ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર ED નો સકંજો! મની લોન્ડરિંગ કૌભાંડમાં 3084 કરોડની સંપત્તિ જપ્ત
- ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર ED નો સકંજો
- મની લોન્ડરિંગ કૌભાંડમાં 3084 કરોડની સંપત્તિ જપ્ત
- 17 હજાર કરોડના કૌભાંડ કેસમાં EDની કાર્યવાહી
- અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ સામે છે આરોપ
- મુંબઈ, દિલ્હી, નોઈડા, ગોવા સહિતના શહેરોમાં કાર્યવાહી
- ફ્લેટ, ઓફિસ, પ્લોટ, મકાન EDએ ટાંચમાં લીધા
ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મની લોન્ડરિંગ કૌભાંડની તપાસના ભાગરૂપે એજન્સીએ રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલી ₹3,084 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી લોન છેતરપિંડીના કેસ સાથે સંકળાયેલી છે, જેમાં અંબાણી ગ્રુપની અનેક કંપનીઓ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
ED ની કાર્યવાહી
મળી રહેલી માહિતી અનુસાર, ED એ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરી છે. આ એક્ટ મુજબ, જો કોઈ નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ કે ગેરકાયદે રૂપિયાની હેરફેરની શંકા હોય, તો એજન્સી સંબંધિત સંપત્તિ જપ્ત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મુંબઈ, દિલ્હી, નોઈડા અને ગોવા સહિતના અનેક શહેરોમાં આવેલી રિલાયન્સ ગ્રુપના ફ્લેટ, ઓફિસ, પ્લોટ અને મકાન જેવી મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ સંપત્તિ “કામચલાઉ ધોરણે” જપ્ત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવશે.
ઉદ્યોગપતિ Anil Ambani પર EDનો સકંજો | Gujarat First
મની લોન્ડરિંગ કૌભાંડમાં 3084 કરોડની સંપત્તિ જપ્ત
20 હજાર કરોડના કૌભાંડ કેસમાં EDની કાર્યવાહી
અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ સામે છે આરોપ
મુંબઈ, દિલ્હી, નોઈડા, ગોવા સહિતના શહેરોમાં કાર્યવાહી
ફ્લેટ, ઓફિસ, પ્લોટ, મકાન EDએ ટાંચમાં… pic.twitter.com/9cBKT2GYfI— Gujarat First (@GujaratFirst) November 3, 2025
ED નો સકંજો, રિલાયન્સ ગ્રુપનો ઇનકાર
રિલાયન્સ ગ્રુપે અગાઉ જ આ પ્રકારના તમામ આરોપોને “નિરાધાર અને ભ્રામક” ગણાવ્યા હતા. 1 ઓક્ટોબરે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કંપનીએ કહ્યું હતું કે, ₹17,000 કરોડની ગેરરીતિની વાત માત્ર અટકળો છે અને તેની પાછળ કોઈ પુરાવા નથી. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે સ્પષ્ટ કર્યું હતું કે કંપની દેવામુક્ત છે અને હાલમાં તેની કુલ સંપત્તિ ₹14,883 કરોડ છે. કંપનીનું કહેવું છે કે તે પોતાની વ્યવસાયિક યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને નાણાકીય રીતે સ્થિર છે.
કૌભાંડની તપાસ ક્યાંથી શરૂ થઈ
આ કેસની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે ED એ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેની સંકળાયેલી કંપનીઓ સામે નાણાકીય ગેરરીતિઓના આરોપોની તપાસ શરૂ કરી. કહેવાય છે કે આ ગેરરીતિઓ ₹17,000 કરોડથી વધુની છે. ED એ આ વર્ષે ઓગસ્ટમાં અનિલ અંબાણીની પૂછપરછ પણ કરી હતી. તપાસમાં એવું સામે આવ્યું છે કે ગ્રુપની કેટલીક કંપનીઓએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવીને તે રકમ અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરી હતી, જે પછી અલગ-અલગ રોકાણ તરીકે બતાવવામાં આવી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ પણ આ કેસમાં અલગ તપાસ શરૂ કરી છે. CBIની તપાસ મુજબ, આ વ્યવહારોમાં યસ બેંક અને તેના ભૂતપૂર્વ CEO રાણા કપૂરના સંબંધીઓની માલિકીની કેટલીક કંપનીઓ પણ સામેલ હતી. આ સંબંધિત છેતરપિંડીભર્યા વ્યવહારો માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ઇડીની રેડ બાદ મુશ્કેલીમાં ફસાયા અનિલ અંબાણી! લુક આઉટ સર્ક્યુલર જારી


