Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Amit Shah kerala : ગૃહમંત્રી અમિતભાઇ શાહે કર્યો મોટો દાવો, હવે કેરળમાં 'કમળ' ખીલશે!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળમાં ભાજપની મજબૂત સ્થિતિનો દાવો કરતા જણાવ્યું કે, આસામ અને ઉત્તર પ્રદેશની જેમ કેરળમાં પણ ભાજપ ટૂંક સમયમાં સરકાર બનાવશે. તેમણે LDF અને UDF પર ભ્રષ્ટાચાર અને 'મેચ ફિક્સિંગ'નો આરોપ લગાવતા કહ્યું કે માત્ર ભાજપ જ રાજ્યને સુરક્ષા અને વિકાસ આપી શકે છે. શાહે કાર્યકરોમાં જોશ ભરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે ૨૦૪૭ સુધીમાં કેરળમાં ભાજપનો મુખ્યમંત્રી હશે.
amit shah kerala    ગૃહમંત્રી અમિતભાઇ શાહે કર્યો મોટો દાવો   હવે કેરળમાં  કમળ  ખીલશે
Advertisement
  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે કેરળમાં આપ્યું મોટું નિવેદન (Amit Shah kerala)
  • કેરળમાં પણ ભાજપની બનશે સરકાર
  • અમિતભાઇ શાહે LDF અને UDF પર કર્યા પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કેરળમાં ભાજપના વધતા વર્ચસ્વ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભલે કેરળમાં ભાજપનો માર્ગ સરળ રહ્યો નથી, પરંતુ પાર્ટી સતત મજબૂત થઈ રહી છે અને હવે રાજ્યમાં સરકાર બનાવવા તરફ મક્કમતાથી આગળ વધી રહી છે. અમિતભાઇ શાહે વધુમાં કહ્યું કે, જે રીતે ઉત્તર પ્રદેશ અને આસામમાં ભાજપે પરિવર્તન આણ્યું છે, તે જ કહાણી હવે કેરળમાં દોહરાવાશે.

Amit Shah kerala : અમિતભાઇ શાહે LDF અને UDF પર કર્યા પ્રહાર

નોંધનીય છે કે LDF અને UDF પર 'મેચ ફિક્સિંગ'નો આરોપ કેરળમાં સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓને સંબોધતા અમિત શાહે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આ બંને ગઠબંધન ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને "મેચ ફિક્સિંગ" માં સામેલ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ ગઠબંધન કેરળનો વિકાસ કે સુરક્ષા સુનિશ્ચિત કરી શકે તેમ નથી.

Advertisement

Advertisement

Amit Shah kerala : કેરળમાં ખીલશે કમળ!

આસામ, મણિપુર અને UPના ઉદાહરણોથી કાર્યકરોમાં ભર્યો જોશ ગૃહમંત્રીએ કાર્યકરોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, ભાજપ એક સમયે આસામમાં માત્ર બે બેઠકો જીતતું હતું, આજે ત્યાં બીજી વાર સરકાર છે. મણિપુરમાં ક્યારેય ખાતું નહોતું ખુલ્યું, ત્યાં પણ આજે ભાજપ સત્તામાં છે. ત્રિપુરા અને ઉત્તર પ્રદેશમાં પણ સખત મહેનતના જોરે ભાજપે સત્તા હાંસલ કરી છે. અમિત શાહે દાવો કર્યો કે ભાજપનું લક્ષ્ય 2047 સુધીમાં 'વિકસિત ભારત' સાથે કેરળમાં પણ ભાજપનો મુખ્યમંત્રી જોવાનું છે.

કેરળની ઓળખ અને સુરક્ષાનું રક્ષણ અમિત શાહે સ્વીકાર્યું કે કેરળમાં કમળ ખીલવવું પડકારજનક હતું, પરંતુ લાખો સમર્પિત કાર્યકરોની મહેનત હવે રંગ લાવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપનું અંતિમ લક્ષ્ય કેરળને રાષ્ટ્રવિરોધી શક્તિઓથી બચાવવાનું અને રાજ્યની સદીઓ જૂની શ્રદ્ધા અને ઓળખનું રક્ષણ કરવાનું છે.

આ પણ વાંચો: Mahayuti Manifesto : BMC ચૂંટણી માટે મહાયુતિએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, મહિલાઓને અપાશે બસ ભાડામાં 50%ની છૂટ!

Tags :
Advertisement

.

×