Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશનના ગુજરાતના પ્રમુખ પદે આનંદ દોશીની વરણી

મધ્યપ્રદેશના માંડવગઢ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશન (આઇજા)ના અધિવેશનમાં આઇજાના અધ્યક્ષ હાર્દિકભાઈ હુંડિયાના વરદ્હસ્તે અંદાજે 300 પત્રકારોની હાજરીમાં નિયુક્તિ પત્ર આપીને ગુજરાત આઇજાના પ્રમુખ પદે આનંદભાઈ નવિનચંદ્ર દોશીની વરણી કરવામા આવેલ છે.
ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશનના ગુજરાતના પ્રમુખ પદે આનંદ દોશીની વરણી
Advertisement
  • મધ્યપ્રદેશના માંડવગઢ ખાતે આઇજાનું અધિવેશન યોજાયું
  • આ અધિવેશનમાં પ્રમુખ પદે આનંદભાઈ દોશીની વરણી
  • રાષ્ટ્રીય અઘ્યક્ષ હાર્દીકભાઈ હુંડિયા દ્વારા આઇજાની સ્થાપના થઈ હતી

મધ્યપ્રદેશના માંડવગઢ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશન (આઇજા)ના અધિવેશનમાં આઇજાના અધ્યક્ષ હાર્દિકભાઈ હુંડિયાના વરદ્હસ્તે અંદાજે 300 પત્રકારોની હાજરીમાં નિયુક્તિ પત્ર આપીને ગુજરાત આઇજાના પ્રમુખ પદે આનંદભાઈ નવિનચંદ્ર દોશીની વરણી કરવામા આવેલ છે.

અંદાજે 10 વર્ષ પહેલાં મેરુ તેરસના દિવસે ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશનના રાષ્ટ્રીય અઘ્યક્ષ હાર્દીકભાઈ હુંડિયા દ્વારા આઇજાની સ્થાપના કરવામાં આવી હતી.

Advertisement

તેમજ દેશના ખુણે ખુણેથી જૈન પત્રકારો આ ગ્રુપમાં જોડાઈ રહ્યા છે, આ ગ્રુપ ધીરે ધીરે એક નાનકડા છોડમાંથી મોટું વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે, ગુજરાતમાંથી પણ આ ગ્રુપમાં જૈન પત્રકાર મિત્રો જોડાઈ રહ્યા છે, ગુજરાતમાં આ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તેમજ સુંદર માર્ગદર્શન હેતુ ગુજરાત આઇજાના પ્રમુખ પદે આનંદભાઈ નવિનચંદ્ર દોશીની વરણી કરવામા આવેલ છે.

Advertisement

ઉપરોક્ત વરણી થતા ગુજરાત આઇજા ટીમ ખૂબ ગૌરવ અનુભવે છે, આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી હિતેશ શાહ, અલ્પેશ શાહ, અજીત મહેતા, નવિન દોશી વિગેરે ગુજરાત આઇજા ટીમના સભ્યો હાજર રહ્યા હતા,

આ બાબતે આનંદભાઈ દોશીના જણાવ્યા અનુસાર ગુજરાત માટે આઈજાની ટીમમાં તેઓ હજુ વધુને વધુ જૈન પત્રકાર મિત્રોને જોડશે, તેમજ જૈન સમાજની લગતી જે પણ મુશ્કેલીઓ હશે તે પત્રકારોની કલમ થકી વાચા આપવામાં આવશે. તેમજ વધુમાં ગુજરાત આઈજા ટીમમાં જૈન પત્રકારો જોડાય એવું આહ્વવાન કર્યુ હતુ.

આ પણ વાંચો: હરિયાણા ભાજપ પ્રમુખે મંત્રી અનિલ વિજને નોટિસ મોકલી, પાર્ટી શિસ્ત ભંગ કરવાનો આરોપ

Tags :
Advertisement

.

×