Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah: 'પહેલગામ હુમલાનો એક પણ ગુનેગાર બચશે નહીં...' કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર

જાહેરમંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રીનો આતંકના આકાઓને લલકાર પહલગામ આતંકી હુમલા બાદ પહેલીવાર બોલ્યા અમિતભાઈ શાહ મોદી સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિઃઅમિતભાઈ શાહ કાયરતાપૂર્ણ હુમલાનો જવાબ આપીને રહીશુંઃઅમિતભાઈ શાહ AmitShah Statement ;કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પહલગામ આતંકવાદી...
amit shah   પહેલગામ હુમલાનો એક પણ ગુનેગાર બચશે નહીં     કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર
Advertisement
  • જાહેરમંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રીનો આતંકના આકાઓને લલકાર
  • પહલગામ આતંકી હુમલા બાદ પહેલીવાર બોલ્યા અમિતભાઈ શાહ
  • મોદી સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિઃઅમિતભાઈ શાહ
  • કાયરતાપૂર્ણ હુમલાનો જવાબ આપીને રહીશુંઃઅમિતભાઈ શાહ

AmitShah Statement ;કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પહલગામ આતંકવાદી હુમલામાં (PahalgamAttack )સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. અમે બધા હુમલાખોરોને એક પછી એક મારી નાખીશું. આતંકવાદીઓ પ્રત્યે અમારી નીતિ શૂન્ય સહિષ્ણુતાની છે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમે 27 નિર્દોષ લોકોની હત્યાનો બદલો લઈશું, અમે એક પછી એક આતંકવાદીઓને (AmitShah Statement) મારીશું. લડાઈ હજુ પૂરી થઈ નથી.

આતંકવાદ સામે મજબૂતીથી લડત આપીશું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને ચેતવણી આપી છે કે તેઓ એવું ન વિચારે કે તેમણે "યુદ્ધ જીતી લીધું છે". પહેલગામ આતંકવાદી હુમલા પછી પોતાની પહેલી જાહેર ટિપ્પણીમાં શાહે કહ્યું, "લડાઈ હજુ પૂરી થઈ નથી. આતંકવાદીઓએ એવું ન વિચારવું જોઈએ કે આપણા 27 લોકોની હત્યા કર્યા પછી તેમણે યુદ્ધ જીતી લીધું છે." તેમણે કહ્યું, "જો કોઈ કાયર હુમલો કરે છે અને તેને પોતાની મોટી જીત માને છે, તો એક વાત સમજો, આ નરેન્દ્ર મોદીની સરકાર છે, કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અમારો સંકલ્પ આ દેશના ખૂણે ખૂણેથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો છે અને આ સિદ્ધ થશે. આ લડાઈમાં માત્ર 140 કરોડ ભારતીયો જ નહીં પરંતુ આખું વિશ્વ ભારતની સાથે ઊભું છે."

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Pakistani Citizen: પાકિસ્તાનની નફ્ફટાઈ! વાઘા બૉર્ડર પર પોતાના દેશના નાગરિકોને જ નો એન્ટ્રી!

ભારત સાથે સમગ્ર દુનિયાનો સાથઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું, "આ આતંકવાદ સામેની લડાઈમાં વિશ્વના તમામ દેશો એક થઈને ભારતના લોકો સાથે ઉભા છે. હું આ સંકલ્પને દોહરાવવા માંગુ છું કે જ્યાં સુધી આતંકવાદનો નાશ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે અને જેમણે તેને અંજામ આપ્યો છે તેમને ચોક્કસપણે યોગ્ય સજા આપવામાં આવશે." કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "આજે હું જનતાને કહેવા માંગુ છું કે અમે 90ના દાયકાથી કાશ્મીરમાં આતંકવાદ ચલાવનારાઓ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર મજબૂતીથી લડી રહ્યા છીએ. આજે, તેઓએ એવું ન વિચારવું જોઈએ કે તેમણે આપણા નાગરિકોના જીવ લઈને યુદ્ધ જીતી લીધું છે. હું આતંક ફેલાવનારા બધાને કહેવા માંગુ છું કે આ લડાઈનો અંત નથી; દરેક વ્યક્તિને યોગ્ય જવાબ આપવામાં આવશે.

આ પણ  વાંચો -India Pakistan Tension : પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક આકરો નિર્ણય લેવાની તૈયારી

પાકિસ્તાન પર ભારતની કડક કાર્યવાહી

તમને જણાવી દઈએ કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક નિર્ણયો લઈ રહ્યું છે. સરકારે બુધવારે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો નિર્ણય લીધો. અગાઉ, હુમલાના બીજા દિવસે, 23 એપ્રિલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા.

Tags :
Advertisement

.

×