Assam:ચાની સુગંધને એક ચા વેચનારા કરતાં કોણ સારી રીતે જાણી શકે: PM
- PM મોદી બિહાર બાદ હવે આસામ પહોંચ્યા
- ઝુમોઈર બિનંદિની' કાર્યક્રમમાં ભાગ લીધો
- આખું સ્ટેડિયમ આનંદ અને ઉત્સાહથી ગુંજી
PM Modi in Assam :વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર બાદ હવે આસામ ( PM Modi in Assam)પહોંચ્યા છે. તેમણે 'ઝુમોઈર બિનંદિની' કાર્યક્રમમાં ભાગ લીધો છે. ગુવાહાટીના સરુસાજાઈ સ્ટેડિયમ પહોંચ્યા, ત્યારે લોકોએ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું. લોકોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને કહ્યું કે વાતાવરણ ઉર્જાથી ભરેલું છે. આખું સ્ટેડિયમ આનંદ અને ઉત્સાહથી ગુંજી રહ્યું છે. ઝુમર નૃત્યના આપ સૌ કલાકારોની તૈયારીઓ બધે જ દેખાય છે.
આસામીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો
આ અદ્ભુત તૈયારીમાં ચાના બગીચાઓની સુગંધ અને સુંદરતા છે. ચાની સુગંધ ચા વેચનારા કરતાં વધુ સારી રીતે કોણ જાણી શકે? પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમે આસામીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. આસામના લોકો દાયકાઓથી પોતાની ભાષા માટે આ સન્માનની રાહ જોઈ રહ્યા હતા. હું આસામના કાઝીરંગામાં રોકાઈને દુનિયાને તેની જૈવવિવિધતા વિશે જણાવનાર પહેલો વડાપ્રધાન છું.
Guwahati, Assam: PM Narendra Modi addresses the Jhumoir Binandini 2025 event says, "There is an extraordinary atmosphere in Assam today—an atmosphere filled with energy, enthusiasm, joy, and excitement. This entire stadium is echoing with these vibrant emotions" pic.twitter.com/eSaxJvCXvQ
— IANS (@ians_india) February 24, 2025
ચરાદેવ મોઈદામનો વિશ્વ ધરોહરની યાદીમાં સમાવેશ
પીએમ મોદીએ કહ્યું કે, આસામના ચરાઈદેવ મોઈદામને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. આ માન્યતા પ્રાપ્ત કરવામાં ભાજપ સરકારના પ્રયાસોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભાજપ સરકાર આસામના વિકાસ માટે તેમજ આદિવાસીઓને ટેકો આપવા માટે કામ કરી રહી છે.
PM Modi in Guwahati, Assam . https://t.co/8GGrxOf55M
— RAJESH (@rajkr1975) February 24, 2025
ગર્ભવતી મહિલાઓને 15,000 રૂપિયાની સહાય: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, ચા કામદારોની આવક સુધારવા માટે આસામ ટી કોર્પોરેશનના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ ખાસ કરીને ચાના બગીચાઓમાં કામ કરતી મહિલાઓ માટે ફાયદાકારક છે, જેમને ગર્ભાવસ્થા દરમિયાન ઘણીવાર પડકારોનો સામનો કરવો પડે છે. લગભગ 1.5 લાખ સગર્ભા મહિલાઓને રૂપિયા 15,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો -ગિદ્ધોને લાશો, સુવરોને ગંદકી... મહાકુંભમાં જેમણે જે શોધ્યું તે તેમને મળ્યું, સીએમ યોગી
PM મોદીએ પરંપરાગત ઢોલ વગાડ્યું
આસામની મુલાકાતે આવેલા પીએમ મોદીએ ચાના બગીચાના કામ સાથે સંકળાયેલા લોકો દ્વારા વગાડવામાં આવતો પરંપરાગત ઢોલ, ધોમસા પણ વગાડ્યો. તેનો વીડિયો રાજ્યના વડા હિમંતા બિસ્વા શર્મા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આમાં તેમણે લખ્યું છે કે, વડાપ્રધાને ધોમસા વગાડ્યું, જે ચાના બગીચાના સમુદાયના આપણા બહેનો અને ભાઈઓ દ્વારા વગાડવામાં આવતો પરંપરાગત ઢોલ છે


