Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Waqf Act : વિવાદ વચ્ચે PM મોદીને મળ્યો દાઉદી વોરા સમાજ,જાણો શું થઈ ચર્ચા

દાઉદી વોરા સમાજ PM મોદીને મળ્યા વક્ફ અંગે આભાર વ્યક્ત કર્યો અમારી લાંબા સમયથી પડતર માંગ હતી   Waqf Act: વક્ફ સુધારા કાયદાને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે સુપ્રીમ કોર્ટમાં વકફ એક્ટ (Waqf Act)પરના વિવાદ અંગે સુનાવણી ચાલી રહી...
waqf act   વિવાદ વચ્ચે pm મોદીને મળ્યો દાઉદી વોરા સમાજ જાણો શું થઈ ચર્ચા
Advertisement
  • દાઉદી વોરા સમાજ PM મોદીને મળ્યા
  • વક્ફ અંગે આભાર વ્યક્ત કર્યો
  • અમારી લાંબા સમયથી પડતર માંગ હતી

Waqf Act: વક્ફ સુધારા કાયદાને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે સુપ્રીમ કોર્ટમાં વકફ એક્ટ (Waqf Act)પરના વિવાદ અંગે સુનાવણી ચાલી રહી છે. તો બીજી તરફ દાઉદી વોરા (Dawoodi Bohra community)સમુદાયના લોકો PM મોદીને મળ્યા (PM Naredra Modi)અને વકફ એક્ટ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Advertisement

વક્ફ કાયદો મુસ્લિમોના કલ્યાણ માટે જરૂરી

વક્ફ સુધારા કાયદાને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે. મોદી સરકાર આ કાયદાને મુસ્લિમોના કલ્યાણ માટે જરૂરી ગણાવી રહી છે.ત્યારે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પક્ષો અને અનેક મુસ્લિમ સંગઠનો વકફ સુધારા કાયદાને મુસ્લિમો વિરુધી ગણાવી રહ્યા છે. વકફ સુધારા કાયદા વિરુદ્ધની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલુ છે.બીજી તરફ, દાઉદી બોહરા સમુદાયના લોકોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે અને વકફ સુધારા કાયદા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદી તથા સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ  વાંચો -Waqf Act : યોગી સરકારની મોટી કાર્યવાહી, 58 એકર વકફ જમીન કરાવી મુક્ત

PM મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો

આજે ગુરુવારે,દાઉદી બોહરા સમુદાયના એક પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને વકફ સુધારા કાયદા માટે તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે અમારી લાંબા સમયથી પડતર માંગ હતી. પરંતુ વડાપ્રધાનના સબકા સાથ,સબકા વિકાસ,સબકા વિશ્વાસના વિઝનમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ  વાંચો -india vs pak : પાકિસ્તાનના સેના પ્રમુખના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ

બિલને મંજૂરી મળી ગઈ હતી.

દાઉદી બોહરા સમુદાયના પ્રતિનિધિઓએ એમ પણ કહ્યું કે આ કાયદો તેમની લાંબા સમયથી પડતર માંગ હતી, જેને કેન્દ્ર સરકારે પૂર્ણ કરી છે અને તેમના હિતોનું રક્ષણ કર્યું છે. આ અંગે, વડા પ્રધાન મોદીએ પ્રતિનિધિઓને ખાતરી પણ આપી હતી કે તેમની સરકાર દેશના તમામ વર્ગોના કલ્યાણ માટે સમર્પિત છે.તમને જણાવી દઈએ કે વક્ફ સુધારા બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા પછી, તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે મોકલવામાં આવ્યું હતું, જ્યાંથી બિલને મંજૂરી મળી ગઈ હતી. હવે આ બિલ કાયદો બની ગયું છે. આ પછી સુપ્રીમ કોર્ટમાં વક્ફ એક્ટ વિરુદ્ધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેના પર સુનાવણી ચાલી રહી છે.

Tags :
Advertisement

.

×