Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અભિષેક-એશ્વર્યા બચ્ચનના છુટાછેડાની અફવા વચ્ચે આરાધ્યાએ કર્યો કોર્ટ કેસ, જાણો શું છે સમગ્ર મામલો

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઇકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેણે પોતાના સ્વાસ્થય અંગે છે.
અભિષેક એશ્વર્યા બચ્ચનના છુટાછેડાની અફવા વચ્ચે આરાધ્યાએ કર્યો કોર્ટ કેસ  જાણો શું છે સમગ્ર મામલો
Advertisement
  • આરાધ્યાએ રાઇટ ટું પ્રાઇવસીનો મામલો ટાંક્યો
  • આરાધ્યાની અંગત માહિતી સોશિયલ મીડિયા પર થઇ રહી છે પોસ્ટ
  • આરાધ્યાએ નવી દિલ્હી હાઇકોર્ટના અંગે પણ કરી હતી અરજી

નવી દિલ્હી : અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઇકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેણે પોતાના સ્વાસ્થય અંગે છે. આ મામલે કાર્યવાહી કરતા કોર્ટે ગૂગલ સહિત અનેય અનેક વેબસાઇટોને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે.

ખુબ જ ખ્યાતનામ સ્ટારકિડ પૈકીની એક

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બોલિવુડની સૌથી ફેમસ સ્ટારકીડ પૈકીની છે. આરાધ્યા અવાર નવાર કોઇને કોઇ કારણે સમાચારોમાં રહે છે. ફૈંસ તેમની દરેક એક્ટિવિટી પર નજર રાખે છે. બીજી તરફ આરાધ્યાએ દિલ્હી હાઇકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. અરાધ્યાની અરજી પર કાર્યવાહી કરતા દિલ્હી હાઇકોર્ટે ગુગલ અને અન્ય અનેક વેબસાઇટોને નોટિસ ઇશ્યું કરી છે. આ મામલે આગામી સુનાવણી 17 માર્ચે થશે. આ મામલો સ્ટારકિડની હેલ્થ અંગે કેટલીક મિસલીડિંગ માહિતી અંગેો છે.

Advertisement

આ પણ વાંચો : ગૌ-તસ્કરોના હવે એન્કાઉન્ટર થશે, જેનું દૂધ પીધું તેની હત્યા કરનારા રાક્ષસ જ હોઇ શકે

Advertisement

શું છે સમગ્ર મામલો?

અરાધ્યાના વકીલે હાઇકોર્ટને જણાવ્યું કે, કેટલાક અન્ય અપલોડર પણ હજી હાજર નથી થયા અને તેમનો બચાવ કરવાનો અધિકાર પહેલા જ બંધ કરવામાં આવી ચુક્યો છે. તે અગાઉ પણ અરાધ્યા તરપથી પોતે નાબાલિક હોવાની દલીલ આપતા પોતાના અંગે ખોટું રિપોર્ટિંગ કરવા પર પ્રતિબંધની માંગ કરી હતી. અરજીમાં અભિષેક અને એશ્વર્યાની પુત્રી આરાધ્યા અંગે ભ્રામક માહિતી આપવા અંગે ચુકાદો આપવા માટે અપીલ કરવામાં આવી હતી.

બચ્ચન પરિવારની દલીલ

આ મામલે ન્યાયમૂર્તિ મીની પુષ્કરણાએ બચ્ચન પરિવારના વકીલની તમામ દલીલો સાંભળી અને આ વાત પર સંમતી વ્યક્ત કરી અને પ્રતિવાદી અને અપલોડર્સ આ મામલે કોર્ટમાં રજુ નથી થયા. તેવામાં તેમની પાસે પોતાના બચાવ માટે કોઇ પણ સફાઇ રજુ કરવાની તક પૂર્ણ થઇ ચુકી છે. આ મામલે આગામી સુનાવણી 17 માર્ચના રોજ થશે. બચ્ચ પરિવારે આ ચુકાદો બાળકી આરાધ્યાના રાઇટ ટુ પ્રાઇવેસી અને તેમના સ્વાસ્થયની સુરક્ષાને ધ્યામાં રાખતા લેવાયો છે.

આ પણ વાંચો : UCC: ‘ગુજરાત સરકારના નિર્ણયને આવકારીએ છીએ’ UCC મુદ્દે ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહનું નિવેદન

યુટ્યુબર્સ પર લગાવ્યો હતો પ્રતિબંધ

અગાઉ 2023 માં દિલ્હી હાઇકોર્ટ ન એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યાના સ્વાસ્થય અંગે ખોટી માહિતી શેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ દરમિયાન કોર્ટે તે વાત પર જોર આપ્યું કે, કોઇ પણ બાળક હોય પછી તે સેલેબ્રિટી હોય કે પછી સામાન્ય નાગરિક, આદર અને સન્માનનો હકદાર છે. કોઇ પણ બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થય અંગે ખોટી માહિતી ફેલાવવી ખોટી અને સંપુર્ણ અસ્વીકાર્ય છે.

આ પણ વાંચો : Gujarat : UCC કાયદાથી સમાજને મોટો ફાયદો - દક્ષેશ ઠાકર

Tags :
Advertisement

.

×