Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ અન્નામલાઈ નવી પાર્ટી શરૂ કરશે! BJP છોડવાની અટકળો તેજ?

તમિલનાડુના રાજકીય ક્ષિતિજ પર એક મોટું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. એક જાણીતા નેતાની દિલ્હી તરફની દોડધામ અને તેમની રહસ્યમય ચુપકીદીએ રાજકીય પંડિતોને મૂંઝવણમાં મૂકી દીધા છે. ભાજપ સાથેના સંબંધોમાં તિરાડ કે પછી કોઈ નવા ગઠબંધનની રણનીતિ? સત્તાવાર જાહેરાત પહેલાની આ હલચલે રાજ્યના રાજકીય સમીકરણો બદલી નાખવાની તૈયારી કરી લીધી છે. ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તે જાણવા દરેકની નજર આગામી થોડા કલાકો પર છે.
તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ અન્નામલાઈ નવી પાર્ટી શરૂ કરશે  bjp છોડવાની અટકળો તેજ
Advertisement

K Annamalai : તમિલનાડુ [Tamil Nadu] ના રાજકારણમાં હાલમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ભૂતપૂર્વ ભાજપ [BJP] પ્રદેશ પ્રમુખ અને પૂર્વ આઈપીએસ અધિકારી કે. અન્નામલાઈ [K. Annamalai] ભાજપ છોડીને નવી રાજકીય પાર્ટી શરૂ કરવાના હોવાની અટકળોએ જોર પકડ્યું છે. ચેન્નાઈ એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે "શું તમે નવી પાર્ટી બનાવી રહ્યા છો?" ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ ઈનકાર કરવાને બદલે બે દિવસમાં બધું સ્પષ્ટ કરવાની વાત કહીને રહસ્ય જાળવી રાખ્યું છે.

K Annamalai : ભાજપમાં અવગણના અને નારાજગીના સંકેત

નોંધનીય છે કે  એપ્રિલ 2025 માં અન્નામલાઈને પ્રદેશ પ્રમુખ પદ પરથી હટાવીને નાગેન્દ્રન [Nagendran] ને નવા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈમ્બતુર [Coimbatore] લોકસભા બેઠક પર પોતાની પસંદગીના ઉમેદવારને ટિકિટ ન મળવી અને પાર્ટીમાં તેમને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા હોવાની લાગણી અન્નામલાઈના નિર્ણય પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. અન્નામલાઈએ દિલ્હી [Delhi] જઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનભાઇ નવીન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ [Amit Shah] સાથે મુલાકાત કરવાનું નક્કી કર્યું છે, જે તેમની આગામી રાજકીય દિશા નક્કી કરશે.

Advertisement

"વી ધ લીડર્સ" અને નવી રાજકીય ઇનિંગ્સ

અન્નામલાઈ હાલમાં તેમની બિન-લાભકારી સંસ્થા "વી ધ લીડર્સ" [We The Leaders] ચલાવી રહ્યા છે, જેને તેમના ભાવિ રાજકીય પ્રોજેક્ટનો પાયો માનવામાં આવી રહ્યો છે. અહેવાલો મુજબ, ભાજપ દ્વારા તેમને રાજ્યસભા [Rajya Sabha] બેઠકની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે ઠુકરાવી દીધી છે. તેઓ આંદોલનકારી માર્ગે જઈને પોતાનો અલગ પક્ષ બનાવી આગામી વિધાનસભા પેટાચૂંટણીમાં પોતાના નેતૃત્વની કસોટી કરવા માંગતા હોવાની ચર્ચાઓ રાજકીય ગલીઓમાં વહેતી થઈ છે.

Advertisement

આ પણ વાંચો: પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીએ બાગી નેતા સામે કરી કડક કાર્યવાહી, બે ધારાસભ્યોની કરી હકાલપટ્ટી

Tags :
Advertisement

.

×