Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીય રેલવેની વધુ એક ભેટ, પેસેન્જર્સને ટ્રેનમાં મળશે ATM ની સુવિધા

ભારતીય રેલવે ચાલુ મુસાફરી દરમિયાન પેસેન્જર્સને ATM ની સુવિધા પૂરી પાડવા જઈ રહી છે. હવે ટ્રેનમાં પેસેન્જર ATMમાંથી રૂપિયા નીકાળી શકશે. વાંચો વિગતવાર.
ભારતીય રેલવેની વધુ એક ભેટ  પેસેન્જર્સને ટ્રેનમાં મળશે atm ની સુવિધા
Advertisement
  • હવે ભારતીય રેલવેમાં મળશે ATM ની સુવિધા મળશે
  • પાયલોટ પ્રોજેક્ટનું ટ્રાયલ મનમાડ પંચવટી એક્સપ્રેસમાં ચાલી રહ્યું છે
  • મનમાડ રેલવે વર્કશોપમાં રેલવે કોચમાં ATM ની રચના કરવામાં આવી છે

New Delhi: ભારતીય રેલવે પેસેન્જર્સને યાત્રા સિવાય અનેક પાયાની સુવિધાઓ પૂરી પાડે છે. હવે ભારતીય રેલવેમાં મુસાફરી દરમિયાન ATM ની સુવિધા મળશે. તાજેતરમાં રેલવેએ ચાલુ ટ્રેને ATMનો ટ્રાયલ કર્યો હતો. સેન્ટ્રલ રેલવે એ મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસમાં પ્રાયોગિક ધોરણે ATM લગાવ્યું છે. આ એટીએમ એક ખાનગી બેંક દ્વારા લગાવવામાં આવ્યું છે. આ પરીક્ષણ બાદ ટૂંક સમયમાં મુસાફરો માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ જશે.

પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ

મધ્ય રેલવેના પીઆરઓ અનુસાર, પંચવટી એક્સપ્રેસમાં પ્રાયોગિક ધોરણે ATM લગાવવામાં આવ્યું છે. આ એટીએમ કોચના પાછળના ભાગમાં એક ક્યુબિકલમાં લગાવવામાં આવ્યું છે. જ્યાં પહેલા એક કામચલાઉ પેન્ટ્રી હતી. ટ્રેન ચાલુ હોય ત્યારે સુરક્ષા અને પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે એક શટરવાળો દરવાજો પણ લગાવવામાં આવ્યો છે. મનમાડ રેલવે વર્કશોપમાં આ કોચમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા. પંચવટી એક્સપ્રેસ દરરોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને નાસિક જિલ્લામાં મનમાડ જંક્શન વચ્ચે દોડે છે. આ ટ્રેન તેની એકતરફી મુસાફરી લગભગ 4 કલાક 35 મિનિટમાં પૂરી કરે છે.

Advertisement

આ પણ વાંચોઃ  Gujarat માં સત્તા પર પાછા ફરવા માટે રાહુલ ગાંધીએ રજુ કર્યો માસ્ટરપ્લાન, જાણો શું કહ્યું ?

Advertisement

શું છે ઉદ્દેશ્ય ?

રેલવેની મુસાફરી દરમિયાન પેસેન્જર્સને ઈમરજન્સી સીચ્યુએશનમાં નાણાંની જરૂરિયાત ઊભી થાય તો તે ટ્રેનમાં લગાડેલ ATMનો ઉપયોગ કરી શકે છે. આ ઉદ્દેશ્યથી રેલવેમાં આ નવો પ્રયોગ શરુ કરવામાં આવ્યો છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો બીજા અનેક રૂટ પર આ સુવિધા ઊભી કરવામાં આવશે. ભારતીય રેલવે પેસેન્જર્સને પાયાની સુવિધાઓ પૂરી પાડવા તત્પર હોય છે. જેનો આશય મુસાફરોની યાત્રાને સરળ અને સુગમ બનાવાનો હોય છે. હવે રેલવેમાં ATMની સુવિધા મળવાથી પેસેન્જર ચાલુ મુસાફરીએ જ નાણાં ઉપાડી શકશે.

આ પણ વાંચોઃ  Amarnath Yatra ના રજીસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે ?

Tags :
Advertisement

.

×