સ્વદેશી બ્રાઉઝર Zoho શું છે? જેનો I&T મંત્રી અશ્વિની વૈષ્ણવે શરૂ કર્યો ઉપયોગ
- IT મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે લીધો મહત્વનો નિર્ણય (Ashwini Vaishnaw Zoho)
- માઈક્રોસોફ્ટ અને ગૂગલનો ઉપયોગ મંત્રીજીએ છોડ્યો
- હવે ZOHO નામની સ્વદેશી એપનો ઉપયોગ શરૂ કર્યો
- 'મેડ ઇન ઇન્ડિયા' પ્લેટફોર્મને પ્રોત્સાહન માટે ભર્યુ પગલુ
Ashwini Vaishnaw Zoho : દેશના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે માઈક્રોસોફ્ટ ઓફિસ અને ગૂગલ ડોક્સનો ઉપયોગ છોડીને સંપૂર્ણપણે સ્વદેશી એપ જોહો (Zoho) નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ પગલાને ભારતીય ડિજિટલ અને ટેકનોલોજી ક્ષેત્રમાં 'મેડ ઇન ઇન્ડિયા' પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
મંત્રીના આ નિર્ણયથી સામાન્ય લોકો અને વ્યવસાયોને પણ સ્વદેશી ડિજિટલ ટૂલ્સ અપનાવવા માટે પ્રેરણા મળશે. જોહો એપ દ્વારા ડોક્યુમેન્ટ્સ, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન અને અનેક બિઝનેસ મેનેજમેન્ટ ટૂલ્સનો ઉપયોગ કરી શકાય છે, જે કાર્યક્ષમતા વધારે છે અને વિદેશી સોફ્ટવેર પરની નિર્ભરતા ઘટાડે છે.
જોહો: 'મેડ ઇન ઇન્ડિયા' સોલ્યુશન (Ashwini Vaishnaw Zoho)
જોહો એપની સ્થાપના 1996માં શ્રીધર વેમ્બુ અને ટોની થોમસ દ્વારા કરવામાં આવી હતી. ચેન્નઈ સ્થિત આ કંપની ક્લાઉડ-આધારિત સોફ્ટવેર અને બિઝનેસ ટૂલ્સ બનાવે છે. તેમાં ઈમેલ, એકાઉન્ટિંગ, HR, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, CRM અને પ્રેઝન્ટેશન જેવા 55થી વધુ ટૂલ્સનો સમાવેશ થાય છે. આજે 150થી વધુ દેશોમાં 100 મિલિયનથી વધુ યુઝર્સ જોહોનો ઉપયોગ કરી રહ્યા છે. તેની મુખ્ય સેવાઓમાં જોહો પ્રોડક્ટિવિટી એપ, જોહો ઓફિસ સૂટ અને જોહો મેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
મોટા અને નાના વ્યવસાયો માટે ઉપયોગ (Ashwini Vaishnaw Zoho)
સરળ ભાષામાં કહીએ તો, જોહો માઇક્રોસોફ્ટ ઓફિસનું "દેશી વર્ઝન" છે. તેના ટૂલ્સ નાના અને મોટા બંને પ્રકારના વ્યવસાયો માટે ખૂબ જ ઉપયોગી છે. જોહો CRM, જોહો બુક્સ અને જોહો પ્રોજેક્ટ્સ જેવા ટૂલ્સ વ્યવસાયિક પ્રક્રિયાઓને સરળ બનાવે છે અને ઓછા ખર્ચે સેવાઓ પૂરી પાડે છે.
મંત્રીના નિર્ણયની ચર્ચા
આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર જાહેરાત કરી કે તેઓ હવે જોહો એપનો ઉપયોગ કરશે. તેમના આ પગલાથી સ્વદેશી ડિજિટલ એપ્સ અપનાવવાની દિશામાં લોકોને અને કંપનીઓને પ્રેરણા મળશે. જોહોના સ્થાપક શ્રીધર વેમ્બુએ મંત્રીનો આભાર માન્યો અને કહ્યું કે આ નિર્ણય એન્જિનિયરોનું મનોબળ વધારશે, જેમણે બે દાયકાથી વધુ મહેનત કરીને આ પ્રોડક્ટ બનાવી છે.
યુઝર્સે શું કહ્યું?
જોહો એપના યુઝર્સ પણ મંત્રીના આ નિર્ણયથી ઉત્સાહિત છે. એક X યુઝર પરિક્ષિત સાહે લખ્યું કે તેમણે જોહોની સભ્યપદ તેની ગુણવત્તાને કારણે લીધી છે, માત્ર ભારતીય હોવાને કારણે નહીં. કાર્તિકેય નામના યુઝરે કહ્યું કે જોહો પ્લેટફોર્મ માત્ર વ્યવસાયો માટે જ નહીં, પરંતુ ગ્રાહકો માટે પણ એક લોકપ્રિય સેવા બની શકે છે. અશ્વિની વૈષ્ણવનો આ નિર્ણય 'મેડ ઇન ઇન્ડિયા' ડિજિટલ એપ્સને પ્રોત્સાહન આપવા અને વિદેશી સોફ્ટવેર પરની નિર્ભરતા ઘટાડવા માટે એક મોટું પગલું સાબિત થશે.
આ પણ વાંચો : ન્યૂયોર્ક પોલીસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ EmmanuelMacron ના કાફલાને રોક્યો,વીડિયો વાયરલ