ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AMRIT BHARAT TRAIN : વંદે ભારત ટ્રેન બાદ હવે ભારતને મળશે અમૃત ભારત ટ્રેનની ભેટ, જાણો શું હશે આ ટ્રેનની ખાસિયતો

વંદે ભારત ટ્રેનની સુલભ સુવિધાઓ અને તેની લોકપ્રિયતાથી તો આપણે સૌ જાણકાર જ છીએ. વંદે ભારત ટ્રેન દરરોજ હજારો યાત્રીઓને સુખદ સુવિધા પૂરી પાડી ઝડપથી તેમના ઠેકાણા સુધી પહોંચાડે છે. ભારત સરકાર હવે વંદે ભારત ટ્રેન બાદ ભારતને નવી ભેટ...
04:55 PM Dec 25, 2023 IST | Harsh Bhatt
વંદે ભારત ટ્રેનની સુલભ સુવિધાઓ અને તેની લોકપ્રિયતાથી તો આપણે સૌ જાણકાર જ છીએ. વંદે ભારત ટ્રેન દરરોજ હજારો યાત્રીઓને સુખદ સુવિધા પૂરી પાડી ઝડપથી તેમના ઠેકાણા સુધી પહોંચાડે છે. ભારત સરકાર હવે વંદે ભારત ટ્રેન બાદ ભારતને નવી ભેટ...

વંદે ભારત ટ્રેનની સુલભ સુવિધાઓ અને તેની લોકપ્રિયતાથી તો આપણે સૌ જાણકાર જ છીએ. વંદે ભારત ટ્રેન દરરોજ હજારો યાત્રીઓને સુખદ સુવિધા પૂરી પાડી ઝડપથી તેમના ઠેકાણા સુધી પહોંચાડે છે. ભારત સરકાર હવે વંદે ભારત ટ્રેન બાદ ભારતને નવી ભેટ આપવા જઈ રહી છે. રામનગરી અયોધ્યાથી દેશને પ્રથમ અમૃત ભારત ટ્રેનની ભેટ પણ મળવા જઈ રહી છે. 30 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાથી દિલ્હીની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે અને સાથે જ આ ટ્રેન દિલ્હીથી દરભંગા સુધી જશે.

અમૃત ભારત ટ્રેન સાથે ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

અમૃત ભારત ટ્રેન રામનગરીને માતા સીતાના જન્મસ્થળ સીતામઢી સાથે પણ જોડશે. આ ટ્રેનની શુરૂઆત 30 ડીસેમ્બર 2023 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે, એટલું જ નહીં ત્યાં પ્રધાનમંત્રી મોદી અન્ય  આઠ નવી ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે.

આ ટ્રેનોમાં અયોધ્યા-આનંદ વિહાર, નવી દિલ્હી-માતા વૈષ્ણો દેવી કટરા, અમૃતસર-નવી દિલ્હી, જાલના-મુંબઈ અને કોઈમ્બતુર-બેંગલુરુ વંદે ભારત ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી-દરભંગા અને માલદા-બેંગલુરુ અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે.

સંપૂર્ણપણે સ્વદેશી છે અમૃત ભારત ટ્રેન

પ્રાપ્ત થતી માહિતી મુજબ,  22 કોચવાળી ભગવા રંગની અમૃત ભારત ટ્રેન સંપૂર્ણપણે સ્વદેશી છે. પ્લેન જેવી સુવિધાઓ પૂરી પાડતી આ ટ્રેનમાં આગળ અને પાછળ બંને બાજુ એન્જિન હશે. આઠ જનરલ બોગી, 12 સ્લીપર અને બે એસી કોચમાં 683 મુસાફરો મુસાફરી કરી શકશે. આ સાથે અયોધ્યાથી લખનૌનું અંતર માત્ર દોઢ કલાકમાં કાપી શકાશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન 130 કિમી પ્રતિ કલાકનું અંતર કાપે છે.

શું હશે અમૃત ભારત ટ્રેનનું ભાડું 

આ ટ્રેન માટેની ખાસ અને અગત્યની નોંધનીય વાત એમ છે કે આ ટ્રેન ખરેખરમાં ઉત્તર પ્રદેશ અને બિહારના મજૂર યાત્રિકોને ધ્યાનમાં રાખીને શૂરું કરવામાં આવી છે. તે માટે આ ટ્રેનનું ભાડું સામાન્ય જ રાખવામા આવશે.

આ પણ વાંચો --- Telangana Accident : ધુમ્મસના કારણે જીવ ગુમાવ્યા, તેલંગાણામાં બે માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત

 

Tags :
30 DECEMBERANRUT BHARAT TRAINAyodhyapm moditrainVande-Bharat
Next Article