મમતાની હારની અસર ઉત્તર પ્રદેશમાં ! Akhilesh Yadav એ I-PAC સાથેનો કોન્ટ્રાકટ કર્યો રદ
- બંગાળમાં મમતાની હાર બાદ Akhilesh Yadavમાં!
- ચૂંટણી રણનીતિકાર કંપની I-PAC સાથે છેડો ફાડ્યો
- 2027ની ચૂંટણી માટે અગાઉ કરવામાં આવ્યો હતો સોદો
- TMC ની કારમી હાર બાદ સપા પ્રમુખે નિર્ણય બદલ્યો
Akhilesh Yadav : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના રાજકારણમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના આંચકાજનક પરિણામો બાદ હવે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (INDI Alliance) માં મોટા ફેરફારોની શરૂઆત થઈ છે. સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) એક મોટું પગલું ભરતા ચૂંટણી વ્યૂહરચના બનાવતી પ્રખ્યાત કંપની I-PAC સાથેનો કરાર રદ (Deal Cancelled) કર્યો છે.
Akhilesh Yadav : શું હારના ડરે રણનીતિ બદલાઈ ?
મળતી માહિતી મુજબ, અખિલેશ યાદવે 2027 ની વિધાનસભા ચૂંટણી (2027 Assembly Elections) માટે I-PAC કંપનીને જવાબદારી સોંપી હતી. જોકે, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મમતા બેનર્જીની કારમી હાર (Major Defeat) બાદ અખિલેશ યાદવે સાવચેતીનું પગલું ભર્યું છે. પશ્ચિમ બંગાળમાં TMC ની ચૂંટણી વ્યવસ્થાપન (Election Management) ની જવાબદારી I-PAC પાસે હતી, પરંતુ ત્યાં મમતા બેનર્જી પોતે પોતાની બેઠક હારી ગયા અને પાર્ટીનું પ્રદર્શન નબળું રહ્યું. આ ઉપરાંત, તપાસ એજન્સી ED દ્વારા I-PAC વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને પણ આ નિર્ણય પાછળનું એક કારણ માનવામાં આવી રહ્યું છે.
શાહજહાંપુરથી ચૂંટણી તૈયારીઓનો પ્રારંભ
અખિલેશ યાદવ હવે કોઈ પણ જોખમ લેવા માંગતા નથી અને તેમણે અત્યારથી જ મેદાનમાં ઉતરી જવાનું નક્કી કર્યું છે. તેઓ આજે શાહજહાંપુર (Shahjahanpur) ની મુલાકાતે છે. શાહજહાંપુર જિલ્લામાં 6 વિધાનસભા બેઠકો છે અને આ તમામ બેઠકો હાલ ભાજપ (BJP) પાસે છે. અહીં મુસ્લિમ મતદારો (Muslim Voters) નું પ્રમાણ નોંધપાત્ર હોવા છતાં સમાજવાદી પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.
અખિલેશ યાદવ હવે તેમના પારંપરિક MY સમીકરણ (MY Equation - Muslim Yadav) ને ફરીથી મજબૂત કરવા માટે સ્થાનિક કાર્યકરો અને બૂથ સ્તરના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે. તેમનો હેતુ સંગઠનને પાયાના સ્તરે મજબૂત બનાવીને 2027માં સત્તામાં વાપસી કરવાનો છે.


