જ માફ કરવો અને એકસ્ટ્રા ફ્લાઈટ્સના કારણે હવે લોકોનું શ્રીનગરથી પરત ફરવું આસાન થઈ ગયું છે.
શ્રીનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ
પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ શ્રીનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ફ્લાઈટ્સનું ભાડું એકદમ વધી ગયું હતું. જેને જોતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (The Ministry of Civil Aviation )બુધવારે એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં ભાડું સામાન્ય રાખવા અને કોઈપણ પ્રકારનો વધારો ન કરવા જણાવ્યું હતું. એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ શ્રીનગરથી દિલ્હી તથા મુંબઈ માટે એકસ્ટ્રા ફ્લાઈટ મુકી હતી. આ ઉપરાંત એરલાઈન્સે કેન્સલેશન ચાર્જ અને રિશેડ્યુલિંગ Rescheduling ચાર્જ પણ માફ કર્યા છે. આ છૂટ 30 એપ્રિલ સુધી આપવામાં આવી છે.
આ પણ વાંચો:Pahalgam Terror Attack : પહેલગામમાં 27 મોત માટે કોણ જવાબદાર? દેશ પુછી રહ્યો છે 10 સવાલ