Himanta Biswa Oath Ceremony: આસામમાં ફરી હિમંતા ‘રાજ’: 12 મેના રોજ નવી સરકાર લેશે શપથ
- આસામમાં 12 મેના રોજ નવી સરકારના શપથગ્રહણની શક્યતા (Himanta Biswa Oath Ceremony )
- NDA ગઠબંધને 126 માંથી 102 બેઠકો જીતી રચ્યો ઈતિહાસ
- મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ રાજ્યપાલને સોંપ્યું રાજીનામું
- શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું આમંત્રણ
આસામ વિધાનસભા ચૂંટણી 2026 (Assam Assembly Election 2026) ના પરિણામોમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે નવી સરકારની રચના માટેની તૈયારીઓ તેજ બની ગઈ છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા (Himanta Biswa Sarma) એ બુધવારે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય (Lakshman Prasad Acharya) ને પોતાનું ઔપચારિક રાજીનામું સુપરત કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી ૧૨ મેના રોજ આસામમાં નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાઈ શકે છે, જેમાં હિમંત બિસ્વા શર્મા ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે.
Himanta Biswa Oath Ceremony : NDA ગઠબંધનનો પ્રચંડ વિજય
4 મેના રોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભાજપ (BJP) ની આગેવાની હેઠળના NDA ગઠબંધને 126 સભ્યોની વિધાનસભામાં 102 બેઠકો જીતીને વિરોધ પક્ષોનો સફાયો કર્યો છે. હિમંત બિસ્વા શર્માએ આજે તેમના કેબિનેટ સાથીદારો સાથે રાજીનામું આપીને ભાજપની આગેવાની હેઠળની નવી સરકાર (New Government Formation) માટેનો માર્ગ મોકળો કર્યો છે. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે સેવા આપવા જણાવ્યું છે.
I had the privilege of calling upon Hon’ble Governor Shri @Laxmanacharya54 and formally initiating the process for formation of the new government by tendering my resignation as Chief Minister and recommending the dissolution of the 15th Assam Legislative Assembly.
Hon’ble… pic.twitter.com/31vx0XKKzg
— Himanta Biswa Sarma (@himantabiswa) May 6, 2026
વડાપ્રધાન મોદી રહેશે ખાસ ઉપસ્થિત
લોકભવન (Lok Bhawan) ની બહાર મીડિયા સાથે વાત કરતા હિમંત બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે, "આ જીત ઐતિહાસિક છે અને અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે ખાસ આમંત્રણ પાઠવ્યું છે." શપથગ્રહણ સમારોહ ૧૧ મે પછી ગમે ત્યારે યોજાઈ શકે છે, પરંતુ હાલમાં ૧૨ મેની તારીખ ફાઈનલ માનવામાં આવી રહી છે.
નવા નેતાની પસંદગી અને પ્રક્રિયા
નવા મુખ્યમંત્રીની સત્તાવાર જાહેરાત ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો (Central Observers) ની હાજરીમાં વિધાયક દળની બેઠક બાદ કરવામાં આવશે. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય (Governor Lakshman Acharya) દ્વારા ઔપચારિક પત્ર આપ્યા બાદ નવી કેબિનેટ આસામના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરશે.
આ પણ વાંચો: મમતાની હારની અસર ઉત્તર પ્રદેશમાં ! Akhilesh Yadav એ I-PAC સાથેનો કોન્ટ્રાકટ કર્યો રદ


