Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખતમ નથી થઇ રહી એરલાઇન 'ગો ફર્સ્ટ'ની મુશ્કેલીઓ, 22 જૂન સુધી તમામ ફલાઇટ્સ રદ કરાઇ

આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન ગો ફર્સ્ટની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. કંપનીએ હવે 22 જૂન સુધી તેની ફ્લાઇટ્સ રદ કરી છે. કંપનીએ સોમવારે એક નિવેદન જારી કરીને તેની જાણકારી આપી હતી.કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે ઓપરેશનલ...
ખતમ નથી થઇ રહી એરલાઇન  ગો ફર્સ્ટ ની મુશ્કેલીઓ  22 જૂન સુધી તમામ ફલાઇટ્સ રદ કરાઇ
Advertisement

આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન ગો ફર્સ્ટની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. કંપનીએ હવે 22 જૂન સુધી તેની ફ્લાઇટ્સ રદ કરી છે. કંપનીએ સોમવારે એક નિવેદન જારી કરીને તેની જાણકારી આપી હતી.કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે ઓપરેશનલ કારણોસર તેણે આ નિર્ણય લેવો પડ્યો. તેમણે કહ્યું, અમને જણાવતા દુઃખ થાય છે કે ઓપરેશનલ કારણોસર, 22 જૂન, 2023 સુધી GoFirstની નિર્ધારિત ફ્લાઇટ્સ રદ રહેશે. ફ્લાઇટ રદ થવાથી થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. અમે સમજીએ છીએ કે ફ્લાઇટ રદ થવાને કારણે તમારી મુસાફરી યોજનાઓ પ્રભાવિત થઈ શકે છે. અમે તમામ પ્રકારની સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.

બુકિંગ અંગે કંપનીની આ અપેક્ષા
કંપનીએ વધુમાં કહ્યું છે કે તે ફ્લાઈટને સરળતાથી ચલાવવાના પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું છે કે, તમે બધા જાણો છો કે, કંપનીએ તાત્કાલિક ઉકેલ લાવવા અને કામગીરી શરૂ કરવા માટે અરજી કરી છે. અમે ટૂંક સમયમાં બુકિંગ લઈ શકીશું. તમારી ધીરજ બદલ અમે તમારો આભાર માનીએ છીએ.

Advertisement

અસરગ્રસ્ત ગ્રાહકોનો સંપર્ક કેવી રીતે કરવો
ગો ફર્સ્ટે તેના ગ્રાહકોને મદદ કરવા માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. GoFirst ના આ નિર્ણયથી પ્રભાવિત ગ્રાહકો સહાય માટે કસ્ટમર કેર નંબર 1800 2100 999 નો સંપર્ક કરી શકે છે. આ સિવાય feedback@flygofirst.com પર ઈમેલ મોકલીને પણ સંપર્ક કરી શકાશે. કંપનીએ તેના ગ્રાહકોને તેનો સંપર્ક કરવા અને તેમને કેવી રીતે મદદ કરી શકાય તે જણાવવા કહ્યું છે.

Advertisement

આ કંઇ પહેલીવાર નથી
આ પહેલીવાર નથી જ્યારે GoFirstએ તેની ફ્લાઇટ્સ રદ કરી હોય. કંપનીએ તાજેતરના મહિનાઓમાં વારંવાર આ નિર્ણય લેવો પડ્યો છે. કંપનીએ 3 મેના રોજ નાદારી માટે અરજી કરી હતી અને ત્યારથી ફ્લાઈટ્સ સતત રદ થઈ રહી છે. અગાઉ, GoFirstએ 19 જૂન સુધી ફ્લાઈટ્સ રદ કરવાની માહિતી આપી હતી અને ત્યારે પણ કંપનીએ લગભગ આ જ કારણ આપ્યું હતું.

તેવી માંગ વ્યથિત મુસાફરો કરી રહ્યા છે
GoFirstએ ફ્લાઈટ્સ કેન્સલ થવાને કારણે અસરગ્રસ્ત ગ્રાહકો માટે રિફંડની જાહેરાત કરી છે, પરંતુ ગ્રાહકો આ અંગે સતત ફરિયાદ કરી રહ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે તેમને રિફંડ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કંપની છેલ્લા એક મહિનાથી કામગીરી શરૂ કરવાની સમયમર્યાદામાં વધારો કરી રહી છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ ઉડ્ડયન મંત્રાલયના હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે.

Tags :
Advertisement

.

×