ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો લોકો માટે મહત્વનો ચુકાદો

ટ્રેનમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આમાંના ઘણા લોકો લાંબા અંતર કાપવા માટે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તમે બધાએ જોયું જ હશે કે ભારતીય રેલવે દ્વારા સંચાલિત ટ્રેનો ભીડ, સમારકામ અથવા કુદરતી કારણોસર ઘણી વાર મોડી પડે...
01:21 PM Jun 18, 2024 IST | Hardik Shah
ટ્રેનમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આમાંના ઘણા લોકો લાંબા અંતર કાપવા માટે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તમે બધાએ જોયું જ હશે કે ભારતીય રેલવે દ્વારા સંચાલિત ટ્રેનો ભીડ, સમારકામ અથવા કુદરતી કારણોસર ઘણી વાર મોડી પડે...
Train Ticket Refund

ટ્રેનમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આમાંના ઘણા લોકો લાંબા અંતર કાપવા માટે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તમે બધાએ જોયું જ હશે કે ભારતીય રેલવે દ્વારા સંચાલિત ટ્રેનો ભીડ, સમારકામ અથવા કુદરતી કારણોસર ઘણી વાર મોડી પડે છે. ઘણી વખત આ ટ્રેનો 6 થી 7 કલાક મોડી દોડતી હોય છે જેના કારણે મુસાફરોને તેનું પરિણામ ભોગવવું પડે છે. તેથી, ટ્રેન મોડી પડે તો રેલ્વે કેટલાક ખાસ મુસાફરોને મફત ભોજનની સુવિધા પૂરી પાડે છે. પરંતુ શું હવે તમે જાણો છો કે જો તમારી ટ્રેન લેટ થાય છે, તો તમે તેના પૈસા પાછા મેળવી શકો છો. આવો આ વિશે જાણીએ...

ટ્રેન મોડી થશે તો રેલ વિભાગે જવાબદારી લેવી જ પડશે

દેશમાં આજે પણ ટ્રેનો મોડી પડવાની પ્રક્રિયા ચાલુ છે. જેના કારણે મુસાફરોની મુશ્કેલીમાં વધારો થાય છે. ભારતના રેલ્વે મંત્રાલયના નિયમો અનુસાર, હવે તે લોકોને રિફંડ આપવામાં આવશે જેમને ટ્રેનને કારણે અસુવિધાનો સામનો કરવો પડે છે. જણાવી દઇએ કે, ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા કરોડો લોકો માટે મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. આ ચુકાદા મુજબ જો હવે ટ્રેન મોડી થશે તો રેલ વિભાગે જવાબદારી લેવી જ પડશે. જણાવી દઇએ કે, કોલકાતા - અમદાવાદ એકસપ્રેસ નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચી હોવાનો મામલો આયોગ પહોંચ્યો હતો. આ ટ્રેન મોડી થતાં અરજદારને શારીરિક અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. જેના પર હવે આયોગે અરજદારની તરફેણમાં ચુકાદો આપી રેલ વિભાગને આદેશ કર્યો છે.

આયોગમાં ફરિયાદ

જણાવી દઇએ કે, ટ્રેન મોડી થતા ફરિયાદીને ટિકિટના રૂ.3300 ની રકમ 9% વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે જે ફરિયાદી છે તેને માનસિક ત્રાસના રૂ. 5000 અને ફરિયાદ ખર્ચના રૂ. 2000 મળીને કુલ રૂ. 7000 ચૂકવવા હુકમ કરવામાં આવ્યા છે. આ હુકમ આયોગ દ્વારા 20 ઓગસ્ટ 2022 ના દાખલ થયેલા કેસમાં આપવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, બે વર્ષ પહેલા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પોતાના નિર્ધારિત સમય કરતા મોડી પહોંચી હતી જેના કારણે એક શખ્સે આયોગમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીને અમદાવાદથી જુદી જુદી કોર્ટમાં કેસ હોવાથી જલ્દી કોર્ટ પહોંચવા શાંતિ એક્સપ્રેસની રૂ.150ની એક એવી 2 ટિકિટ રૂ.300માં બુક કરાવી હતી. ફરિયાદીએ તે સમયે ટિકિટના રૂ.3300 રિફંડ સાથે બંનેના કંપેનશેશનના રૂ 50,000 મેળવવા ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો - WEST BENGAL TRAIN ACCIDENT : પશ્ચિમ બંગાળ ટ્રેન અકસ્માત અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહી આ વાત, વાંચો અહેવાલ

આ પણ વાંચો - WEST BENGAL TRAIN ACCIDENT: સિગ્નલની અવગણના કરી લોકો પાયલોટે ટ્રેનને આગળ વધારી, દુર્ઘટના મામલે મોટો ખુલાસો

Tags :
Gujarat Firstindian railwayIndian Railway Newsindian railways RulesjudgmentMoney Refundrailways rulesrefundTrain TicketTrain Ticket Refundtrain ticket refund guidelinestrain ticket refund rules
Next Article