દિલ્હીમાં થશે Artificial rain? મંત્રી ગોપાલ રાયે કેન્દ્ર પાસે માંગી મદદ
- દિલ્હીનું વાયુ પ્રદૂષણ ભયજનક સ્તરે
- AQI 500 પાર, શ્વાસ લેવું મુશ્કેલ
- કૃત્રિમ વરસાદ માટે ગોપાલ રાયે કેન્દ્રને લખ્યો પત્ર
- ઉત્તર ભારત સ્મોગની ચપેટમાં
- Grap-4 લાગુ છતાં પ્રદૂષણમાં વધારો
Artificial rain in Delhi : દિલ્હી સહિત ઉત્તર ભારતના લોકો પ્રદૂષણના કારણે ખૂબ પરેશાન છે. અહીં સ્થિતિ એટલી હદે ભયાનક બની છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. કોંગ્રેસ નેતા શશિ થરૂર આ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. જો આજની વાત કરીએ તો દિલ્હીના અમુક વિસ્તારમાં AQI 500 સુધી પહોંચી ચુક્યો છે. જે લોકો માટે મુસિબત બન્યો છે. હવે આવી સ્થિતિમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કૃત્રિણ વરસાદ માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.
દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર
દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક બની છે. Grap-4 લાગુ કર્યા બાદ પણ પ્રદૂષણ પર નિયંત્રણ કરવામાં આવી રહ્યું નથી. હવાના ગુણવત્તા સૂચકાંક (AQI) સતત વધતો જ રહ્યો છે, અને હવાના વધતા પ્રદૂષણને કારણે દિલ્હીની હવા ઝેરી બની ગઈ છે. આ સ્થિતિમાં લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. આ પડકાર સામે, દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કેન્દ્ર સરકાર તરફથી હસ્તક્ષેપ માગ્યો છે. તેમણે કૃત્રિમ વરસાદ (Artificial rain) માટે કેન્દ્રિય પર્યાવરણ મંત્રીને પત્ર લખ્યો છે. ગોપાલ રાયે જણાવ્યું કે, છેલ્લા 3 દિવસથી ઉત્તર ભારતના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણથી લોકો માટે શ્વાસ લેવું મુશ્કેલ બની ગયું છે. દિલ્હીમાં વાહનોથી થતો પ્રદૂષણ ઘટાડવા માટે અંગત અને વ્યાવસાયિક વાહનો પર અનેક પ્રકારના પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. પરંતુ, ખાસ કરીને સ્મોગની ચાદર તોડવા અને પ્રદૂષણના અસરો ઘટાડવા માટે કૃત્રિમ વરસાદ લાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો છે.
Delhi Environment Minister Gopal Rai urged Union Environment Minister Bhupender Yadav to convene an emergency meeting and grant NOC for cloud seeding to induce artificial rains. He emphasized the need for immediate action as pollution levels in the capital have reached the severe… pic.twitter.com/Tz4sUFB7vQ
— IANS (@ians_india) November 19, 2024
કૃત્રિમ વરસાદ માટે સતત પ્રયાસ
ગોપાલ રાયે જણાવ્યું કે, આજે કેન્દ્રિય પર્યાવરણ મંત્રીને કૃત્રિમ વરસાદ કરાવવા માટે સંબંધિત વિભાગોની સાથે ઇમરજન્સી મીટિંગ કરવા માટે પત્ર લખી રહ્યો છું. ગત વર્ષે સમય ઓછો હતો, પણ આ વર્ષે અમે ઓગસ્ટમાં જ જરૂરત પડતા આર્ટિફિશિયલ રેન કરાવવાની તૈયારીઓ કરી હતી. આ માટે તેમણે 30 ઓગસ્ટ, 10 ઓક્ટોબર અને 23 ઓક્ટોબરે પત્ર લખ્યા હતા, પરંતુ અત્યાર સુધીમાં કોઈ જવાબ મળ્યો નથી.
દિલ્હી માટે કૃત્રિમ વરસાદની અપીલ
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે દિલ્હી અને તેના આસપાસ વધતા વાયુ પ્રદૂષણ અંગે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. પ્રદૂષણના ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગોપાલ રાયે તાત્કાલિક હસ્તક્ષેપ અને કૃત્રિમ વરસાદ માટે PM નરેન્દ્ર મોદીને જાણ કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે smog ની આ સમસ્યા માત્ર વરસાદ દ્વારા જ ઉકેલી શકાય છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી જરૂરી પગલાં લેવાતા નથી.
મંત્રી ગોપાલ રાયના આક્ષેપ
ગોપાલ રાયે આક્ષેપ કર્યા કે, સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન તેઓએ કૃત્રિમ વરસાદ અંગે સતત ફરીયાદ કરી હતી. આ દરમિયાન આ વિષય પર ઓનલાઈન મીટિંગ માટે કેન્દ્રના કૃષિ અને પર્યાવરણ મંત્રીઓને ચિઠ્ઠી લખી હતી. તેમ છતાં, કઇ જ થયું નથી. મંત્રી રાયે જણાવ્યું કે, આ સમસ્યાના ઉકેલ માટે ઘણીવાર જાણ કરવા છતાં મીટિંગ બોલાવવાની પણ તકલીફ લેવાઈ નથી. હવે આવી સ્થિતિમાં શું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે આવીને જનતાનો આ જ્વલંત મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે, જોવું રહ્યું.
આ પણ વાંચો: Air Pollution : દિલ્હી-NCR માં ઠંડી, ધુમ્મસ અને પ્રદૂષણનો ત્રિપલ એટેક!