Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Army Vehicle Accident : જમ્મુ અને કાશ્મીરમાં આર્મી જવાન ભરેલી કૈસ્પર ખાણમાં ખાબકી, 10 જવાન શહીદ

Army Vehicle Accident : જમ્મુ અને કાશ્મીરના ડોડામાં એક વધુ દુર્ઘટના બની છે. સેનાનું એક કેસ્પર વાહન ઊંડી ખીણમાં ખાબક્યું હોવાનું સામે આવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 4 જવાન શહીદ થયા છે. જ્યારે 12 જેટલા આર્મી જવાન ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર કેસ્પર વાહન લગભગ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું છે.
army vehicle accident   જમ્મુ અને કાશ્મીરમાં આર્મી જવાન ભરેલી કૈસ્પર ખાણમાં ખાબકી  10 જવાન શહીદ
Advertisement
  • Army Vehicle Accident : જમ્મુ કાશ્મીરના ડોડામાં 10 જવાન શહીદ
  • 200 ફૂટ ખીણમાં ખાબક્યું સેનાનું વાહન
  • 7 જવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • ડોડાના ભદ્રવાહ ચંબા રોડ પર બની ઘટના
  • રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ

Army Vehicle Accident : જમ્મુ અને કાશ્મીરના ડોડામાં એક વધુ દુર્ઘટના બની છે. સેનાનું એક કેસ્પર વાહન ઊંડી ખીણમાં ખાબક્યું હોવાનું સામે આવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 10 જવાન શહીદ થયા છે. જ્યારે 7 જેટલા આર્મી જવાન ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર કેસ્પર વાહન લગભગ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું છે. સૈનિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Army Vehicle Accident : ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલ ખસેડાયા

એક અધિકારીએ જણાવ્યું કે અજ્ઞાત કારણોસર વાહન રસ્તા પરથી લપસી ગયું. ઘટના બાદ તાત્કાલિક બચાવ અને રાહત ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત સૈનિકને અકસ્માત સ્થળેથી બહાર કાઢવામાં આવ્યો હતા. તેમજ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્ત જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

કૈસ્પરમાં 17 જવાનો હતા સવાર

મળતી માહિતી અનુસાર ભારતીય આર્મીની કૈસ્પરમાં 17 જવાન મુસાફરી કરી રહ્યાં હતા. જવાનોને લઈને લશ્કરનું વાહન ઊંચાઈ પરની ચોકી તરફ જઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને વાહન રસ્તા પરથી લપસી ગયું અને 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું.

ડોડા છે સંવેદનશીલ વિસ્તાર

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષા પરિસ્થિતિ સંવેદનશીલ રહે છે. તાજેતરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને સુરક્ષા દળોની કામગીરીમાં વધારો થયો છે. ડોડા જિલ્લામાં, ખાસ કરીને પર્વતીય અને જંગલી વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીનો ભય વધી રહ્યો છે. ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે ડોડા અને પડોશી કિશ્તવાડ જિલ્લામાં 30-35 પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ સક્રિય હોઈ શકે છે, જે જંગલોમાં છુપાયેલા છે.

આ પણ વાંચો : Chhattisgarh: બલોદા બજારમાં સ્ટીલ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 7 કામદારના મોત

Tags :
Advertisement

.

×