પ્રસિદ્ધ અભિનેતા બની ગયો મૌલાના, સલમાનથી માંડી એન્જિલા જોલી સાથે કરી ચુક્યો છે કામ
- અજય દેવગણ અને સલમાન ખાન સાથે કરી ચુક્યો છે કામ
- એન્જલિના જોલી સાથે હોલિવુડમાં પણ અભિનેતા કરતો કામ
- ફૂલ ઓર કાંટેથી પોતાની કારકિર્દીની કરી હતી શરૂઆત
મુંબઇ : અજય દેવગણની ફિલ્મ ફૂલ ઓર કાંટેમાં રોકીનો રોલ પ્લે કરીને સમાચારોમાં આવેલા આરિફ ખાન હાલ સમાચારોમાં છે. ખાસ કરીને તેમનો હાલનો લુક ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આરિફ ખાને પોતાની કારકિર્દીની શરૂઆત 1991 માં કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ ફૂલ ઓર કાંટે સાથે કરી હતી. અજય દેવગણ આ ફલ્મમાં હિરો હતા અને આરિફે તેમાં વિલનની ભૂમિકા નિભાવી હતી.
આરિફ ખાન અનેક સ્ટાર્સ સાથે જોવા મળ્યો
આરિફ ખાને સલમાન ખાનની સાથે સાથે વીરગતિ સુનીલ શેટ્ટીની સાથે મોહરા અને અજય દેવગણની સાથે દિલજલે જેવી અનેક ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. જેના કારણે તે દર્શકો વચ્ચે સારીએવી ઓળખ પણ બનાવી હતી.
આ પણ વાંચો : Uttarayana: મકરસંક્રાંતિના દિવસે મકર રાશિ સહિત આ 5 રાશિના લોકોને હનુમાનજીના આશીર્વાદ સાથે સૂર્ય ગોચરનો લાભ મળશે
હોલિવુડમાં પણ કિસ્મત અજમાવી
આરિફ ખાને 2007 માં હોલિવુડમાં પણ ડેબ્યું કર્યું હતું. તે એન્જલિયા જોલી સ્ટારર અ માઇટી હાર્ટમાં ટેક્સી ડ્રાઇવરના રોલમાં જોવા મળ્યા હતા. તેમનો જે રોલ હતો તેને વિદેશમાં અને અહીં પણ ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો.
જો કે આરિફ ખાને અચાનક ફિલ્મો છોડી દીધી હતી. તેઓની કારકિર્દી ધીરે ધીરે સેટ પણ થઇ રહી હતી. જો કે અચાનક ફિલ્મો કરવાનું છોડીને તબ્લિકી જમાતમાં જોડાઇ ગયા હતા. હવે તે મૌલાના બની ચુક્યા છે અને ઇસ્લામના પાટ ભણાવે છે.
આ પણ વાંચો : જે બ્રાહ્મણ યુગલ ચાર બાળક પેદા કરશે સરકાર આપશે 1 લાખ રૂપિયા રોકડા, કેબિનેટ મંત્રીની જાહેરાત
આરિફ ખાને કેમ ઇન્ડસ્ટ્રી છોડ
આરિફે લહરે રેટ્રોને જણાવ્યું કે, તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અશાંત અને અસંતુષ્ટ રહેતા હતા. પોતે જ પોતાની જાતને પુછતા હતા કે સારા રોલ કરવા છતા તેમને ખ્યાતનામ બેનર્સ એપ્રોચ કેમ નથી કરતા? જેના કારણે તેઓની અંદર ભારે રોષની લાગણી જન્મતી રહેતી હતી. જેથી તેઓ માનસિક રીતે પણ ખુબ જ વ્યગ્ર રહેતા હતા.
સતત માનસિક રીતે વ્યગ્ર રહેતો હતો
સતત માનસિક પીડામાં રહેવાના કારણે આખરે આરિફ ખાન નશેડી બની ગયા હતા. અનહેલ્ધી હેબિટ અને નશીલી વસ્તુઓના સેવવાના કારણેતેની તબિયત પણ બગડવા લાગી હતી. જેથી 7-8 વર્ષના સંઘર્ષ બાદ આખરે તેણે ઇસ્લામની રાહ પકડી હતી.
આ પણ વાંચો : મા અંબાના પ્રાગટ્ય દિવસે ભક્તોનું ઘોડાપૂર, Shree Siddhi Group ના ચેરમેન Mukeshbhai Patel એ મંદિરમાં ધ્વજા અર્પણ કરી
મૌલાના બનીને મળી શાંતિ
હવે આરિફ ખાન મૌલાના બની ચુક્યા છે. તેઓ મક્કા મદીના પણ જઇ આવ્યા છે અને લોકોને ઇસ્લામ ધર્મનું જ્ઞાન આપે છે. તેઓ તબ્લિકી જમાતના પ્રસિદ્ધ મૌલાના પૈકીના એક છે. તેઓ દેશ વિદેશમાં ઇસ્લામનો ઉપદેશ લોકોને આપીને પોતાનું જીવન ધન્ય માની રહ્યા છે.
આ પણ વાંચો : HMPV Cases: ચિંતાઓ વચ્ચે, ચીનમાં HMPV વાયરસના કેસ ઘટવા લાગ્યા, જાણો ભારતમાં શું સ્થિતિ છે?


