Language Controversy : ગુલામીની માનસિકતા છોડો.., ભાષા વિવાદ વચ્ચે અમિત શાહની અપીલ
- રાજ્ય વચ્ચે ભાષા વિવાદ જોવા મળ્યો
- ભાષા વિવાદને લઈ કેન્દ્રીય ગૃહમંત્રીનું નિવેદન
- ભાષા ફક્ત સંદેશાવ્યવહારનું માધ્યમ નથી:અમિત શાહ
Language Controversy : તમિલનાડુમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ભાષા વિવાદ જોવા મળ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય વધુ એક ભાષા યુદ્ધ માટે તૈયાર છે. હવે આ સમગ્ર મામલે કેન્દ્રીય ગૃહમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે હિન્દી (Amit Shah on Hindi Language)બધી ભારતીય ભાષાઓની મિત્ર છે. તેનો કોઈ સાથે કોઈ સ્પર્ધા નથી. ભાષા ફક્ત સંદેશાવ્યવહારનું માધ્યમ નથી, તે રાષ્ટ્રનો આત્મા છે.
ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવુ જોઇએ- અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોઈ પણ ભાષાનો વિરોધ નથી. કોઈ પણ વિદેશી ભાષાનો વિરોધ ન હોવો જોઈએ, પરંતુ આગ્રહ પોતાની ભાષાને ગૌરવાન્વિત કરવાનો હોવો જોઇએ. આગ્રહ પોતાની ભાષા બોલવાનો હોવો જોઇએ. આગ્રહ પોતાની ભાષામાં વિચારવાનો હોવો જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે ગુલામીની માનસિકતાથી મુક્ત થવું જોઈએ અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાની ભાષા પર ગર્વ ન કરે. પોતાની ભાષામાં પોતાની વાત નહીં કહે, ત્યાં સુધી આપણે ગુલામીની માનસિકતાથી મુક્ત થઈ શકીએ નહીં.
આ પણ વાંચો -Op BIHALI : ઉધમપુરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
ભાષા માત્ર સંવાદનું માધ્યમ નથી પણ રાષ્ટ્રની આત્મા
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે જ્યાં સુધી દેશનો સવાલ છે ભાષા માત્ર સંવાદનું માધ્યમ નથી પણ રાષ્ટ્રની આત્મા છે. ભાષાઓને જીવિત રાખવી અને સમૃદ્ધ બનાવવી મહત્વપૂર્ણ છે. આવનારા દિવસોમાં તમામ ભારતીય ભાષાઓ અને ખાસ કરીને રાજભાષા માટે સારા પ્રયાસો કરવા જોઇએ
આ પણ વાંચો -Axiom 4 Mission : શુભાંશુ શુક્લાનું અવકાશયાન ISS માં ઉતર્યું,જુઓ VIDEO
હિંદી ભારતીય ભાષાઓની મિત્ર- અમિત શાહ
તેમણે એમ પણ કહ્યું કે હિંદી કોઇ ભારતીય ભાષાની દુશ્મન ન હોઇ શકે. હિંદી તો ભારતીય ભાષાઓની મિત્ર છે. હિંદી અને ભારતીય ભાષાઓ મળીને આપણા સ્વાભિમાન કાર્યક્રમને તેના લક્ષ્ય સુધી પહોંચાડે છે. તેમણે કહ્યું કે સરકારી કામકાજમાં ભારતીય ભાષાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવોજોઇએ. ન કે માત્ર કેન્દ્ર સરકારમાં જ. પરંતુ રાજ્ય સરકારમાં પણ ઉપયોગ કરવી જોઇએ. આ માટે અમે રાજ્યોને પણ સંપર્ક કરીશુ.
ભારતીય ભાષાઓનું ઉજ્જવળ ભવિષ્ય
ગૃહમંત્રી શાહે વધુમાં કહ્યું કે JEE, NEET, CUET હવે 13 ભાષાઓમાં લેવામાં આવી રહી છે. પહેલા તમે CAPF કોન્સ્ટેબલ ભરતી માટે ફક્ત અંગ્રેજી અથવા હિન્દીમાં અરજી કરી શકતા હતા. અમે તેને ફ્લેક્સીબલ બનાવ્યુ અને 13 ભાષાઓમાં પરીક્ષાની મંજૂરી આપી. આજે મને એ કહેતા આનંદ થાય છે કે 95% ઉમેદવારો તેમની માતૃભાષામાં કોન્સ્ટેબલ પરીક્ષા આપી રહ્યા છે. આ દર્શાવે છે કે આગામી દિવસોમાં ભારતીય ભાષાઓનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે.