Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah : પાકિસ્તાનની સેનાને 100 કિમી અંદર ઘૂસીને પાઠ ભણાવ્યો

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના 22મા શપથ સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ પાકિસ્તાન પર આકરા વાકપ્રહારો કર્યા છે. તેમણે ઓપેરશન સિંદૂર અંતર્ગત ભારતીય જવાનોએ કરેલ કાર્યવાહીની પ્રશંસા કરી છે. વાંચો વિગતવાર.
amit shah   પાકિસ્તાનની સેનાને 100 કિમી અંદર ઘૂસીને  પાઠ ભણાવ્યો
Advertisement
  • 100 કિમી અંદર ઘૂસીને પાકિસ્તાનની સેનાને પાઠ ભણાવ્યો
  • બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના 22મા શપથ સમારોહમાં Amit Shah નું સૂચક સંબોધન
  • BSF દ્વારા અત્યંત સંવેદનશીલ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદોને સુરક્ષિત કરાઈ

Amit Shah : આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના 22મા શપથ સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ સૂચક સંબોધન કર્યુ છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનની સેનાને 100 કિમી અંદર ઘુસીને ભારતીય સેનાએ પાઠ ભણાવ્યો હતો. તેમણે 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) માટે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આખી દુનિયા હવે આપણા સશસ્ત્ર દળો અને તેમની પ્રહાર ક્ષમતાઓની પ્રશંસા કરી રહી છે.

'ઓપરેશન સિંદૂર'ની પ્રશંસા કરી

22મા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના શપથ સમારોહમાં Amit Shah એ પોતાના સંબોધનમાં ઓપરેશન સિંદૂર અને આ ઓપરેશનમાં ભારતીય જવાનોએ કરેલ કાર્યવાહીની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા આપણા નિર્દોષ પર્યટકોને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી મોદી (Prime Minister Modi) એ કહ્યું હતું કે, આનો યોગ્ય જવાબ આપવામાં આવશે અને આજે તે જવાબ સ્પષ્ટ છે. આખી દુનિયા હવે આપણા સશસ્ત્ર દળો અને તેમની પ્રહાર ક્ષમતાઓની પ્રશંસા કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે, જ્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે, એક ફોર્સ સરહદ પર સુરક્ષા પૂરી પાડશે, ત્યારે BSF ને 2 સૌથી મુશ્કેલ સરહદો - બાંગ્લાદેશ અને પાકિસ્તાનની રક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તમારી ક્ષમતાઓને જોતાં તમે સરહદ પર ખૂબ સારી સુરક્ષા પૂરી પાડી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Bihar elections પહેલા CM એક્શન મોડમાં! નીતિશ કુમાર દિલ્હીના પ્રવાસે

2014 પછી સ્થિતિ બદલાઈ ગઈ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે BSF ના શપથ સમારોહમાં જણાવ્યું કે, ભૂતકાળમાં પાકિસ્તાને અનેક હુમલા કર્યા પરંતુ તેમને યોગ્ય જવાબ મળ્યો નહીં. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, ત્યારે પહેલો મોટો હુમલો ઉરી (URI) માં થયો જેમાં આપણા સૈનિકોને નિશાન બનાવવામાં આવ્યા અને ભારતે સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા દુશ્મનના ક્ષેત્રમાં ઘૂસીને જવાબ આપ્યો. જ્યારે પુલવામા હુમલો થયો, ત્યારે ભારતીય સેનાએ હવાઈ હુમલાઓ દ્વારા જડબાતોડ જવાબ આપ્યો. હવે 22મી એપ્રિલે Pahalgam Terrorist Attack બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા ફરી એકવાર આતંકવાદીઓના મહત્વના ઠેકાણાઓનો નાશ કર્યો છે.

આ પણ વાંચોઃ Punjab: ભ્રષ્ટાચાર વિરુદ્ધ CM માનની મોટી કાર્યવાહી, પોતાના જ MLA પર લીધું મોટું એક્શન