નિવૃત્તિ પછી નિમણૂંકો ચિંતાજનક, કોલેજિયમ પ્રણાલીને લઇને બોલ્યા CJI BR Gavai
- સીજેઆઈ ગવઈએ ન્યાયાધીશોની સ્વતંત્રતા પર ભાર મૂક્યો
- 1993 અને 1998ના ચુકાદાઓએ કોલેજિયમ સિસ્ટમ સ્થાપિત કરી
- ન્યાયિક નિમણૂકોમાં કારોબારી પ્રાધાન્યતા નબળી પડી ગઈ
CJI BR Gavai :ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બીઆર ગવઇએ(CJI BR Gavai) બ્રિટનમાં આયોજિત એક રાઉન્ડ ટેબલ કાર્યક્રમમાં કોલોજીયમ પ્રણાલીને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે કોલેજિયમ પ્રણાલી આલોચનાથી રહિત નથી. કોઇ પણ સમાધાન ન્યાયિક સ્વતંત્રતાની કિંમત ચૂકવીને ન હોવુ જોઇએ. તેમણે ભાર આપીને કહ્યું કે જજોને બહારના નિયંત્રણમાંથી મુક્ત થવુ જોઇએ. સીજેઆઇએ કહ્યું કે વૈધતા અને જનતાનો વિશ્વાસ ન્યાયાલય (Judicial Independence)દ્વારા પ્રાપ્ત વિશ્વસનીયતા દ્વારા સુરક્ષિત થાય છે.
નિવૃત્તિ બાદ નિમણૂક ચિંતા જનક
સીજેઆઇએ કહ્યું કે પારદર્શિતા અને જવાબદેહી લોકતાંત્રિક ગુણ છે. આજના યુગમાં સૂચનાઓ સ્વતંત્ર રૂપથી પ્રવાહિત હોય છે. એવામાં ન્યાયપાલિકાએ પોતાની સ્વતંત્રતાથી સમજૂતી કર્યા વિના સુલભ, સમજદાર અને જવાબદેહી બનવુ પડશે. સીજેઆઇએ જજોને નિષ્પક્ષતા અને રિટાયરમેન્ટ બાદ નિયુક્તિઓને લઇને ચિંતા વ્યક્ત કરી.મુખ્ય જજએ કહ્યું કે જો કોઇ જજ રિટાયરમેન્ટ બાદ સરકારી નિયુક્તિ સ્વીકાર કરે છે અથવા ચૂંટણી લડવા માટે રાજીનામુ આપે છે તો તે જનતાના મનમાં શંકા ઉભી કરે છે. એવામાં જનતા ન્યાયપાલિકાની નિષ્ક્રિયતા અને સ્વતંત્રતા પર સવાલ ઉઠે છે. સીજેઆઇએ ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચારને લઇને મોટુ નિવેદન આપ્યુ છે.
આ પણ વાંચો -UP માં વીજળી મોંઘી થશે! ગ્રાહકોના ખિસ્સા પર પડશે અસર, પ્રસ્તાવ રજૂ
ક્ષેત્રીય ભાષામાં કોર્ટના નિર્ણયનો અનુવાદ થવો જોઇએ
સીજેઆઇએ કહ્યું કે ભ્રષ્ટચારની ઘટનાઓથી જનતાનો વિશ્વાસ ડગમગે છે. ભારતમાં જ્યારે પણ આવા કેસ આવ્યો કોર્ટે કડક પગલુ ભર્યુ છે. તેમણે કહ્યું કે ન્યાય પ્રક્રિયાઓને પારદર્શી બનાવાવ માટે આવશ્યક છે તે સુનાવણીનું લાઇન સ્ટ્રીમિંગ કરવામાં આવે. સીજેઆઇએ સમાચારોના રિપોર્ટીંગને લઇને પણ સવાલો ઉઠાવ્યા કે ફેક ન્યૂઝ જનતાની ધારણાને નકારાત્મક બનાવે છે. જ્યારે અદાલતના નિર્ણયોનો ક્ષેત્રીય ભાષામાં અનુવાદ થવા જરૂરી છે.
આ પણ વાંચો -AGRA : યમુના નદીમાં રીલ બનાવતી વેળાએ અકસ્માત, 6 યુવતિઓ ડૂબી
નિવૃત્તિ પછી હું કોઈ સરકારી પદ સ્વીકારીશ નહીં
CJI ગવઈએ એ પણ પુનરોચ્ચાર કર્યો કે તેમણે અને તેમના ઘણા સાથીદારોએ જાહેરમાં પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ નિવૃત્તિ પછી કોઈપણ સરકારી પદ સ્વીકારશે નહીં. CJIએ કહ્યું કે ભારતમાં વિવાદનો મુખ્ય મુદ્દો એ રહ્યો છે કે ન્યાયિક નિમણૂકોમાં કોને પ્રાથમિકતા આપવી. 1993 સુધી, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકમાં અંતિમ નિર્ણય કારોબારી પાસે હતો. આ સમયગાળા દરમિયાન, કારોબારી દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂકમાં બે વાર ન્યાયાધીશોના નિર્ણયને અવગણવામાં આવ્યો, જે સ્થાપિત પરંપરાની વિરુદ્ધ હતો.