Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

90 Hour Work ના વિવાદ વચ્ચે જાણો વિશ્વના કયા દેશોમાં સૌથી વધારે થાય છે કામ?

L&T Chairman એસએન સુબ્રહ્મણ્યન દ્વારા કર્મચારીઓને અઠવાડીયામાં 90 કલાક કામ કરવાની સલાહ તે સમયે સોશિયલ મીડિયા પર વિવાદનો વિષય બની ચુક્યું છે.
90 hour work ના વિવાદ વચ્ચે જાણો વિશ્વના કયા દેશોમાં સૌથી વધારે થાય છે કામ
Advertisement
  • L&T ના ચેરમેન એસએન સુબ્રહ્મણ્યનનું નિવેદન ચર્ચામાં
  • ભુતાનના લોકો અઠવાડીયામાં કરે છે સૌથી વધારે કામ
  • ભારત સૌથી વધારે કામ કરતા લોકોની યાદીમાં 8 મા સ્થાને

L&T Chairman એસએન સુબ્રહ્મણ્યન દ્વારા કર્મચારીઓને અઠવાડીયામાં 90 કલાક કામ કરવાની સલાહ તે સમયે સોશિયલ મીડિયા પર વિવાદનો વિષય બની ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત પહેલાથી જ સૌથી લાંબા વીકલી વર્ક ઓવર વાળી યાદીમાં છે.

એલએન્ડટીના હેડનું નિવેદન ચર્ચાનો વિષય

દેશમાં હાલના સમયે 90 Hours Work Week નો મુદ્દો સમાચારોમાં છે. એન્જીનિયરિંગ સેક્ટરની દિગ્ગજ કંપની લાર્સન એન્ટ્ર ટુબ્રોના ચેરમેન એસએન સુબ્રહ્મણ્યન દ્વારા પોતાના કર્મચારીઓને અઠવાડીયામાં 90 કલાક કામ કરવા માટેની સલાહ આપવામાં આવી છે, તો ફરી એકવાર એવો જ હોબાળો થયો જેવો ગત્ત વર્ષે ઇન્ફોસિસ કો ફાઉન્ડર એનઆર નારાયણમૂર્તિના અઠવાડીયામાં 70 કલાક કામની ભલામણ બાદ થયો હતો. આ બધા વચ્ચે શું તમે જાણો છો કે આખરે વિશ્વના કયા દેશમાં લોકો એક અઠવાડીયામાં સૌથી વધારે કામ કરે છે?

Advertisement

આ પણ વાંચો : Deodar: ‘મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે’ ઓગડ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ધુણ્યો ભુવો!

Advertisement

વિશ્વમાં સરેરાશ 40-50 કલાક કામ

ભારતમાં તમે ઘણી વાર સાંભળ્યું હશે કે અમારી ઓફીસ જવાનો ટાઇમને ફિક્સ છે, જો કે પરત આવવાનો નહીં. જો કે જણાવી દઇએ કે, સમગ્ર વિશ્વમાં એવરેજ વીકલી વર્ક ઓવર 40-5- કલાક વચ્ચે છે. જો કે અનેક દેશ એવા પણ છે જ્યાં આ નિશ્ચિત લિમિટ કરતા વધારે કલાક સુધી કામ કરાવાય છે. જોકે શાર રીતે હાઇ ઇનકમ ધરાવતા ડેવલપ દેશોમાં વિકલી અવર્સ ઓછા રાખવામાં આવે છે, તો તેને ઓવર ટાઇમ રિવોર્ડ પણ આપવામાં આવે છે.

Working Hours

શું કહે છે આંકડા?

ભારતમાં ભલે 70 અને 90 કલાક કામનો મુદ્દો ગરમાયેલો છે. જો કે આંકડા જોઇએ તો પહેલાથી જ ભારત વિશ્વના સૌથી વધારે કામ કરનારા દેશોમાં છે. ઇન્ડિયા ટુડેના સપ્ટેમ્બર મહિનાના એક રિપોર્ટમાં છપાયેલા રિપોર્ટમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના આંકડાનો હવાલો ટાંકતા જણાવ્યું કે, સરેરાશ ભારતીય કર્મચારીઓ અઠવાડીયામાં 46.7 કલાક કામ કરે છે.

આ પણ વાંચો : BZ Finance Scam ને લઈ CID ક્રાઇમના હાથે મહત્વના પુરાવા લાગ્યા

આ દેશોમાં સૌથી વધારે વીકલી વર્ક ઓવર

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અનુસાર વિશ્વમાં એક અઠવાડીયામાં સૌથી વધારે કામ કરાવનારા દેશોમાં ટોપ પર ભૂટાન છે. જ્યાં 54.4 કલાક અઠવાડીયાનું કામ થાય છે. આ ઉપરાંત UAE 50ય9 કલાક, કોંગો 48.6 કલાક, કતર 48 કલાક સાથે ટોપ 10 ની યાદીમાં છે. અન્ય દેશોમાં ભારત સહિત બાંગ્લાદેશ, પાકિસ્તાન, ચીન જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. અન્ય દેશોમાં કામના કલાકો પર નજર કરીએ. ...

કેમ 90 કલાકનો કામનો મુદ્દો ગરમાયો

હવે વાત કરીએ તો આખરે કેમ ભારતમાં 90 કલાક કામનો મુદ્દો ગરમ છે તો જણાવીએ કે એલએન્ડટી ચેરમેન એસએન સુબ્રહ્મણ્યને પોતાના કર્મચારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ અંગે વાતચીત કરતા તેમને સપ્તાહમાં 90 કલાક કમ કરવા માટેની સલાહ આપી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, ઘરે રહીને પોતાની પત્નીને કેટલી જોયા કરશો. ઘરે ઓછું અને ઓફિસમાં વધારે સમય આપો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલ થવા લાગ્યા હતા. બીજી તરફ એલએન્ડટી કંપનીએ એક નિવેદન બહાર પાડીને ચેરમેનના નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી.

આ પણ વાંચો : EVM એટલે દરેક મત મુલ્લાઓની વિરુદ્ધ, મહારાષ્ટ્રના મંત્રીનું વિવાદિત નિવેદન

કંપનીએ કરી સ્પષ્ટતા

90 કલાક કામ મામલે ટ્રોલ થયા બાદ એલએન્ટીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, આ ભારતનો દશક છે. એક એવો સમય જ્યારે ગ્રોથને આગળ વધારવા અને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું આપણો સંયુક્ત દૃષ્ટિકોણને સાકાર કરા માટે સામુહિક સમર્પણ અને પ્રયાસની જરૂર છે. અમારા ચેરમેનની ટિપ્પણી આ મહત્વકાંક્ષાને દર્શાવવાનો જ એક પ્રયાસ છે. જે તે બાબત પર જોર આપે છે કે, અસાધારણ પરિણામ માટે અસાધારણ પ્રયાસની જરૂર હોય છે.

આ પણ વાંચો : Cyber Fraud: જીવનસાથી માટે એપ્લિકેશન પર વિશ્વાસ કરવો ભારે પડ્યો! આ વ્યક્તિ સાથે જે થયું તે વાંચી તમે પણ ચોંકી જશો

Tags :
Advertisement

.

×