ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CM Rekha Gupta: દિલ્હીના CM રેખા ગુપ્તાની સુરક્ષામાં ફરી મોટી ચૂક,શખ્સે કાર્યક્રમમાં ઘુસી લગાવ્યા નારા

દિલ્હીના CM રેખા ગુપ્તાની સુરક્ષામાં ફરી મોટી ચૂક  (CM Rekha Gupta) શખ્સે કાર્યક્રમમાં ઘુસી લગાવ્યા નારા પોલીસે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ CM Rekha Gupta :  દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (CM Rekha Gupta)પર જનસુનાવણી દરમિયાન રાજકોટના એક શખ્સે...
03:49 PM Aug 22, 2025 IST | Hiren Dave
દિલ્હીના CM રેખા ગુપ્તાની સુરક્ષામાં ફરી મોટી ચૂક  (CM Rekha Gupta) શખ્સે કાર્યક્રમમાં ઘુસી લગાવ્યા નારા પોલીસે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ CM Rekha Gupta :  દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (CM Rekha Gupta)પર જનસુનાવણી દરમિયાન રાજકોટના એક શખ્સે...
Delhi CM Rekha Gupta

CM Rekha Gupta :  દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (CM Rekha Gupta)પર જનસુનાવણી દરમિયાન રાજકોટના એક શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો અને તેમણે Z કેટેગરની સુરક્ષા આપવામાં આવી હતી. જોકે, ફરી એક વખત દિલ્હીના CMની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. એક શખ્સ કાર્યક્રમમાં ઘુસી ગયો હતો અને તેને નારા લગાવ્યા હતા. આ દરમિયાન પોલીસે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરી ચૂક

દિલ્હીના ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન શખ્સ કાર્યક્રમમાં ઘુસી ગયો હતો અને નારેબાજી કરી હતી. આ ઘટના તે સમયે બની જ્યારે ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદરસિંહ લવલી કાર્યક્રમને સંબોધતા હતા. મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ કાર્યક્રમમાં હાજર હતા. આ દરમિયાન એક શખ્સ કાર્યક્રમમાં ઘુસ્યો હતો અને નારેબાજી કરવા લાગ્યો હતો. જોકે, પોલીસે આ શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ  વાંચો -Gaganyaan-G1 ડિસેમ્બર 2025 માં લોન્ચ કરાશે - ISRO ચિફની જાહેરાત

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયો હતો હુમલો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 20 ઓગસ્ટે દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં જન સુનાવણી દરમિયાન હુમલો થયો હતો. આરોપીની ઓળખ રાજેશ ખીમજીભાઇ સાકરિયા તરીકે થઇ હતી, જે 41 વર્ષનો છે અને રાજકોટમાં રહે છે.

આ પણ  વાંચો -PM Modi આજે બિહારના ગયાની મુલાકાતે, 13 હજાર કરોડની યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

CCTV ફૂટેજમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું

રાજેશ સાકરિયાએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો હાથ પકડીને ખેંચ્યો હતો જેના કારણે તેમનું માથું ટેબલના ખૂણા સાથે અથડાયુ હતું અને તેમને માથા અને ખભામાં ઇજાઓ થઇ હતી. કેટલાક અહેવાલોમાં થપ્પડ મારવાનો પણ ઉલ્લેખ છે પરંતુ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે આ વાતને નકારી દીધી હતી. CCTV ફૂટેજમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હુમલાના એક દિવસ પહેલા આરોપીએ રેખા ગુપ્તાના શાલીમાર બાગ સ્થિત પૈતૃક નિવાસસ્થાનની રેકી કરી હતી. આ ફૂટેજમાં તે હાથરિક્ષા ચાલક સાથે વાત કરતો અને નિવાસસ્થાનની બહાર ફરતો જોવા મળ્યો હતો.

Tags :
breaking newsDelhiDelhi CMGujrata FirstRekha Gupta
Next Article