Pak ની વધુ એક નાપાક હરકત... જોખમમાં મુકાયા 227 મુસાફરોના જીવ, જાણો શું છે આખો મામલો ?
- પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી
- દિલ્હીથી શ્રીનગર જતી ઈન્ડિગો ફ્લાઈટ ટર્બુલન્સની ચપેટમાં આવી
- પાયલોટે ATC પાસે પાક હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની પરવાનગી માંગી
- પાકિસ્તાને આ અપીલને ફગાવી દીધી
Turbulence Incident: પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. વાત એમ છે કે દિલ્હીથી શ્રીનગર જતી ઈન્ડિગો (Indigo)ની ફ્લાઈટ 6E 2142 બુધવારે અચાનક કરા અને ટર્બુલન્સ (હવામાં ધ્રુજારી)ની ચપેટમાં આવી ગઈ હતી. આ દરમિયાન, વિમાનના પાયલોટે ટર્બુલન્સથી બચવા માટે પાકિસ્તાનના લાહોર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) પાસે થોડા સમય માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની પરવાનગી માંગી, પરંતુ પાકિસ્તાને આ અપીલને ફગાવી દીધી.
આ ઘટનામાં પ્લેનમાં સવાર 227 યાત્રીઓના જીવ જોખમમાં મુકાયા હતા. પ્લેનમાં TMC (તૃણમૂલ કોંગ્રેસના)ના પાંચ સાંસદો પણ હાજર હતા. જોકે, પ્લેન આખરે શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું.
શું બન્યું હતું
ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર બુધવારે જ્યારે ઈન્ડિગો પ્લેન અમૃતસરની ઉપરથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે પાયલટને ટર્બુલન્સનો અનુભવ થયો. તેણે લાહોર ATCનો સંપર્ક કર્યો જેથી તે ખરાબ હવામાનથી બચવા માટે પાકિસ્તાની એરસ્પેસમાં થોડો સમય પ્રવેશી શકે, પરંતુ લાહોર ATCએ આ વિનંતીને ફગાવી દીધી. આ કારણે પ્લેનને તેના રૂટ પર જ રહેવું પડ્યું, જ્યાં તેને ભારે ટર્બુલન્સનોનો સામનો કરવો પડ્યો.
STORY | IndiGo Delhi-Srinagar flight: Pak rejected pilot's request to use its airspace to avoid turbulence
READ: https://t.co/rU6QSNXZw5 pic.twitter.com/I0Awx9ro5i
— Press Trust of India (@PTI_News) May 22, 2025
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધ્યું, પૂછ્યા આ 3 સવાલ
DGCA તપાસ કરી રહી છે
આ ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું હતું કે ઈન્ડિગો ફ્લાઈટ 6E2142ને ખરાબ હવામાનમાં કરાનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ પાઈલટે ઈમરજન્સી જાહેર કરી હતી. તમામ મુસાફરો અને ક્રૂ સલામત છે. દરમિયાન, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
એરલાઇન પેસેન્જરનો અનુભવ
પ્લનમાં સવાર TMC સાંસદ સાગરિકા ઘોષે આ ઘટનાને મૃત્યુની નજીકનો અનુભવ ગણાવ્યો. તેમણે કહ્યું કે લોકો બૂમો પાડી રહ્યા હતા અને પ્રાર્થના કરી રહ્યા હતા. મને લાગ્યું કે હવે મારું જીવન પૂરું થઈ ગયું. જ્યારે પ્લેન લેન્ડ થયું ત્યારે અમે જોયું કે તેની નાક (nose cone) સંપૂર્ણપણે તૂટી ગયુ હતુ. TMCના અન્ય સાંસદો ડેરેક ઓ'બ્રાયન, નદીમુલ હક, માનસ ભુઈયા અને મમતા ઠાકુર પણ પ્લેનમાં હતા.
આ પણ વાંચો : CBI : પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સામે CBIની સખ્ત કાર્યવાહી, ભ્રષ્ટાચાર મામલે ચાર્જશીટ દાખલ કરી
ઈન્ડિગોનું નિવેદન
ઇન્ડિગોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી ફ્લાઇટ 6E 2142 ને રસ્તામાં અચાનક કરા અને ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. ક્રૂએ તમામ નિર્ધારિત ધોરણો અનુસાર કામ કર્યું અને પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું. એરપોર્ટ ટીમે મુસાફરોની સુખાકારી અને આરામને પ્રાથમિકતા આપી હતી.
ભારત-પાકિસ્તાન તણાવની અસર
તમને જણાવી દઈએ કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો વધુ ખરાબ થયા છે. ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે, અને પાકિસ્તાને પણ ભારતીય વિમાનોને તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.
આ પણ વાંચો : J-K :કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ,એક જવાન શહીદ,બે આતંકી ઠાર