Akash NG નું કરાયું સફળ પરીક્ષણ, શત્રુઓના યુદ્ધવિમાનોનો કાળ છે આ સ્વદેશી મિસાઈલ
. આકાશ-એનજી મિસાઇલે પરીક્ષણ દરમિયાન 50 કિમી દૂર રહેલા 'બંશી' ટાર્ગેટ ડ્રોનને સફળતાપૂર્વક નષ્ટ કર્યું.
. નવી ડુઅલ-પલ્સ મોટર ટેકનોલોજીને કારણે મિસાઇલ હવે વધુ ઝડપી અને લાંબા અંતરના હવાઈ ખતરાઓ સામે લડવા સક્ષમ બની છે.
. આ મિસાઇલ સિસ્ટમ દુશ્મનના વિમાનો અને લો-ફ્લાઈંગ ક્રૂઝ મિસાઇલો માટે 'કાળ' સાબિત થશે, જે ભારતની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
Akash NG Missile: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ દરમિયાન ઘણાં દેશોની વચ્ચે પણ તણાવપૂર્ણ સ્થિતિ છે. તેવામાં ભારત પણ સતત પોતાની સૈન્ય ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે. આ કડીમાં ડીઆરડીઓની સ્વદેશી મિસાઈલ તકનીક Akash NG ને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. આકાશ નેક્સ્ટ જેન મિસાઈલની મારક ક્ષમતા વધીને 50 કિલોમીટર સુધી કરવામાં આવી છે. આ સ્વદેશી મિસાઈલ 50 કિલોમીટર સુધી ટાર્ગેટ પર ચોક્સાઈપૂર્વક નિશાન લગાવવામાં સફળ સાબિત થઈ છે.
Akash NG ની મારક ક્ષમતા વધી
ડીઆરડીઓએ Akash NG મિસાઈલની મારક ક્ષમતામાં વધારો નવી ડુઅલ-પલ્સ મોટરના સફળ પરીક્ષણ બાદ કર્યો છે. આ નવી તકનીકથી હવે આ મિસાઈલ શત્રુઓના ફાઈટર જેટ્સને લઈને વધુ ઘાતક બની ગઈ છે. હવે હવાઈ ખતરાઓને સરળતાથી જ તોડી પાડવાની ક્ષમતા Akash NG થી વધુ લાંબા અંતર માટે પ્રાપ્ત થઈ ચુકી છે. આર્મ્મેંટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટના પ્રમુખ અંકાથી રાજૂએ કહ્યુ છે કે આ ટેસ્ટ બાદ સપાટી પરથી હવામાં પ્રહાર કરનારી આ મિસાઈલ રડાર પર સરળતાથી પકડમાં આવશે નહીં.
આ પણ વાંચો: Future Brahmashtra: ભારતની પહેલી હાઈપરસોનિક ગ્લાઈડ મિસાઈલ પરેડમાં છવાઈ
Akash NG ની કેવી રીતે વધી રેન્જ?
આના પહેલા આકાશ મિસાઈલોમાં રેમજેટ એન્જિનનો ઉપયોગ થતો હતો. જો કે નવી આકાશ નેક્સ્ટ જેન મિસાઈલમાં એક ખાસ ડુઅલ-પલ્સ સોલિડ રોકેટ મોટર લગાવવામાં આવી છે. આ મોટર બે અલગ-અલગ ફેઝમાં થ્રસ્ટ પેદા કરે છે. ARDE ના અધિકારીઓ મુજબ, આ મિસાઈલ પોતાના એક્શન દરમિયાન વધુ ઝડપથી અને સારા દાંવથી કાર્યવાહી કરવામાં સક્ષમ છે.
ખાસ છે મિસાઈલ ક્ષમતાનું આ પરિવર્તન
આકાશ એનજીની મારક ક્ષમતામાં વધારાથી હવે તે યુદ્ધવિમાનો, ક્રૂઝ મિસાઈલો અને વધુ ગતિવાળા ડ્રોન્સને પણ આસાનીથી નિશાન બનાવી શકે છે. આ એવા ટાર્ગેટ હોય છે, જેમને જૂની એર ડિફેન્સ સિસ્ટમ પકડી શકતી ન હતી. આ મિસાઈલની રેન્જમાં સૌથી મોટો સુધારો તેના પ્રોપલ્શન સિસ્ટમમાં કરવામાં આવેલા ફેરફારને કારણે થયો છે.
આ પણ વાંચો: IAF IN ACTION: આકાશ-NG સિસ્ટમનું સફળ ટેસ્ટિંગ, લૉ અને હાઈ ટાર્ગેટ ઈન્ટરસેપ્ટ કરી કર્યા હિટ
AKASH મિસાઈલ સિસ્ટમની વિશેષતાઓ
. હવે આ 50 કિલોમીટરના અંતર સુધી પ્રભાવી ઢંગથી હુમલો કરી શકે છે
. આ મિસાઈલ સપાટી પરથી હવામાં પ્રહાર કરનારી SAM મિસાઈલ બેટરીઓ સાથે મળીને એક મજબૂત સુરક્ષા કવચ બનાવી શકે છે
. તેનાથી મહત્વપૂર્ણ ઠેકાણાઓ અને સીમાવર્તી વિસ્તારોને પણ વધુ સુરક્ષા મળશે
આ પણ વાંચો: ભારતની હાઈપરસોનિક છલાંગ: 12 મિસાઈલ પ્રોજેક્ટની સ્પીડ બદલનારી 12 મિનિટની આગ
મિસાઈલે કેવી રીતે પરીક્ષણમાં ટાર્ગેટને નિશાન બનાવ્યો?
પરીક્ષણ દરમિયાન આકાશ-એનજી મિસાઈલે 50 કિલોમીટરની પૂર્ણ રેન્જ પર એક ઝડપી બંશી પાયલટલેસ ટાર્ગેટ એરક્રાફ્ટનું સફળતાપૂર્વક ઈન્ટરસેપ્ટ કર્યું અને નષ્ટ કરી દીધી. બંશી ડ્રોનને ખાસ કરીને એવા મુશ્કેલ ટાર્ગેટ પર એક્શન માટે જાણવામાં આવે છે કે જેમાં જમીનના ઘણી નજીકથી ઉઢતી ક્રૂઝ મિસાઈલો અથવા અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ (UAVs) સામેલ છે.
આ પણ વાંચો: MPATGM મિસાઈલનું સફળ પરીક્ષણ, ફાયર એન્ડ ફરગેટ ટેકનીક પર કરે છે કામ


