Ajmer 1992 Sex Scandal : અજમેર કેસમાં 6 આરોપીઓને આજીવન કેદ, 5-5 લાખનો દંડ
- Ajmer બ્લેકમેલ કેસમાં આજીવન કેદની સજા
- POCSO કોર્ટે આપ્યો કડક નિર્ણય
- 6 આરોપીઓને આજીવન કેદ અને દંડ
Ajmer 1992 Sex Scandal : અજમેરના બહુચર્ચિત બ્લેકમેલ-રેપ કેસમાં પોક્સો કોર્ટ નંબર 2 એ આજે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ 6 આરોપીઓ નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, ઈકબાલ ભાટી, સલીમ ચિશ્તી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈનને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા અને રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો હતો.
6 દોષિતોને કોર્ટે આજીવન કેદની સંભળાવી સજા
જણાવી દઈએ કે આ તમામ આરોપીઓએ 1992માં યુવતીઓના અશ્લીલ ફોટા પાડી બ્લેકમેલ કરીને તેમના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ કેસમાં કોર્ટે 9 આરોપીઓને સજા ફટકારી છે. અજમેરમાં 32 વર્ષ પહેલા થયેલા દેશના સૌથી મોટા સેક્સ કાંડના 6 દોષિતોને જિલ્લા અદાલતે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે તેમના પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સજા સંભળાવતી વખતે તમામ 6 આરોપીઓ કોર્ટમાં હાજર હતા. એક આરોપી ઈકબાલ ભાટીને દિલ્હીથી એમ્બ્યુલન્સ મારફતે અજમેર (Ajmer) લાવવામાં આવ્યો હતો, બાકીના આરોપીઓ પહેલાથી જ કોર્ટમાં હાજર હતા. આ તમામ 6 આરોપીઓ સામે 23 જૂન 2001ના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ વર્ષે જુલાઈમાં સુનાવણી પૂર્ણ થઈ હતી.
એક આરોપી હજુ ફરાર
જણાવી દઈએ કે, આ કેસમાં કુલ 18 આરોપીઓ હતા, જેમાંથી 9ને સજા થઈ ચૂકી છે. આ કેસમાં 1 આરોપી હજુ ફરાર છે, જેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે.
આ રીતે શરૂ થયું આ ભયાનક સેક્સ સ્કેન્ડલ
આ કૌભાંડની શરૂઆતમાં ફારૂક ચિશ્તી નામના વ્યક્તિએ સૌ પ્રથમ સોફિયા સ્કૂલની એક છોકરીને ફસાવી હતી. તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ દરમિયાન તેણે તેની અશ્લીલ તસવીરો ખેંચી હતી. આ પછી તેણે આ અશ્લીલ તસવીરો દ્વારા તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેણીને શાળાની અન્ય છોકરીઓને ફસાવવાનું કહેવાનું શરૂ કર્યું હતું. યુવતીને તેના મિત્રોને પણ ફાર્મ હાઉસમાં લઈ જવાની ફરજ પડી હતી. આ બધા સાથે દુષ્કર્મ અને બ્લેકમેલનો ખેલ ચાલુ રહ્યો હતો.
છોકરીઓએ આત્મહત્યા કરી
પોલીસથી લઈને પ્રશાસન સુધી કોઈએ યુવતીઓની મદદ કરી નહીં. અંતે હાર સ્વીકારીને યુવતીઓએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો હતો. 6-7 યુવતીઓની આત્મહત્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આ મામલે FIR નોંધવામાં આવી હતી. આ સેક્સ સ્કેન્ડલના ખુલાસા બાદ અજમેરમાં ભૂકંપ આવી ગયો હતો. ન્યાય માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તપાસ દરમિયાન જે બાબતો સામે આવી તેનાથી પોલીસની પણ ઉંઘ હરામ થઈ ગઈ હતી.
18 લોકોની ધરપકડ
પોલીસે રમખાણોના ડરથી મામલો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર સેક્સકાંડને ખોટો જાહેર કર્યો હતો. કોર્ટે સીબીસીઆઈડીને તપાસ સોંપી હતી. રિપોર્ટમાં 18 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાકને જામીન પર છોડવામાં આવ્યા હતા અને કેટલાક હજુ પણ જેલના સળિયા પાછળ સજા કાપી રહ્યા છે. ફારૂક ચિશ્તી સહિત 4 આરોપીઓની સજામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. રાજસ્થાન સરકારે આને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. દેશના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલને ત્રણ દાયકા વીતી ગયા છે.
આ પણ વાંચો: Ajmer 1992 Sex Scandal : દુષ્કર્મ અને બ્લેકમેલ કેસમાં 6 દોષિત, સજાની થશે ઘોષણા