અરવિંદ કેજરીવાલ સામે આવશે આ 5 મોટા પડકારો, જાણો શું થઈ શકે છે ?
- અરવિંદ કેજરીવાલે દિલ્હી ગુમાવી દીધું છે
- કેજરીવાલ સામે ઘણા પડકારો ઉભા થયા છે
- સૌથી મોટો પડકાર પંજાબને બચાવવાનો
Delhi Election Results 2025 : અરવિંદ કેજરીવાલે દિલ્હી ગુમાવી દીધું છે. તેમની આમ આદમી પાર્ટી (AAP) સત્તાથી બહાર છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, કેજરીવાલ પોતાની સીટ પણ બચાવી શક્યા નથી. દિલ્હીમાં ચોથી વખત સરકાર બનાવવાનો દાવો કરનાર કેજરીવાલને નવી દિલ્હી વિધાનસભા સીટ પર ભાજપના પ્રવેશ વર્માએ હાર આપી છે. અહીંથી અરવિંદ કેજરીવાલની સામે પડકારોનો એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે.
સૌથી મોટો પડકાર પંજાબને બચાવવાનો
અરવિંદ કેજરીવાલ માટે સૌથી મોટો પડકાર પંજાબને બચાવવાનો રહેશે. દિલ્હીમાં કારમી હારની અસરથી પંજાબ પણ બાકાત રહેશે નહીં. પંજાબમાં પહેલેથી જ બધું બરાબર ચાલી રહ્યું નથી, આવી સ્થિતિમાં દિલ્હીમાં હાર ત્યાંના નેતાઓના મનોબળને પણ અસર કરી શકે છે. પક્ષ તરીકે AAP ની નબળાઈ ચાલાકીભર્યા રાજકારણને જન્મ આપી શકે છે.
પોતાના ધારાસભ્યોને બચાવવાનો પડકાર
દિલ્હીમાં હવે AAP આદમી પાર્ટીની સરકાર નથી. આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલ માટે બીજો સૌથી મોટો પડકાર પોતાના ધારાસભ્યોને બચાવવાનો હશે. રાજકારણમાં નબળાનો સાથ છોડીને મજબૂતનો હાથ મિલાવવાની જૂની પરંપરા છે. મધ્યપ્રદેશમાં આના ઘણા ઉદાહરણો જોવા મળ્યા છે. જો દિલ્હીમાં આ પરંપરા ચાલુ રહેશે તો AAP વધુ નબળી પડી જશે.
આ પણ વાંચો : દિલ્હી ભાજપના એ ચહેરાઓ જેમના કારણે ભાજપે 21મી સદીમાં પહેલીવાર રાજધાનીનો કિલ્લો જીત્યો
નેતૃત્વ સંકટ
અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના વડા છે અને સમગ્ર પાર્ટી તેમને આ રીતે સ્વીકારતી રહી છે, પરંતુ હવે આ દૃષ્ટિકોણમાં ફેરફાર જોવા મળી શકે છે. કેજરીવાલ પોતાની બેઠક બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. જ્યારે આતિશી જીતી ગઈ છે. આવી સ્થિતિમાં, પાર્ટીમાં કોણ મોટું છે? પાર્ટીમાં આવી સ્પર્ધા શરૂ થઈ શકે છે.
કાનૂની લડાઈ
કેજરીવાલ હવે દિલ્હીના મુખ્યમંત્રી નથી અને તેમની પાસે સરકાર પણ નથી. આવી સ્થિતિમાં હવે તેમને તમામ પ્રકારના કાયદાકીય પડકારોનો સામનો કરવો પડશે. તેઓએ કોર્ટ અને EDના ચક્કર લગાવવા પડશે. તે દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં જામીન પર બહાર છે.
અસ્તિત્વ ટકાવી રાખવાનો પડકાર
'કેજરીવાલ સામે હવે પાર્ટીનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પડકાર રહેશે. દિલ્હી સિવાય AAP માત્ર પંજાબમાં સત્તા પર છે. દિલ્હીમાં હાર બાદ, પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાના કેજરીવાલના અભિયાનને અસર થવાની શક્યતા છે. તેમના માટે વિપક્ષી પક્ષોમાં પોતાનું સ્થાન જાળવી રાખવું પણ મુશ્કેલ બનશે.
આ પણ વાંચો : ઉમેદવારનું આચરણ, વિચારો અને ચારિત્ર્ય શુદ્ધ હોવું જોઈએ, AAPની હાર પર અન્ના હજારેએ કહ્યું....