અરૂણાચલ પ્રદેશમાં ગુજરાતીઓએ રિસોર્ટ સ્ટાફને ધમકી આપી! જાણો શું છે મામલો?
- અરૂણાચલના અનિનીમાં ગુજરાતી પ્રવાસીઓનો હંગામો! (Arunachal Pradesh Gujarati Controversy)
- મિશ્મી હિલ્સ રિસોર્ટના સ્ટાફ સાથે ઉગ્ર ગાળાગાળી
- બહારનું ખાવાનું લાવવા જેવી સામાન્ય બાબતે વિવાદ
- આસ્થા અને દેવેન્દ્ર પટેલ સહિતના પ્રવાસીઓ સામે આક્ષેપ
- રિસોર્ટ સ્ટાફને ગંભીર પરિણામો ભોગવવાની આપી ધમકી
Arunachal Pradesh Gujarati Controversy : અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) ના કુદરતી સૌંદર્યના ખોળે વસેલી દિબાંગ વેલી (Dibang Valley) ના અનિની (Anini) વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં ફરવા ગયેલા કેટલાક ગુજરાતી પ્રવાસીઓ (Gujarati Tourists) દ્વારા રિસોર્ટના સ્ટાફ સાથે અત્યંત ખરાબ વર્તન અને ગાળાગાળી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસન જગતમાં ગુજરાતીઓની છબી ખરડાઈ છે.
Arunachal Pradesh Gujarati Controversy : બહારથી ખાવાનું લાવતા બબાલ
મળતી માહિતી મુજબ, આ વિવાદ અનિની સ્થિત મિશ્મી હિલ્સ રિસોર્ટ (Mishmi Hills Resort) માં સર્જાયો હતો. વિવાદનું મુખ્ય કારણ રિસોર્ટની અંદર બહારનું ખાવાનું (Outside Food) લાવવા બાબતે હોવાનું જાણવા મળ્યું છે. રિસોર્ટના નિયમો મુજબ બહારનું ભોજન લાવવાની મનાઈ હોવા છતાં, પ્રવાસીઓ જીદ પર અડ્યા હતા. જ્યારે સ્ટાફ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા, ત્યારે પ્રવાસીઓએ ઉશ્કેરાઈને સ્ટાફ સાથે દુર્વ્યવહાર (Misbehavior) શરૂ કર્યો હતો.
Arunachal Pradesh Gujarati tourists resort controversy અરૂણાચલ પ્રદેશમાં ગુજરાતી પ્રવાસીઓનું ગેરવર્તન
ગાળાગાળી કરીને રિસોર્ટ સ્ટાફને આપી હતી ધમકી!
અરૂણાચલ પ્રદેશમાં ગુજરાતી પ્રવાસીઓનું ગેરવર્તન
રિસોર્ટ સ્ટાફ સાથે દુર્વ્યવહાર કર્યાનો લાગ્યો આરોપ
ગાળાગાળી કરીને રિસોર્ટ સ્ટાફને… pic.twitter.com/D59RVWc7sI— Gujarat First (@GujaratFirst) February 22, 2026
ગંભીર પરિણામો ભોગવવાની ધમકી
આ ઘટનામાં સામેલ પ્રવાસીઓની ઓળખ આસ્થા (Astha), દેવેન્દ્ર (Devendra), ધ્રુવ (Dhruv) અને સ્મિતા પટેલ (Smita Patel) તરીકે થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ પ્રવાસીઓ રિસોર્ટ સ્ટાફને બિભત્સ ગાળો આપી રહ્યા છે અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ (Threats) પણ આપી રહ્યા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પ્રવાસીઓ પાસેથી શિસ્ત અને સ્થાનિક નિયમોના પાલનની અપેક્ષા રાખવામાં આવે છે.
પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટનાએ ફરી એકવાર જવાબદાર પર્યટન (Responsible Tourism) સામે સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ પ્રવાસીઓના વર્તનની સખત નિંદા કરી રહ્યા છે.
આ પણ વાંચો : Surat: મોબાઈલ માટે યુવતીનું ગળું ચીરી નાખવાનો પ્રયાસ! રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના


