ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Turkey ને India નો વધુ એક જોરદાર ઝટકો, તુર્કિયેની કંપની CELEBI પર ભારતની આક્રમક કાર્યવાહી

તુર્કિયેને ભારતનો વધુ એક જોરદાર ઝટકો તુર્કિયેની કંપની CELEBI પર ભારતની આક્રમક કાર્યવાહી તુર્કિયેની કંપની CELEBIનું સિક્યોરિટી ક્લિયરન્સ રદ્દ ભારતના ઘણાં એરપોર્ટ પર કામ કરે છે CELEBI એરપોર્ટ પર ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવે છે CELEBI રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈને લેવાયો...
08:30 PM May 15, 2025 IST | Hiren Dave
તુર્કિયેને ભારતનો વધુ એક જોરદાર ઝટકો તુર્કિયેની કંપની CELEBI પર ભારતની આક્રમક કાર્યવાહી તુર્કિયેની કંપની CELEBIનું સિક્યોરિટી ક્લિયરન્સ રદ્દ ભારતના ઘણાં એરપોર્ટ પર કામ કરે છે CELEBI એરપોર્ટ પર ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવે છે CELEBI રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈને લેવાયો...
CELEBI

CELEBI: ભારત સરકારે તુર્કી સામે મોટી કાર્યવાહી કરી છે.નાગરિક ઉડ્ડયન બ્યુરોએ (Bureau of Civil Aviation)રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને તુર્કી એરપોર્ટની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબી એરપોર્ટ સર્વિસની સુરક્ષા મંજૂરી રદ કરી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સેલેબી એરપોર્ટ સર્વિસ ભારતના 8 એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડે છે.

સેલેબી એરપોર્ટ સર્વિસની સુરક્ષા મંજૂરી રદ કરી

તાજેતરમાં,મુંબઈમાં શિંદે જૂથના એક પ્રતિનિધિમંડળે 13 મેના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું,અને માંગ કરી હતી કે મુંબઈ એરપોર્ટ તુર્કીની કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ સાથેના સંબંધોનો અંત લાવે. મુંબઈ એરપોર્ટ પર સેલેબી લગભગ 70 ટકા ગ્રાઉન્ડ ઓપરેશન્સનું સંચાલન કરે છે. આમાં મુસાફરોની સેવાઓ,લોડ કંટ્રોલ, ફ્લાઇટ કામગીરી,કાર્ગો અને પોસ્ટલ સેવાઓ, વેરહાઉસિંગ અને પુલ કામગીરીનો સમાવેશ થાય છે.

પાકિસ્તાન સાથેના તણાવ બાદ ભારતમાં તુર્કી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

સરહદી તણાવ વચ્ચે પાકિસ્તાનને ડ્રોન મોકલ્યા બાદ તુર્કીને ભારતમાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ટર્કિશ સફરજનથી લઈને સૂકા ફળો અને માર્બલ અને અન્ય વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. વધુમાં, તુર્કી જતા ભારતીયોએ પણ ત્યાંના બુકિંગ રદ કર્યા છે. આના કારણે તુર્કીને તેના પ્રવાસન ક્ષેત્રે મોટો ફટકો પડ્યો છે.

તુર્કી યુનિવર્સિટી સાથેનો કરાર તોડ્યો

દિલ્હીની JNU અને યુપીની કાનપુર યુનિવર્સિટીએ પણ તુર્કી યુનિવર્સિટી સાથેનો કરાર તોડ્યો. ટર્કિશ સફરજનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, તુર્કીમાં ફિલ્મ શૂટિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ થઈ રહી છે. ભારતના લોકો ત્યાં જવાનો બહિષ્કાર કરી રહ્યા છે. ભારતમાં 'બાયકોટ તુર્કી'નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તુર્કી વિરુદ્ધ દરેક રીતે વિરોધના અવાજો ઉઠી રહ્યા છે.

Tags :
Bureau of Civil AviationCELEBIGroundOperationGujarat FirstIndiaturkeyTurkish airport ground handling company
Next Article