Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

"દીકરો-દીકરી રૂમ બદલીને કે ધીમેથી ફોન પર વાત કરે તો સમજી જજો કંઈક ખોટું છે!" UP ના રાજ્યપાલ Anandiben Patel એ માતા-પિતાને ચેતવ્યા

Anandiben Patel News: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે (Anandiben Patel) હરિદ્વાર ખાતે આયોજિત લેઉવા પાટીદાર સમાજ (Leuva Patidar Samaj) ના એક કાર્યક્રમમાં મંચ પરથી વાલીઓને સંબોધતા અત્યંત ધારદાર શિખામણ આપી છે.
 દીકરો દીકરી રૂમ બદલીને કે ધીમેથી ફોન પર વાત કરે તો સમજી જજો કંઈક ખોટું છે   up ના રાજ્યપાલ anandiben patel એ માતા પિતાને ચેતવ્યા
Advertisement
  • UPના રાજ્યપાલ આનંદીબેન પટેલે (Anandiben Patel) માતા-પિતાને ચેતવ્યા
  • સમાજની બદલાતી સ્થિતિ અને સંસ્કાર પર કરી ટકોર
  • "દીકરો-દીકરી રૂમ બદલીને વાત કરે તો સાવચેત રહેજો"
  • આપણી નજર દીકરા-દીકરી પર હોવા જોઇએઃ આનંદીબેન
  • હરિદ્વારમાં લેેઉવા પટેલના સમાજના કાર્યક્રમમાં કરી ટકોર

Anandiben Patel News: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે (Anandiben Patel) હરિદ્વાર ખાતે આયોજિત લેઉવા પાટીદાર સમાજ (Leuva Patidar Samaj) ના એક કાર્યક્રમમાં મંચ પરથી વાલીઓને સંબોધતા અત્યંત ધારદાર શિખામણ આપી છે. તેમણે સમાજમાં વધી રહેલા કુરિવાજો અને બાળકોના બદલાતા વર્તન પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ટેકનોલોજીના આ યુગમાં જો માતા-પિતા જાગૃત નહીં રહે તો સંતાનો સંસ્કારના માર્ગેથી ભટકી શકે છે.

UPના રાજ્યપાલ આનંદીબેન પટેલે માતા-પિતાને ચેતવ્યા

આનંદીબેન પટેલે વાલીઓને સંતાનોના મોબાઈલ (Mobile) વપરાશ પર કડક નજર રાખવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, "જ્યારે દીકરો કે દીકરી ફોન આવે ત્યારે બાજુના રૂમમાં જઈને વાત કરે અથવા અત્યંત ધીમા અવાજે વાત કરવાનું શરૂ કરે, ત્યારે માતા-પિતાએ શંકા કરવી જોઈએ. આવું વર્તન સૂચવે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે." તેમણે ઉમેર્યું કે આપણી નજર હંમેશા સંતાનોની પ્રવૃત્તિઓ પર હોવી જોઈએ.

Advertisement

Advertisement

બાળકોની સુરક્ષા અંગે ચિંતા

આધુનિક સમયમાં દીકરીઓની સુરક્ષા અને તેમના પક્ષપલટા કે ઘર છોડીને ભાગી જવાની ઘટનાઓ પર ટકોર કરતા તેમણે કહ્યું કે:

સજાગ રહો:બાળકો શાળાએથી કે ઘરેથી ક્યાંય ભાગી ન જાય તેનું પૂરતું ધ્યાન રાખવું વાલીઓની જવાબદારી છે.

સંવાદ જરૂરી: સંતાનો સાથે મિત્રતા કેળવીને તેમની મૂંઝવણો જાણવી જોઈએ જેથી તેઓ બહારના ખોટા પ્રલોભનોમાં ન ફસાય.

સંસ્કારનું સિંચન:માત્ર શિક્ષણ જ નહીં, પણ પારિવારિક મૂલ્યો અને સંસ્કાર પણ એટલા જ જરૂરી છે.

પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાજરી

ઉત્તરાખંડના હરિદ્વારમાં પ્રેમ નગર આશ્રમ ખાતે પાટણ લેઉવા પાટીદાર સમાજની ગંગા યાત્રા અંતર્ગત ભાગવત સપ્તાહમાં ભાગ લીધો હતો. તેમણે મંચ પરથી લેઉવા પાટીદાર સમાજ (Patidar Samaj) ની એકતા અને સુરક્ષા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા વાલીઓને વિનંતી કરી કે તેઓ આ બાબતને હળવાશથી ન લે. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:  "સોશિયલ મીડિયામાં સમયમર્યાદા નક્કી કરવી અત્યંત અનિવાર્ય" CM Bhupendrabhai Patel ની વિધાર્થીઓને સલાહ

Tags :
Advertisement

.

×