ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મતદાન માટે ગયેલા Akshay Kumar ને વૃદ્ધ શખ્સે રોક્યા, કહ્યું- ભાઈ મારા ટોયલેટનું શું?

અક્ષય કુમાર મુંબઈમાં મતદાન કરવા ગયા ત્યારે એક વૃદ્ધ વ્યક્તિએ તેમને રોકીને 2018 માં બનાવેલા બાયો ટોયલેટ અંગે ફરિયાદ કરી. વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે શૌચાલય સડી ગયું છે અને તેની જાળવણી માટે દરરોજ ખર્ચ કરવો પડે છે. અક્ષયે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સાથે મળીને જુહુ બીચ પર આ શૌચાલય લગાવ્યું હતું. અક્ષયે વૃદ્ધ વ્યક્તિને કહ્યું કે તે BMC સાથે વાત કરશે
03:02 PM Nov 20, 2024 IST | Hardik Shah
અક્ષય કુમાર મુંબઈમાં મતદાન કરવા ગયા ત્યારે એક વૃદ્ધ વ્યક્તિએ તેમને રોકીને 2018 માં બનાવેલા બાયો ટોયલેટ અંગે ફરિયાદ કરી. વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે શૌચાલય સડી ગયું છે અને તેની જાળવણી માટે દરરોજ ખર્ચ કરવો પડે છે. અક્ષયે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સાથે મળીને જુહુ બીચ પર આ શૌચાલય લગાવ્યું હતું. અક્ષયે વૃદ્ધ વ્યક્તિને કહ્યું કે તે BMC સાથે વાત કરશે
Akshay Kumar and Old Man Viral Video

Akshay Kumar and Old Man Viral Video : મહારાષ્ટ્રમાં આજે વિધાનસભાની ચૂંટણી 2024 માટે મતદાન થઇ રહ્યું છે. કુલ 288 બેઠકો માટે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સામાન્ય નાગરિકથી લઇને બોલિવૂડના સ્ટાર્સ તમામ વોટિંગ બૂથમાં જોવા મળી રહ્યા છે. ત્યારે બાલિવૂડના ખેલાડી કુમાર કહેવાતા અક્ષય કુમાર પણ પોતાનો મત આપવા માટે ગયા હતા. ત્યારે તેમની સાથે કઇંક એવું થયું જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. શું થયું આવો જાણીએ આ આર્ટિકલમાં...

મતદાન કરવા જતા અક્ષયને વૃદ્ધ શખ્સે રોક્યા

મુંબઈમાં બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર જ્યારે મતદાન કરવા પહોંચ્યા, ત્યારે એક એવી ઘટના બની જે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. જીહા, જ્યારે અક્ષય કુમાર પોતાનું મતદાન કરવા માટે બૂથ પર પહોંચ્યા, ત્યારે એક વૃદ્ધ વ્યક્તિએ તેમને રોકી તેમને 2018માં બનેલા બાયો ટોયલેટ અંગે ફરિયાદ કરી. વડીલનું કહેવું હતું કે તે શૌચાલય સડી ગયું છે અને તેની જાળવણી માટે દરરોજ ખર્ચ કરવો પડે છે. આ શૌચાલય અક્ષયે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સાથે મળી જુહુ બીચ પર રહેતા લોકોના ઘરમાં લગાવ્યું હતું. વીડિયો મુજબ જે વાતચીત થઇ તે પ્રમાણે કે વૃદ્ધ વ્યક્તિ કહે છે કે, અક્ષય તમે જે શૌચાલય બનાવ્યું હતું તે હવે સડી ગયું છે. તે છેલ્લા 3-4 વર્ષથી આ શૌચાલયની જાળવણી કરી રહ્યા છે.

જેના જવાબમાં અક્ષયે કહ્યું કે, 'ઠીક છે, ચાલો તેના પર કામ કરીએ.' હું BMC સાથે વાત કરીશ. પછી તે વ્યક્તિએ અક્ષયને કહ્યું, તે લોખંડનું બનેલું છે તેથી તે દરરોજ સડે છે. અમારે દરરોજ તેમાં પૈસા રોકાણ કરવા પડે છે. અક્ષય જવાબ આપે છે, 'ચાલો કઇક કરીશું, ચાલો વાત કરીએ.' હું BMC સાથે વાત કરી લઇશ. આના પર વડીલ અક્ષયને કહે છે, 'તારે બોક્સ આપવું પડશે, હું મૂકી દઈશ અને બીજું કંઈ કરવાનું નથી.' અક્ષય કહે છે, 'મેં બોક્સ પહેલેથી જ આપી દીધું છે.' ત્યારે વ્યક્તિ કહે છે, તે સડેલું છે. તેના પર અક્ષય કહે છે કે જો તે સડશે તો BMC તેની સંભાળ લેશે.

ટોયલેટ એક પ્રેમ કથા ફિલ્મ બાદ શૌચાલય સ્થાપિત કરાયું હતું

અક્ષય કુમારની ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથા વર્ષ 2017માં રીલિઝ થઈ હતી. તે સમયે ટ્વિંકલ ખન્નાએ જુહુ બીચની તસવીર પોસ્ટ કરીને ધ્યાન દોર્યું હતું કે લોકો ખુલ્લામાં શૌચ કરી રહ્યા છે. આ પછી, વર્ષ 2018 માં, અક્ષય કુમારે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સાથે મળીને જુહુ અને વર્સોવા બીચ પર 10 લાખ રૂપિયાના બાયો ટોયલેટ લગાવ્યા હતા.

આ પણ વાંચો:  Maharashtra Election : ગઢચિરોલીમાં સૌથી વધુ મતદાન, જલગાંવ અને મુંબઈમાં ઓછું! જાણો ક્યા કેટલું થયું મતદાન

Tags :
akshay kumarAkshay Kumar and senior citizen discussionAkshay Kumar BMC interactionAkshay Kumar viral voting videoAkshay Kumar voting incidentBio-toilet complaintBio-toilet deterioration complaintBio-toilet maintenance controversyBollywood celebrities at polling boothsBollywood stars votingGujarat FirstHardik ShahJuhu beach bio-toilet issueMaharashtra Assembly Elections 2024Maharashtra elections voter turnoutSenior citizen confronts Akshay KumarToilet Ek Prem Katha impactViral video Akshay Kumar voting
Next Article