ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અજિત કુમારનો પોર્ટુગલમાં ફરી ભયાનક અકસ્માત, કોઇ ગંભીર ઇજા નથી પહોંચી

તમિલ અભિનેતા અજિત કુમારનો પોર્ટુગલમાં અકસ્માત થઇ ગયો છે. જો કે તેમને કોઇ ઇજા નથી પહોંચી. આ ઘટનાની માહિતી અજિતે પોતે આપી હતી.
12:28 PM Feb 11, 2025 IST | KRUTARTH JOSHI
તમિલ અભિનેતા અજિત કુમારનો પોર્ટુગલમાં અકસ્માત થઇ ગયો છે. જો કે તેમને કોઇ ઇજા નથી પહોંચી. આ ઘટનાની માહિતી અજિતે પોતે આપી હતી.
Ajith Kumar Accident

નવી દિલ્હી :  અજિત એક મોટર સ્પોર્ટ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે ગયા હતા. જેના પ્રેક્ટિસ સેશન દરમિયાન રેસિંગ ટ્રેક પર તેમની ગાડીનો અકસ્માત થઇ ગયો હતો. એક ઇન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા અજિતે કહ્યું કે, અમે ફરીથી સારો સમય વિતાવી રહ્યા છીએ. અમારો એક નાનકડો અકસ્માત થઇ ગયો. સૌભાગ્યથી કોઇને કંઇ જ નથી થયું. અમે ફરીથી કાર રેસ જીતીશું અને પોતાનું ગૌરવ સ્થાપિત કરીશું. અમે તે મિત્રોનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ જેમણે દુર્ઘટના દરમિયાન અમારો સાથ આપ્યો.

ગત્ત મહિને પણ થયેલા અકસ્માતમાં બચ્યા

આ વર્ષે બીજી વખત અજિત દુર્ઘટનાનો શિકાર થયા હતા. ગત્ત મહિને 8 જાન્યુઆરીએ અજિતનો દુબઇમાં અકસ્માત થઇ ગયો હતો. ત્યારથી તેમને કોઇ ઇજા પહોંચી નહોતી. તેઓ 24H દુબઇ 2025 કાર રેસિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા માટે દુબઇમાં હતા. જેના માટે એક્ટરે 6 કલાક લાંબો પ્રેક્ટિસ સેશન કરી રહ્યા હતા. પ્રેક્ટિસ સેશન ખતમ થયાની થોડી મિનિટો પહેલા જ અજિતની પોર્શ કાર બૈરિયર સાથે ગંભીર રીતે ટકરાઇ ગઇ હતી.

આ પણ વાંચો : CM Yogi: મહાકુંભના 'મહાજામ' પર CM યોગીએ ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા

અજિત કુમારના પ્રૈક્ટિસ સેશનનો વીડિયો વાયરલ

અજિત કુમારના પ્રૈક્ટિસ સેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. વીડિયોમાં દેખાયું કે, અજિતની કાર અચાનક કંટ્રોલ ગુમાવી દે છે અને ટ્રેક પર અનેકવાર ઘુમતી જોવા મળી હતી. આગળ જઇને કાર બૈરિયરથી ખુબ જ ખરાબ રીતે ટકરાઇ જાય છે. તેના તુરંત બાદ અજિતને કારથી બહાર કાઢવામાં આવ્યો હતો.

અજિતની ફિલ્મે ભારતમાં ચાર દિવસમાં કમાયા 62 કરોડ

6 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી અજિત કુમારની ફિલ્મ વિદામુયાર્ચી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ઇન્ડિાયામાં આ ફિલ્મે માત્ર 4 દિવસમાં જ 62 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ઓવરઓલ કલેક્શનમાં ફિલ્મે 122 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હાલ અજિત અપકમિંગ ફિલ્મ ગુડ બૈડ અગ્લીની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મનું ડાયરેક્શન અધિક રવિચંદ્રને કર્યું છે.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક ડખો! પક્ષવિરોધી પ્રવૃત્તિઓ વધતા શરૂ કરી કડક કાર્યવાહી

Tags :
Actor Ajith Kumarajith kumarGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsTamil Actor Ajith Kumar
Next Article