Ajit Pawar ના Flight Pilot Sumit Kumar અંગે મોટો ખુલાસો, અગાઉ બે..!
- Ajit Pawar નું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા નિધન
- Flight Pilot Sumit Kumar ને લઇને ચોંકાવનારી વિગતો સામે આવી
- આજની ઘટના ખાનગી ફ્લાઇટ ઓપરેટરો વિરૂદ્ધ સવાલો ઉઠાવે તેવી
Ajit Pawar Flight Pilot Sumit Kumar History : આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને મજબૂત જમીની નેતા અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. વિમાન દુર્ઘટનામાં તેમના સહિત પાંચ લોકોના મોત થયા છે. જે બાદ હવે વિમાનના પાઇલટ સુમિત કપૂર અંગે એક મોટો ખુલાસો થયો છે. કેપ્ટન સુમિત કપૂરનો ભૂતકાળ દારૂ અને સલામતીના નિયમોના ઉલ્લંઘનથી ભરેલો છે. તેમને અગાઉ દારૂના સેવન માટે ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. (Ajit Pawar Flight Pilot Sumit Kumar History)
બે વખત કાર્યવાહી કરાઇ (Ajit Pawar Flight Pilot Sumit Kumar)
અગાઉ સુમિત કપૂરની કરતૂતોના કારણે તેમને વગર પગારે રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. તેઓ બે વાર ફ્લાઇટ પહેલા કરવામાં આવતો આલ્કોહોલ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ ગયા હતા. સુમિત કપૂર વિરૂદ્ધ 13 માર્ચ, 2010 અને 24 એપ્રિલ, 2017 ના રોજ આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યસભામાં પિયુષ ગોયલના પ્રશ્નના તત્કાલીન નાગરિક ઉડ્ડયન મંત્રીના જવાબમાં તેમની સામે લેવાયેલી કાર્યવાહીનો સમાવેશ થાય છે.
15 હજાર કલાકથી વધુનો ઉડાનનો અનુભવ
નોંધનીય છે કે, કેપ્ટન સુમિત કપૂરને 15,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ હતો, પરંતુ તાજેતરના ખુલાસાઓથી તેમની વ્યાવસાયિક પ્રામાણિકતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સુમિત કપૂરને ત્રણ મહિના માટે પગાર વિના ઉડાન ફરજમાંથી રજા પર મૂકવામાં આવ્યા હતા. (Ajit Pawar Flight Pilot Sumit Kumar History)
આ પણ વાંચો ------ Ajit Pawar ના નિધન બાદ Sharad Pawar નું નિવેદન, કહ્યું 'રાજનીતિ નહીં'
કેપ્ટન સુમિત કપૂરના રેકોર્ડમાં બે મહત્વપૂર્ણ ઘટનાઓનો સમાવેશ (Ajit Pawar Flight Pilot Sumit Kumar)
- 13 માર્ચ, 2010 : ફ્લાઇટ નંબર S2-231 (દિલ્હી-બેંગલુરુ) ચલાવતા પહેલા દિલ્હી એરપોર્ટ પર બ્રેથ એનાલાઇઝર (BA) ટેસ્ટમાં તેમનો દારૂનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
- 7 એપ્રિલ, 2017 : કેપ્ટન સુમિતે સાત વર્ષ પછી પણ એ જ ભૂલનું પુનરાવર્તન કર્યું હતું. તેઓ દિલ્હીથી ગુવાહાટી જતી ફ્લાઇટ નંબર S2-4721 પર નશામાં ડ્યૂટી માટે પહોંચ્યા હતા, અને પકડાઇ ગયા હતા.
VIP વિમાનો ઉડાવવા પાછા ફર્યા
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આ લાપરવાહી સામે કડક વલણ અપનાવ્યું હતું, અને 24 એપ્રિલ, 2017 ના રોજ એક સત્તાવાર આદેશ જારી કર્યો હતો, જેમાં કેપ્ટન સુમિતને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ખાનગી ઓપરેટર સાથે VIP વિમાનો ઉડાવવા પાછા ફર્યા હતા. પરંતુ આજે જે બન્યું તે માનવું મુશ્કેલ છે. આજની ઘટના બાદ ખાનગી ફ્લાઇટ ઓપરેટર પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જેમણે નાયબ મુખ્યમંત્રીની સુરક્ષા શંકાસ્પદ રેકોર્ડ ધરાવતા પાઇલટને સોંપી હતી.
આ પણ વાંચો ------- Ajit Pawar ના Plane Crash બાદ લોકોના મનમાં આ સવાલો ઉઠ્યા


