ચાલુ ઉડાને Air India ની ફ્લાઈટમાં આવી ટેકનિકલ ખામી, કલાકો સુધી આકાશમાં ઉડ્યા બાદ...
- Air India ની ફ્લાઈટમાં આવી ટેકનિકલ ખામી
- ઇમરજન્સી જાહેર થતાં 141 મુસાફરોના જીવ થયા અધ્ધર
- છેવટે વિમાને ત્રીચી એરપોર્ટ ઉપર કર્યું સુરક્ષિત લેન્ડિંગ
- વિમાને લેન્ડિંગ કરતા મુસાફરોમાં હાશકારો
એર ઈન્ડિયા (Air India) ના એક વિમાનની હાઈડ્રોલિક ફેલ થયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિમાનમાં ટેકનિકલ ખામી હોવાની માહિતી મળ્યા બાદ ત્રિચી એરપોર્ટ પર 20 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. આ સમય દરમિયાન વિમાન ઈંધણ ખતમ કરવા હવામાં ચક્કર મારતું રહ્યું. લાંબા સમય સુધી હવામાં ચક્કર લગાવ્યા બાદ પ્લેનનું અંતે સુરક્ષિત લેન્ડિંગ થયું છે.
ઉડાન ભર્યા બાદ વિમાનમાં આવી ખામી
જણાવી દઈએ કે આ પ્લેન ત્રિચીથી શારજાહ જઈ રહ્યું હતું. ત્રિચી એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ પ્લેનમાં ખામી હોવાનું જાણવા મળ્યું હતું. વાસ્તવમાં, પ્લેનના હાઇડ્રોલિક ફેલ્યુરના કારણે પ્લેનનું વ્હીલ અંદર જઈ રહ્યું ન હતું, ત્યારબાદ તેની જાણ કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, વિમાનમાં કુલ 141 મુસાફરો સવાર હતા. વાસ્તવમાં, કોઈપણ પ્લેનને લેન્ડ કરવા માટે તેમાં 25 ટકા કે તેનાથી ઓછું ઈંધણ હોવું જરૂરી છે. જેથી લેન્ડિંગ વખતે પ્લેનનું વજન ઓછું રહે. એર ઈન્ડિયાના વિમાનમાં ઘણું ઈંધણ બચ્યું હતું. આને ખતમ કરવા માટે, વિમાનને હવામાં ફેરવવામાં આવ્યું હતું. જ્યારે વિમાનનું વજન ઘટે છે, ત્યારે લેન્ડિંગ દરમિયાન તેની સ્થિરતા વધે છે. ભારે વિમાનને લેન્ડ કરવું પ્રમાણમાં વધુ મુશ્કેલ છે. આ જ કારણ હતું કે લગભગ 2.5 કલાક સુધી પ્લેનને હવામાં વર્તુળોમાં ફેરવ્યા બાદ આખરે પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.
The Air India Express Flight IX 613 from Tiruchirapalli to Sharjah has landed safely at Tiruchirapalli airport. DGCA was monitoring the situation. The landing gear was opening. The flight has landed normally. The airport was put on alert mode: MoCA https://t.co/5YrpllCk2m pic.twitter.com/Q8O5N6zRo6
— ANI (@ANI) October 11, 2024
ઉતરાણ પહેલા યોગ્ય નિર્ણય જરૂરી
જ્યારે એરક્રાફ્ટનું હાઇડ્રોલિક્સ નિષ્ફળ જાય છે, ત્યારે પાયલોટ લેન્ડિંગ ગિયરને મેન્યુઅલી નીચે કરવાનો પ્રયાસ કરે છે. આ કારણોસર તેઓને તે નક્કી કરવા માટે સમયની જરૂર છે કે તેઓ ઉતરાણ માટે યોગ્ય રીતે તૈયાર છે કે નહીં. આ સાથે, પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સતત સંપર્કમાં રહેવું પડે છે જેથી તેને લેન્ડિંગ માટે દિશાઓ અને અન્ય વિમાનોની માહિતી મળી શકે.
વિમાનમાં 141 મુસાફરો સવાર હતા
Air India નું આ વિમાન ત્રિચીથી શારજાહ જઈ રહ્યું હતું. ત્રિચી એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ પ્લેનમાં ખામી હોવાનું જાણવા મળ્યું હતું. વાસ્તવમાં, પ્લેનના હાઇડ્રોલિક ફેલ્યુરના કારણે પ્લેનનું વ્હીલ અંદર જઈ રહ્યું ન હતું, ત્યારબાદ તેની જાણ કરવામાં આવી હતી. વિમાનમાં 141 મુસાફરો સવાર હતા. જ્યાં સુધી પ્લેન હવામાં હતું ત્યાં સુધી એરપોર્ટની આસપાસની હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી હતી. એરપોર્ટ પર એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી. આખરે પ્લેન લેન્ડ થયું અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: શું હિમાચલ પ્રદેશમાં જાસૂસી કરી રહ્યું છે ચીન? મંત્રીએ કર્યો દાવો