ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નોઇડામાં ઈરાની યુવતીની છરીના ઘા મારીને કરાઇ નિર્મમ હત્યા

યુપીના નોઈડામાં ઈરાની મહિલાને છરીના ઘા મારીને જાનથી મારી નાખવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ઈરાની મહિલા નોઇડામાં ખરીદી અર્થે આવેલ હતી જ્યાં તેના સંબંધીઓ વચ્ચેની લડાઈમાં તેના પિતાને બચાવવા જતાં તેનું મોત થયું હતું. આ ઘટનામાં...
05:08 PM Jan 07, 2024 IST | Harsh Bhatt
યુપીના નોઈડામાં ઈરાની મહિલાને છરીના ઘા મારીને જાનથી મારી નાખવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ઈરાની મહિલા નોઇડામાં ખરીદી અર્થે આવેલ હતી જ્યાં તેના સંબંધીઓ વચ્ચેની લડાઈમાં તેના પિતાને બચાવવા જતાં તેનું મોત થયું હતું. આ ઘટનામાં...

યુપીના નોઈડામાં ઈરાની મહિલાને છરીના ઘા મારીને જાનથી મારી નાખવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ઈરાની મહિલા નોઇડામાં ખરીદી અર્થે આવેલ હતી જ્યાં તેના સંબંધીઓ વચ્ચેની લડાઈમાં તેના પિતાને બચાવવા જતાં તેનું મોત થયું હતું. આ ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે. આ પછી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને સેક્ટર 71 સ્થિત કૈલાશ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મળતી માહિતી મુજબ, મૃતક મહિલા ઈરાનની રાજધાની તેહરાનની રહેવાસી હતી.

ઈરાની મહિલા ઝીનત

ઈરાની મહિલા ઉપર પોતાના જ પરિવારજનો એ કર્યો હુમલો 

પોલીસે આ કેસમાં 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટના અંગે ઈરાની એમ્બેસીને પણ જાણ કરી છે. આ ઘટના નોઈડાના સેક્ટર 116 માં બની હતી, જ્યાં એક ઈરાની પરિવાર તેના સંબંધી સાથે રહે છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ઈરાની પરિવારના સભ્ય ઈમરાન હાશ્મી કોઈ મુદ્દે ગુસ્સે થઈ ગયા હતા. અને ઘરમાં તેના પિતા સાથે કોઈ બાબતે ઝગડો થયો હતો ત્યારે ઝીનત તેના પિતાનો બચાવ કરવા જતાં તેની ઉપર હુમલો કરાયો હતો.  ઝગડા દરમિયાન ઈમરાન હાશ્મીએ ઝડપથી રસોડામાંથી છરી કાઢી અને ઈરાની મહિલા ઝીનત પર હુમલો કર્યો.

ઝીનતના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા

હુમલામાં ઝીનત ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે આ દરમિયાન તેણે પરિવારના અન્ય સભ્યોને પણ નિશાન બનાવ્યા હતા. આ સ્થિતિમાં અન્ય 4 લોકો ઘાયલ થયા છે.

પોલીસે જણાવ્યું કે ઈરાની પરિવાર જૂની દિલ્હીમાં કપડાનો વેપાર કરે છે. મૃતક ઝીનતના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા. ઝીનતના કાકાએ પોલીસમાં કેસ દાખલ કર્યો છે. પોલીસે પૂછપરછ માટે 4 સભ્યોની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ આરોપીઓને પકડી લેવામાં આવશે.

આ પણ વાંચો -- Nigar Shaji : Aditya L1 મિશનની કમાન સંભાળનાર આ મહિલા કોણ છે? જાણો તેમના વિશે

આ પણ વાંચો -- Budget : નિર્મલા સીતારમણ તેના કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરશે, આ વખતે બનશે આ રેકોર્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Crime NewsGujarat Firstirani lady killedMurderNoidanoida policestabbedUP
Next Article