ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Shah on Retirement : રાજનીતિમાંથી રિટાયર્ડમેન્ટ બાદ શું કરશે અમિત શાહ? કર્યો મોટો ખુલાસો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવૃતના પ્લાનનો કર્યો ખુલાસો હું મારું જીવન વેદ, ઓર્ગેનિક ખેતીના અભ્યાસ માટે સમર્પિત કરીશ ઓર્ગેનિક ખેતી ઘણા ફાયદા છે   Amit Shah on Retirement : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતે રાજનીતિમાંથી નિવૃત (Amit Shah retirement)થયા...
07:32 PM Jul 09, 2025 IST | Hiren Dave
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવૃતના પ્લાનનો કર્યો ખુલાસો હું મારું જીવન વેદ, ઓર્ગેનિક ખેતીના અભ્યાસ માટે સમર્પિત કરીશ ઓર્ગેનિક ખેતી ઘણા ફાયદા છે   Amit Shah on Retirement : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતે રાજનીતિમાંથી નિવૃત (Amit Shah retirement)થયા...
Amit Shah retirement

 

Amit Shah on Retirement : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતે રાજનીતિમાંથી નિવૃત (Amit Shah retirement)થયા બાદ શું કરશે તે અંગે મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું, મેં નક્કી કર્યું છે કે રાજકારણમાંથી નિવૃત્તિ લીધા પછી હું મારું જીવન વેદ, ઉપનિષદ અને ઓર્ગેનિક ખેતીના અભ્યાસ માટે સમર્પિત કરીશ. ઓર્ગેનિક ખેતી (natural farming)એક વૈજ્ઞાનિક પ્રયોગ છે જેના ઘણા ફાયદા છે.

મારી પાસે ગૃહ મંત્રાલય કરતાં પણ મોટો વિભાગ છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જ્યારે હું દેશનો ગૃહમંત્રી બન્યો ત્યારે લોકો મને કહેતા હતા કે તમારી પાસે એક મોટો અને મહત્વનો વિભાગ છે, પરંતુ જે દિવસે મને સહકારી મંત્રી બનાવવામાં આવ્યો, ત્યારે મને લાગ્યું કે મારી પાસે ગૃહ મંત્રાલય કરતાં પણ મોટો વિભાગ છે જે દેશના ખેડૂતો, ગરીબો, ગામડાઓ અને પ્રાણીઓ માટે કામ કરે છે.

પોતાની પ્રસિદ્ધિ માટે કંઈ કર્યું નહીં

અમિત શાહે આગળ જણાવ્યું હતું કે કહ્યું ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં સહકારી સંસ્થાઓ આવેલી છે અને આજે ત્યાં એક કરોડ રૂપિયા કમાય છે. આ ત્રિભુવન ભાઈ પટેલનો મુખ્ય વિચાર હતો. પરંતુ તેમણે પોતાના જીવનમાં પોતાના નામ માટે કંઈ કર્યું નહીં. જ્યારે મેં સંસદમાં તેમનું નામ લીધું, ત્યારે દેશમાં પ્રશ્ન એ હતો કે તે કોણ છે? આટલું મોટું કામ કરવા છતાં, તેમણે પોતાની પ્રસિદ્ધિ માટે કંઈ કર્યું નહીં.

આ પણ  વાંચો -MP Diamond Mines: એક હીરાએ પલટી કિસ્મત ! શ્રમિક રાતોરાત થયો માલામાલ

કોંગ્રેસે ત્રિભુવન કાકાના નામનો સતત વિરોધ કર્યો

અમિત સઆહે જણાવ્યું હતું કે આ જ કારણે કોંગ્રેસના વિરોધ છતાં અમે યુનિવર્સિટીનું નામ ત્રિભુવન કાકાના નામ પરથી રાખ્યું હતું. કોંગ્રેસે ત્રિભુવન કાકાના નામનો સંસદમાં સખત વિરોધ કર્યો હતો. મેં આ યુનિવર્સિટી ફક્ત તેમના નામે જ બનાવવામાં આવશે તેની સખત ટીકા કરી હતી. સમગ્ર ગુજરાતની મહિલાઓ ત્રિભુવન કાકાને આશીર્વાદ આપે છે. તેમના નામે યુનિવર્સિટી બનાવવી એ ખૂબ મોટી વાત છે.

આ પણ  વાંચો -Maharashtra શિવસેનાના MLAની લાફાવાળી, દાળ પર ઉકળ્યા નેતાજી

ગુજરાતની મહિલાઓ 80 હજાર કરોડનો વ્યવસાય

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ત્રિભુવન કાકાએ ગુજરાતમાં સાચા સહકારનો પાયો નાખ્યો હતો. આ કારણે આજે ગુજરાતની મહિલાઓ 80 હજાર કરોડનો વ્યવસાય કરે છે જે આપણા માટે ગૌરવની વાત છે. જ્યારે મારો જન્મ થયો ત્યારે બનાસકાંઠામાં અઠવાડિયામાં એક વાર નહાવા માટે પાણી મળતું હતું. બનાસકાંઠા અને કચ્છમાં પાણીની ઘણી સમસ્યા હતી. આજે અહીં એક પરિવાર દૂધમાંથી વર્ષે એક કરોડ રૂપિયા કમાય છે. આ ખૂબ મોટી વાત છે.

Tags :
Amit Shah retirementcooperative ministryIndian Politicsnatural farmingpost-politics plansUpanishadsVedas
Next Article