AndhraPradesh ના કોનસીમામાં ONGC ગેસ લીકેજ બાદ ભીષણ આગ,સ્થાનિકોમાં ભારે દહેશત!
- આંધ્રપ્રદેશના કોનસીમામાં ગેસ લીકેજની મોટી ઘટના (Andhra Pradesh Gas Leakage)
- ONGC ગેસ લીકેજથી સ્થાનિકોમાં ભયનો માહોલ
- ગેસ લીકેજથી અનેક સ્થળો પર આગની ઘટના
આંધ્રપ્રદેશમાં ગેસ લીકેજની ઘટનાના મોટા સમાચાર સામે આવ્યા છે. આ ગેસ લીકેજના લીધે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના આંબેડકર કોનસીમાજિલ્લાના રાજોલુ શહેરના ઇરુસુમંડા અને મલિકીપુરમ વિભાગમાં ONGC ગેસ લીકેજથી લોકોમાં ભયનો માહોલ છે. મોટા પ્રમાણમાં ગેસ લીકેજ થવાથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. અનેક સ્થળોએ આગ પણ લાગી છે, જેમાં આગની જ્વાળાઓ જોવા મળી રહી છે.
Dr. Ambedkar Konaseema District, Andhra Pradesh | A massive gas leak occurred in Irusumanda village of Malkipuram mandal. Local residents informed ONGC officials about the incident. ONGC officials, along with fire and police personnel, are dousing the fire. Villagers are in a…
— ANI (@ANI) January 5, 2026
પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો
Andhra Pradesh Gas Leakage : આંધ્રપ્રદેશના આંબેડકર કોનસીમાજિલ્લાના રાજોલુ શહેરના ઇરુસુમંડા અને મલિકીપુરમ વિભાગમાં ONGC ગેસ લીકેજથી અફરાતફરી સર્જાઇ છે. નજીકના રહેવાસીઓએ ONGC અધિકારીઓને ગેસ લીકેજની જાણ કરી છે. વહીવટી સ્ટાફ ONGC ટીમો સાથે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે કામ કરી રહ્યો છે. આગ લાગ્યા બાદ, સ્થળાંતરનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ફાયર બ્રિગેડની ટીમો આગ ઓલવવાનું કામ કરી રહી છે
ફાયર વિભાગના અધિકારી બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે મલિકીપુરમ વિભાગના ઇરુસુમંડા ગામમાં ગેસ લીકેજ થયો છે. સ્થાનિક લોકોએ ONGC અધિકારીઓને ઘટનાની જાણ કરી છે. ONGC અધિકારીઓ, ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ સાથે મળીને આગ ઓલવવાનું કામ કરી રહ્યા છે. ગ્રામજનો ગભરાઈ ગયા છે અને ખુબ ડરી ગયા છે.આ ઘટનાને લઇને ત્રણ ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે.પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ONGC ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગેસ લીક થવાને રોકવાના પ્રયાસો ચાલી રહ્યા છે.આ ગેસ લીકેજના લીધે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આંધ્રપ્રદેશના આંબેડકર કોનસીમાજિલ્લાના રાજોલુ શહેરના ઇરુસુમંડા અને મલિકીપુરમ વિભાગમાં ONGC ગેસ લીકેજથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: RSSના સંગઠનો સાથે નીતિન નબીનની બેઠક, ભાજપ-સરકારમાં મોટા ફેરબદલનો ગણગણાટ


