Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Narendra Modi ના 12 વર્ષ પૂર્ણ! જાણીતા એસ્ટ્રોલોજર જય મદને ખોલ્યું વડાપ્રધાનના શાસનનું મોટું રહસ્ય!

દેશના પ્રખ્યાત એસ્ટ્રોલોજર જય મદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ 12 વર્ષના શાસનકાળને બ્રહ્માંડનો એક અદ્ભુત સંયોગ ગણાવ્યો છે. તેમણે સમજાવ્યું કે સનાતન ધર્મમાં 12 જ્યોતિર્લિંગ છે અને ગુરુ ગ્રહ પણ 12 વર્ષમાં પોતાનું ચક્ર પૂર્ણ કરે છે. આ જ રીતે પીએમ મોદીએ દેશમાં મહિલા સશક્તિકરણ, સ્ટાર્ટઅપ, રાષ્ટ્રીય સુરક્ષા અને સંસ્કૃતિ સહિત વિકાસના તમામ ક્ષેત્રોને આવરી લઈને એક સુંદર ચક્ર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
pm narendra modi ના 12 વર્ષ પૂર્ણ  જાણીતા એસ્ટ્રોલોજર જય મદને ખોલ્યું વડાપ્રધાનના શાસનનું મોટું રહસ્ય
Advertisement

PM Narendra Modi  : દેશના જાણીતા અને લોકપ્રિય એસ્ટ્રોલોજર જય મદન (Astrologer Jai Madaan) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના વડાપ્રધાન તરીકેના સફળ ૧૨ વર્ષનો અદ્ભુત શાસનકાળ (PM Modi 12 Years Tenure) પૂર્ણ થવા પર વિશેષ રીતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમણે જ્યોતિષીય ગણતરી (Astrological Calculation) અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આ સમયગાળાને એક અત્યંત દુર્લભ અને સુંદર સંયોગ ગણાવ્યો છે. જય મદનના મતે, આ માત્ર રાજકીય સફર નથી પરંતુ બ્રહ્માંડના ગ્રહોની એક આખી સાયકલ પૂર્ણ થવાનો સંકેત છે.

 12 વર્ષ, 12 જ્યોતિર્લિંગ અને ગુરુ ગ્રહનો અદ્ભુત સમન્વય

પ્રખ્યાત એસ્ટ્રોલોજર જય મદને આ શાસનકાળ પાછળ રહેલા આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્યોને ઉજાગર કરતા જણાવ્યું છે કે:

Advertisement

  • બ્રહ્માંડની સાયકલ: આપણા સનાતન ધર્મમાં 12 જ્યોતિર્લિંગ (12 Jyotirlinga) નું વિશેષ મહત્વ છે અને વર્ષના મહિના પણ 12 હોય છે.

    Advertisement

  • ગુરુ ગ્રહનું ગોચર: જ્યોતિષ શાસ્ત્રમાં સૌથી મોટો ગ્રહ ગણાતો ગુરુ એટલે કે જુપિટર (Jupiter Transit) દરેક રાશિમાં એક-એક વર્ષ પસાર કરીને બરાબર 12 વર્ષમાં પોતાનું આખું ચક્ર પૂર્ણ કરે છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શાસનમાં આ 12 વર્ષ પૂર્ણ કરીને બ્રહ્માંડના આ અદ્ભુત ચક્ર (Beautiful Cycle) ને સફળતાપૂર્વક પૂરું કર્યું છે.

 વિકાસના દરેક પાસાઓને આવરી લઈને સાયકલ કરી પૂરી

જય મદને ઉમેર્યું કે, જે રીતે ગુરુ ગ્રહ તમામ રાશિઓને પ્રભાવિત કરે છે, તે જ રીતે પીએમ મોદીએ દેશને એક નવી દિશા આપીને વિકાસના તમામ એન્ગલ્સને કવર કર્યા છે. તેમની નીતિઓએ દેશના દરેક વર્ગને સ્પર્શ કર્યો છે:

  1. મહિલા અને યુવા શક્તિ: વુમન એમ્પાવરમેન્ટ (Women Empowerment) અને યુવાનો માટે નવી તકોનું સર્જન કર્યું.

  2. સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી: દેશમાં ડિજિટલ ક્રાંતિ અને સ્ટાર્ટઅપ્સ (Startups) ની નવી લહેર શરૂ કરી.

  3. મૂળભૂત સુવિધાઓ: શૌચાલય નિર્માણથી લઈને ગરીબો માટે પાકા ઘર (Home Construction) આપવાનું મોટું ભગીરથ કાર્ય કર્યું.

  4. કૃષિ અને સંસ્કૃતિ: ઓર્ગેનિક ખેતી (Organic Farming) ને પ્રોત્સાહન આપવાની સાથે વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિ અને વેડિંગ ટ્રેન્ડ્સને ફરી જીવંત કર્યા.

આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા (National Security) થી લઈને સામાન્ય નાગરિકોની દિનચર્યા સાથે જોડાવા માટે 'મન કી બાત' (Mann Ki Baat) ના માધ્યમથી વડાપ્રધાને દેશના વિકાસનું આ સુંદર સર્કિટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે.

આ પણ વાંચો : Indian Tanker: હોર્મુઝ જળડમરૂમાં ભારતને મોટી રાહત, ભારતીય ઓઈલ ટેન્કર સુરક્ષિત રીતે બહાર

Tags :
Advertisement

.

×