Amarnath Yatra guidelines 2026: રજીસ્ટ્રેશન કરાવતા પહેલા આ 5 વાત જાણી લેજો, નહીંતર પવિત્ર ગુફા સુધી પહોંચવું બનશે મુશ્કેલ
- Amarnath Yatra guidelines 2026 : આ વખતે નિયમોમાં મોટો ફેરફાર!
- 3 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી 57 દિવસ ચાલશે પવિત્ર અમરનાથ યાત્રા
- દરેક શ્રદ્ધાળુ માટે RFID ટેગ ફરજિયાત, લાઈવ લોકેશન ટ્રેકિંગ થશે
- 8 એપ્રિલ 2026 પછીના હેલ્થ સર્ટિફિકેટ જ રજીસ્ટ્રેશન માટે ગ્રાહ્ય રહેશે
- 13 થી 70 વર્ષની વયના ભક્તો જ કરી શકશે બાબા બરફાનીના દર્શન
- પહેલગામ અને બાલટાલ બંને રૂટ પર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી સજ્જ
Amarnath Yatra guidelines 2026 : હિમાલયની પહાડીઓમાં 3,888 મીટરની ઊંચાઈએ બિરાજતા બાબા બરફાનીના દર્શન કરવા એ માત્ર ધાર્મિક પ્રવાસ નથી, પણ આસ્થા અને અગ્નિપરીક્ષાનો સંગમ છે. વર્ષ 2026 ની પવિત્ર અમરનાથ યાત્રા (Amarnath Yatra 2026) ની તારીખો અને નવા સુરક્ષા નિયમો જાહેર થઈ ગયા છે. આ વર્ષે યાત્રા 3 જુલાઈ 2026 થી શરૂ થઈને 28 ઓગસ્ટ 2026 (રક્ષાબંધન) સુધી એમ કુલ 57 દિવસ ચાલશે.
Amarnath Yatra guidelines 2026 : હવે RFID કાર્ડ વગર નો એન્ટ્રી
શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (Shri Amarnathji Shrine Board) દ્વારા આ વખતે સુરક્ષામાં મોટો ફેરફાર કરાયો છે. દરેક શ્રદ્ધાળુ માટે "RFID કાર્ડ" ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ એક એવું સ્માર્ટ કાર્ડ છે જે દરેક યાત્રીના ગળામાં લટકેલું હોવું જોઈએ. આ ટેગ દ્વારા તંત્ર યાત્રીની લાઈવ લોકેશન (Live Location Tracking) ટ્રેક કરી શકશે, જેથી જો કોઈ યાત્રી રસ્તો ભૂલે કે કુદરતી હોનારત સર્જાય તો તુરંત મદદ પહોંચાડી શકાય.
ફિટનેસમાં કડકાઈ: 8 એપ્રિલ પછીના જ સર્ટિફિકેટ માન્ય
પહાડો પર ઓક્સિજન ઓછો હોવાથી સ્વાસ્થ્યની તપાસ હવે વધુ કડક બની છે. 8 એપ્રિલ 2026 કે ત્યારબાદ સત્તાવાર હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલું હેલ્થ સર્ટિફિકેટ (Compulsory Health Certificate) જ માન્ય ગણાશે. રજીસ્ટ્રેશન (Registration) માટે આધાર કાર્ડ અને મેડિકલ ફિટનેસ સૌથી અનિવાર્ય છે. 13 વર્ષથી ઓછી અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ 6 અઠવાડિયાથી વધુ ગર્ભવતી મહિલાઓ આ યાત્રામાં જોડાઈ શકશે નહીં.
છેતરપિંડીથી સાવધાન અને તૈયારી
બોર્ડે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈ પણ એજન્ટ કે અજાણી લિંક દ્વારા બુકિંગ ન કરવું. માત્ર સત્તાવાર બેંકો અને વેબસાઈટ દ્વારા જ પરમિટ (Yatra Permit) મેળવવી. યાત્રા પર જતા પહેલા હળવી કસરત અને વૉકિંગ શરૂ કરી દેવું હિતાવહ છે. ગરમ કપડાં અને જરૂરી દવાઓ સાથે રાખવી, કારણ કે બાબાના ધામમાં કુદરત ગમે ત્યારે મિજાજ બદલી શકે છે.
આ પણ વાંચો : Garud Puran: શું તમે જાણો છો? નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા? ગરુડ પુરાણમાં છુપાયેલું છે આ રહસ્ય


