"બધાં હિંદુ PM મોદીના પક્ષમાં એકજૂટ": Bengal ના ટ્રેન્ડ્સ પર સુવેંદુ અધિકારીની પ્રતિક્રિયા
. સુવેન્દુ અધિકારીના મતે સનાતની અને હિંદુ વોટર્સના એકતરફી મતદાનને કારણે ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે
. મમતા બેનર્જી સામે ભવાનીપુર બેઠક પર સુવેન્દુએ લીડ મેળવવાનો અને ફરીથી પરાજય આપવાનો દાવો કર્યો
. માલદા અને મુર્શિદાબાદ જેવા વિસ્તારોમાં મુસ્લિમ મતો વહેંચાવાને કારણે ટીએમસીને મોટું નુકસાન થવાની સંભાવના
West Bengal Election Result: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) ની મતગણતરીના ટ્રેન્ડ્સમાં ભાજપ (BJP) ટીએમસી (TMC) થી આગળ ચાલી રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળ ભાજપના વરિષ્ઠ નેતા અને સંભવિત મુખ્યમંત્રી પદના દાવેદારોમાંથી એક સુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) એ એક મોટું નિવેદન આપ્યું છે. મમતા બેનર્જી (Mamata Benerjee) સામે ભવનાપુર (Bhavanipur) બેઠક પરથી ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ કહ્યુ છે કે તમામ હિંદુ નરેન્દ્ર મોદી (PM Modi) ના પક્ષમાં એકજૂટ છે. ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ કહ્યુ છે કે હિંદુ (Hindu) મતદાતાઓએ એકતરફી વોટિંગ કર્યું છે. જ્યારે મુસ્લિમ વોટર્સ વિભાજીત થયા. તેમણે ભાજપની જીતનો પણ દાવો કર્યો છે.
#WATCH | Kolkata: On the early trends, West Bengal LoP and BJP candidate from Nandigram and Bhabanipur, Suvendu Adhikari, says, "This time there's a Hindu consolidation, and the way Muslims vote for TMC, they have not done that this time. Some votes have gone to the pro-Muslim… pic.twitter.com/i9DA3Lpq8B
— ANI (@ANI) May 4, 2026
ભવાનીપુરમાં Mamata Benerjee ને ફરીથી હરાવીશ : સુવેન્દુ અધિકારી
સુવેંદુ અધિકારીએ ભાજપને ટ્રેન્ડસમાં મળતી સરસાઈ પર કહ્યુ છે કે ભારતીય જનતા પાર્ટી બંગાળમાં સરકાર બનાવવા જઈ રહી છે. પહેલા રાઉન્ડમાં વોટોની ગણતરી બાદ અમે લોકો 135 બેઠકો પર આગળ ચાલી રહ્યા છીએ. ભવાનીપુરથી અમે ચૂંટણી જીતીશું. 10 રાઉન્ડ બાદ અમે આગળ થઈ જઈશું. હિંદુ વોટર્સે એકતરફી વોટિંગ ક્રયું છે. નંદીગ્રામના ભવાનીપુરમાં પુનરાવર્તન થશે. મુસ્લિમ વોટ વિભાજીત થયા છે. આ વખતે ચૂંટણી ગત વખતની જેમ નથી.
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેંદુ અધિકારી નંદીગ્રામ અને ભવાનીપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેમણે કહ્યુ છે કે ભવાનીપુરમાં પહેલા રાઉન્ડમાં મુસ્લિમ વિસ્તાર હતો જેમાં હું લગભગ 2000 વોટથી પાછળ હતો. બીજા રાઉન્ડ બાદ , જે હિંદુ બહુલ વિસ્તાર છે, તેમાં હું 2200 વોટથી આગળ ચાલી રહ્યો છું. મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યા છે. હું દરેક એ હિંદુ અને સનાતનીને ધન્યવાદ આપવા ચાહું છું કે જેમણે મારા પક્ષમાં વોટ આપ્યો છે.ભવાનીપુરમાં મમતા બેનર્જી ફરી એકવાર હારશે.
#WATCH | Kolkata: As counting continues, West Bengal LoP and BJP candidate from Nandigram and Bhabanipur, Suvendu Adhikari, says, "In Bhabanipur, the first round was of the Muslim area in which I conceded a deficit of approx 2000 votes. After the second round, which was a Hindu… pic.twitter.com/LvbPhi7qbc
— ANI (@ANI) May 4, 2026
બંગાળમાં ભાજપની બનશે સરકાર: Suvendu Adhikari
મતગણતરી વચ્ચે સુવેન્દુ અધિકારીએ કહ્યુ છે કે આ વખતે હિંદુઓનું એકીકરણ થયું છે અને જે રીતે મુસ્લિમ ટીએમસીને વોટ આપતા આવ્યા છે, તેવું તેમણે આ વખતે કર્યું નથી. કેટલાક વોટ મુસ્લિમોના હિતૈષી દળોને ગયા છે. ભાજપને પણ કેટલાક વોટ મળ્યા છે. જો કે તેની સંખ્યા ઓછી છે. મને નંદીગ્રામમાં મુસ્લિમ બૂથોમાં આટલા સારા પ્રદર્શનની આશા ન હતી. પીએમ મોદીએ પોતાના નેતૃત્વમાં બંગાળની પ્રગતિની જે ગેરેન્ટી આપી હતી, તે તેમના પક્ષમાં રહી છે.
સુવેંદુ અધિકારીએ કહ્યુ છે કે ભાજપ સરકાર બનાવી રહી છે. સત્તા વિરોધી લહેર છે. સાથે જ હિંદુ દળ કમળના પક્ષમાં એકજૂટ છે. આ અમારા માટે ઘણાં સારા સંકેત છે ખાસ કરીને માલદા, મુર્શિદાબાદ અને ઉત્તર દિનાજપુરમાં મુસ્લિમ (Mulsim) વોટોના વિભાજન પણ થયા છે. તેમણે કહ્યુ છે કે આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મતદાતાઓએ ટીએમસીનો સાથ આપ્યો નથી. હિંદુ વોટ ભાજપના પક્ષમાં એકજૂટ થયા છે.
#WATCH | Kolkata: On the early trends, West Bengal LoP and BJP candidate from Nandigram and Bhabanipur, Suvendu Adhikari, says, "BJP is forming the government with a clear mandate. The educated, Hindu people of Kolkata have rejected Mamata Banerjee; this is what the initial… pic.twitter.com/mZnFyNllFG
— ANI (@ANI) May 4, 2026
આ પણ વાંચો: Bengal માં રાહુલ ગાંધીના બંને હાથમાં લાડુ!: મમતા જીતે કે ભાજપ, કૉંગ્રેસ માટે ગુડ ન્યૂઝ


