ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Arun Jaitley Son : રાહુલ ગાંધીના આરોપ પર અરુણ જેટલીના પુત્રનો જવાબ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમુક આરોપ લગાવ્યા અરૂણ જેટલીના દીકરાએ રાહુલ ગાંધી આપ્યો જવાબ 2019માં જ મારા પિતાનું અવસાન થઈ ગયું કૃષિ કાયદો 2020માં લાવ્યા હતા Arun Jaitley Son Responds Rahul Gandhi: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ટોચના નેતા...
04:38 PM Aug 02, 2025 IST | Hiren Dave
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમુક આરોપ લગાવ્યા અરૂણ જેટલીના દીકરાએ રાહુલ ગાંધી આપ્યો જવાબ 2019માં જ મારા પિતાનું અવસાન થઈ ગયું કૃષિ કાયદો 2020માં લાવ્યા હતા Arun Jaitley Son Responds Rahul Gandhi: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ટોચના નેતા...

Arun Jaitley Son Responds Rahul Gandhi: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ટોચના નેતા રહેલા અરૂણ જેટલીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમુક આરોપ લગાવ્યા હતા. જોકે, હવે અરૂણ જેટલીના દીકરા રોહન જેટલીએ રાહુલ ગાંધીના આરોપો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રોહન જેટલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે,'રાહુલ ગાંધીનો દાવો છે કે,કૃષિ કાયદાને લઈને મારા પિતાએ તેમને ધમકાવ્યા હતા, પરંતુ કૃષિ કાયદો 2020માં લાવ્યા હતા અને 2019માં જ મારા પિતાનું અવસાન થઈ ગયું હતું.'

'સામાન્ય સંમતિ પર વિશ્વાસ રાખે છે'

રોહન જેટલીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'રાહુલ ગાંધી એવો દાવો કરી રહ્યા છે કે, મારા સ્વર્ગસ્થ પિતા અરૂણ જેટલીએ તેમને કૃષિ કાયદાને લઈને ધમકાવ્યા હતા. હું તેમને યાદ અપાવી દઉ કે, મારા પિતાનું અવસાન 2019માં થયું હતું. કૃષિ કાયદો 2020માં રજૂ કરાયો હતો. તેનાથી મહત્ત્વની વાત એ છે કે, મારા પિતાનો સ્વભાવ કોઈને ધમકાવાનો નથી. તે એક કટ્ટર લોકતાંત્રિક વ્યક્તચિ હતા અને હંમેશા સામાન્ય સંમતિ બનાવવામાં વિશ્વાસ રાખતા હતા. જો ક્યારેય આવી સ્થિતિ આવત, જેવું રાજકારણમાં અવારનવાર થાય છે, તો તે તમામના માટે પારસ્પારિક રૂપે સ્વીકાર્ય સમાધાન પર પહોંચવા માટે સ્વતંત્ર અને જાહેર ચર્ચાનું આહ્વાન કરતા. તે આવા જ હતા અને આજે પણ તેમનો આ જ વારસો છે. હું રાહુલ ગાંધીના વખાણ કરીશ જ્યારે તે એવા લોકો વિશે બોલતા સમયે સાવચેત રહે જે આપણી વચ્ચે નથી. તેમણે મનોહર પર્રિકર વિશે પણ કંઇક આવું જ કરવાનો પ્રયાસ કર્યો હતો.'

આ પણ  વાંચો -OPERATION AKHAL : કાશ્મીરના કુલગામમાં બે આતંકવાદી ઠાર, મોટી કાર્યવાહી જારી

રાહુલ ગાંધીનો દાવો

નોંધનીય છે કે, વાર્ષિય કાનૂની સંમેલન-2025માં બોલતા સમયે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મને યાદ છે જ્યારે હું કૃષિ કાયદા સામે લડી રહ્યો હતો, તો અરૂણ જેટલીજીને મને ધમકાવવા માટે મોકલવામાં આવ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે, 'જો તમે સરકારનો વિરોધ કરતા રહેશો, કૃષિ કાયદા સામે લડતા રહેશો, તો તમારી સામે કાર્યવાહી કરવી પડશે. મેં તેમની સામે જોયું અને કહ્યું કે, તમને ખબર છે ને કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો. અમે કોંગ્રેસીઓ અંગ્રેજો સામે પણ નહતા ઝૂક્યા.'

Tags :
arun jaitleyBJPCongressGujrata FirstManjinder Singh Sirsarahul-gandhiRohan Jaitley
Next Article