ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Golden Temple માં પહેલી વાર એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવશે

પ્રથમ વખત સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવાની પરવાનગી આપવામાં આવી છે. પાકિસ્તાનના નાપાક કૃત્ય બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
08:55 AM May 20, 2025 IST | MIHIR PARMAR
પ્રથમ વખત સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવાની પરવાનગી આપવામાં આવી છે. પાકિસ્તાનના નાપાક કૃત્ય બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Golden Temple gujarat first

Golden Temple Security: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ વખત સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવશે. પાકિસ્તાને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન અમૃતસરના સુવર્ણ મંદિર (ગોલ્ડન ટેમ્પલ) ને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી, સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથીએ પ્રથમ વખત સેનાને મંદિર પરિસરમાં હથિયારો તૈનાત કરવાની મંજૂરી આપી છે.

પાકિસ્તાનની દરેક કોશિશ નિષ્ફળ ગઈ

તાજેતરમાં જ ખુલાસો થયો હતો કે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલ દ્વારા અમૃતસરના સુવર્ણ મંદિરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમના કારણે પાકિસ્તાનની દરેક કોશિશ નિષ્ફળ ગઈ હતી. હવે સુવર્ણ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભારતીય સેનાના ડિફેન્સ કમાન્ડના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી'કુન્હાએ આ અંગે ઘણા ખુલાસા કર્યા છે.

આ પણ વાંચો :  જ્યોતિ મલ્હોત્રાના પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કિસ્સામાં ટ્વીસ્ટ! સામે આવ્યું 'કેક' કનેક્શન

લેફ્ટનન્ટ જનરલની સુવર્ણ મંદિર પર પ્રતિક્રિયા

લેફ્ટનન્ટ જનરલ ડી'કુન્હાએ કહ્યું કે, આ ખૂબ જ સારી વાત છે કે ગોલ્ડન ટેમ્પલની મુખ્ય ગ્રંથિએ એર ડિફેન્સ ગન તૈનાત કરવાની મંજૂરી આપી છે. આટલા વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે સુવર્ણ મંદિરની લાઈટો થોડા સમય માટે બંધ કરવામાં આવી. આનાથી ડ્રોનની એક્ટિવિટીની ખબર પડી.

આ પણ વાંચો :  રાહુલ ગાંધીના આરોપ પર MEAનો જવાબ, પાકિસ્તાનને 'Operation Sindoor' વિશે અગાઉથી માહિતી આપવામાં આવી ન હતી

Tags :
Air Defense IndiaAmritsar DefenseDrone ThreatGolden Temple ProtectedGolden Temple securityGujarat FirstIndia Pakistan TensionsMihir ParmarNational Security AlertOperation SindoorTemple Under Threat
Next Article