ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વધુ એક દુર્ઘટના! પાર્ટીમાં ભોજન બાદ 40 લોકોની તબિયત લથડી, 4 ના મોત

ઉદયપુર :  રાજસ્થાનના જોધપુરમાં સગાઇની પાર્ટીમાં ભોજન કર્યા બાદ અનેક લોકોની તબિયત લથડી છે અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે સારવાર દરમિયાન 3 લોકોનાં મોત નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર ફૂડ પોઇઝનિંગના કારણે ત્રણ લોકોનાં મોત થયા...
02:28 PM May 28, 2024 IST | KRUTARTH JOSHI
ઉદયપુર :  રાજસ્થાનના જોધપુરમાં સગાઇની પાર્ટીમાં ભોજન કર્યા બાદ અનેક લોકોની તબિયત લથડી છે અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે સારવાર દરમિયાન 3 લોકોનાં મોત નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર ફૂડ પોઇઝનિંગના કારણે ત્રણ લોકોનાં મોત થયા...
Food Poisoning in Rajasthan

ઉદયપુર :  રાજસ્થાનના જોધપુરમાં સગાઇની પાર્ટીમાં ભોજન કર્યા બાદ અનેક લોકોની તબિયત લથડી છે અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે સારવાર દરમિયાન 3 લોકોનાં મોત નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર ફૂડ પોઇઝનિંગના કારણે ત્રણ લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો બિમાર પડ્યા છે. રાજસ્થાન સરકારના મંત્રી બાબુલાલ ખરાડી પણ હોસ્પિટલ પહોંચ્યા અને દર્દીઓની મુલાકાત કરી હતી.

સગાઇ પાર્ટીમાં ભોજન બાદ તબિયત લથડી

રાજસ્થાનના ઉદયપુરમાં ફૂડ પોઇઝનિંગના કારણે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. ઘનટા કોટડા વિસ્તારની છે. સગાઇની પાર્ટીમાં ભોજન બાદ ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે અને 24 થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર કોટડામાં એક સગાઇ કાર્યક્રમ દરમિયાન ખરાબ અને દૂષિત ભોજનના કારણે મોટા પ્રમાણમાં લોકોની તબિયત લથડી ગઇ હતી. ત્યાર બાદ તમામને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ફૂડ પોઇઝનિંગના કારણે બીમાર પડેલા લોકોમાં અત્યાર સુધી ત્રણ લોકોનાં મોત થઇ ચુયા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડી પણ હોસ્પિટલ પહોંચ્યા અને દર્દીઓની સાથે મુલાકાત કરી હતી. પરિવારના લોકોને આશ્વાસન પણ આપ્યું હતું.

અનેક લોકોને ગુજરાત રિફર કરવામાં આવ્યા

આ સમગ્ર મામલે પોલીસ અધિકારી અશોકે જણાવ્યું કે, આ સમગ્ર મામલો સોમવારનો છે. જ્યાં કોટડામાં સોમવારે રાત્રે એક યુવકની સગાઇનો કાર્યક્રમ હતો. પુના પારગી નામના વ્યક્તિના પુત્રની સગાઇ હતી. જેમાં મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા અને ત્યાં ભોજનસમારંભ હતો. જો કે જમ્યા બાદ અનેક લોકોની તબિયત લથડવા લાગી હતી. અનેક લોકો ઉલ્ટી અને લુઝમોશનનો શિકાર બન્યા. આ મામલે ગંભીરતાને જોતા દર્દીઓને પહેલા સ્થાનિક હોસ્પિટલ અને ત્યાર બાદ ગુજરાત રિફર કરવામાં આવ્યા. તપાસમાં સામે આવ્યું કે, દુષિત ભોજનના કારણે અનેક લોકોની તબિયત લથડી હતી.

Tags :
death due to food poisoningfood poisoning in JodhpurRajasthanRajasthan Crime newsRajasthan ki khabrenrajasthan news
Next Article