બાબા સિદ્દિકી પર થયેલા ગોળીબારમાં એક અન્ય શખ્સ પણ થયો ઈજાગ્રસ્ત, જાણો પૂરી વિગત
- બાબા સિદ્દીકી પર ફાયરિંગ દરમિયાન અન્ય એક વ્યક્તિને ગોળી વાગી
- શખ્સને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો
- માત્ર બાબા સિદ્દીકીને જ નહીં પણ તેમના પુત્રને પણ મારવાનું હતું ષડયંત્ર
Baba Siddique Murder : શનિવારે બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં NCP ના નેતા બાબા સિદ્દીકી (NCP leader Baba Siddiqui) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યા ત્યારે થઈ હતી જ્યારે તેઓ તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકી (Jeeshan Siddiqui) ની ઓફિસમાંથી બહાર આવી રહ્યા હતા. અચાનક હુમલાખોરોએ તેમની પાસે આવી અને ગોળીબાર કર્યો હતો. હુમલાના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા 22 વર્ષના યુવકને પણ આ હુમલામાં ઇજા થઈ હતી. આ યુવકના પગમાં ગોળી વાગી હતી અને તે તરત જ પીડાથી ચીસો પાડવા લાગ્યો હતો. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના દરમિયાન તે વ્યક્તિ અચાનક હુમલાનો ભોગ બન્યો.
શખ્સને નજીકની હોસ્પિટલમાં કરાયો દાખલ
ગોળીબારમાં ઈજા પહોંચ્યા બાદ તે યુવકને નજીકના રામ મંદિરમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તરત ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હુમલાખોરો અને ઘટનાને લગતા વધુ વિગતને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બાબા સિદ્દીકીના મૃત્યુની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી અને પોલીસ સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરી રહી છે. પરંતુ લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યા બાદ બોલિવૂડ એક્ટર સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નવી મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસનું પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને વધારાના સુરક્ષા કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે જે ફાર્મ હાઉસની અંદર અને બહાર તૈનાત રહેશે. અનેક સ્થળોએ નાકાબંધી પણ કરવામાં આવી રહી છે જેથી વાહનોનું ચેકિંગ થઈ શકે. આ સિવાય સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
#WATCH | Maharashtra: Visuals of Zeeshan Siddiqui, son of NCP leader Baba Siddiqui at Lilavati Hospital, in Mumbai.
Baba Siddiqui succumbed to bullet injuries at Lilavati Hospital. Mumbai police has arrested two people in the murder case. pic.twitter.com/mdIitJ1j09
— ANI (@ANI) October 12, 2024
જીશાન અને બાબા સિદ્દીકીને મારવા માટે સોપારી
મુંબઈ પોલીસે બાબા સિદ્દીકી હત્યા કેસને લઈને મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. પોલીસે કહ્યું છે કે ઘટનાના થોડા દિવસો પહેલા બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીને ધમકી મળી હતી. હત્યાના આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે જીશાન સિદ્દીકી અને બાબા સિદ્દીકી બંને તેમના નિશાના પર હતા. આરોપીઓને જે પણ મળે તેના પર ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જીશાન સિદ્દીકી પણ આરોપીઓના નિશાના પર હતો. આરોપીઓને જીશાન અને બાબા સિદ્દીકીને મારવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Bigg Boss : સલમાન ખાનના પગ પકડતા નજર આવ્યા અનિરુદ્ધ આચાર્ય! જાણો શું છે તસવીરની સચ્ચાઈ