Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત પર ગૃહમંત્રી અમિતભાઇ શાહે ટીમને અભિનંદન પાઠવ્યા,પાક.પર કસ્યો તંજ

ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર મેદાનમાં પાકિસ્તાનને ધૂળ ચટાડીને કરોડો ભારતીયોનું દિલ જીતી લીધું છે. આ જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ જે અંદાજમાં પ્રતિક્રિયા આપી છે, તેનાથી પાકિસ્તાની ફેન્સમાં સન્નાટો છવાઈ ગયો છે. બીજી તરફ સીએમ યોગીએ આ જીતને આધ્યાત્મિક પર્વ સાથે જોડીને નવો જ ઉત્સાહ જગાડ્યો છે
t20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત પર ગૃહમંત્રી અમિતભાઇ શાહે ટીમને અભિનંદન પાઠવ્યા પાક પર કસ્યો તંજ
Advertisement
  • ભારતે પાકિસ્તાનને 61 રને આપી કરારી હાર (Amitbhai Shah Satire on Pakistan)
  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે ઇન્ડિયા ટીમને આપ્યા અભિનંદન
  • અમિતભાઇ શાહે પાકિસ્તાન પક તંજ કસ્યો

ICC T20 વર્લ્ડ કપ 2026 (ICC T20 World Cup 2026) માં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત બાદ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક વિજય પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ (Amit Shah) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સહિતના દિગ્ગજ નેતાઓએ ટીમ ઈન્ડિયાને (Team India) અભિનંદન પાઠવ્યા છે.

Amitbhai Shah Satire on Pakistan : પરિણામ હંમેશા એકસરખું રહે છે

મેચ પૂર્ણ થતાની સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પાકિસ્તાન પર વેધક કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું કે, "ટીમ ઈન્ડિયા દ્વારા શાનદાર પ્રદર્શન. ફોર્મેટ, સ્થળ અને તારીખો બદલાઈ શકે છે, પરંતુ #IndvsPak નું પરિણામ હંમેશા એકસરખું રહેશે. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન." અમિત શાહના આ નિવેદને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, કારણ કે તેમણે સ્પષ્ટ કર્યું કે ગમે તેટલા ફેરફાર થાય, ભારત સામે પાકિસ્તાનની હાર નિશ્ચિત છે.

Advertisement

Advertisement

મહાશિવરાત્રી પર મહાવિજય: સીએમ યોગી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ જીતને મહાશિવરાત્રીના (Mahashivratri) પવિત્ર પર્વ સાથે જોડીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, "મહાશિવરાત્રી પર ભવ્ય વિજય બદલ દેશવાસીઓને હાર્દિક અભિનંદન! ભારતીય ક્રિકેટ ટીમના તમામ સભ્યોને આ અદ્ભુત સિદ્ધિ બદલ વધામણી! જય હિંદ."

નોંધનીય છે કે ટી-20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માં પાકિસ્તાન સામેની ઐતિહાસિક જીત બાદ સમગ્ર ભારત દેશમાં દિવાળી જેવો જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. મેદાનમાં ભારતીય ખેલાડીઓએ બતાવેલા અપ્રતિમ જુસ્સાને હવે રાજકીય જગતના દિગ્ગજો પણ સલામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે (Amit Shah) સોશિયલ મીડિયા પર વિજય વધામણી આપતા પાકિસ્તાન પર વેધક કટાક્ષ કર્યો હતો કે, "ફોર્મેટ, સ્થળ અને તારીખો બદલાઈ શકે છે, પરંતુ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચનું પરિણામ હંમેશા એકસરખું જ રહેશે.

આ પણ વાંચો:  ભારતીય બોલરો સામે પાકિસ્તાનના બેટસમેનોનો ધબડકો, ઇન્ડિયાએ 61 રને હરાવ્યું

Tags :
Advertisement

.

×